Dhup-Chhanv book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhup-Chhanv is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધૂપ-છાઁવ - નવલકથા
Jasmina Shah
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
" ધૂપ-છાઁવ " પ્રકરણ-1 " જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી.. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી...." લક્ષ્મીની સવાર રોજ આમજ પડતી. તમે ઘડિયાળ પણ મેળવી શકો એટલી નિયમિતતાથી સવારે 6.00 વાગે લક્ષ્મીના અવાજમાં પ્રભુની પ્રાર્થનાના સૂર રેલાઈ જતાં.. આજુબાજુ વાળાને પણ એલાર્મ ની જેમ 6.00 વાગે પ્રભુ ભક્તિમાં લીન લક્ષ્મીના ભજન-કીર્તન અને ઘંટડીના અવાજ ઉઠાડી દેતા હતા. લક્ષ્મીને પરણીને આવ્યે અઢી દાયકા વીતી ચૂક્યા હતા. પણ આ ઘરમાં તે છેલ્લા દશ વર્ષથી રહેતી હતી. વસ્ત્રાપુર લેક જેવા
" ધૂપ-છાઁવ " પ્રકરણ-1 " જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી.. સહજાનંદ દયાળુ, ...વધુ વાંચોદયાળુ, બળવંત બહુનામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી...." લક્ષ્મીની સવાર રોજ આમજ પડતી. તમે ઘડિયાળ પણ મેળવી શકો એટલી નિયમિતતાથી સવારે 6.00 વાગે લક્ષ્મીના અવાજમાં પ્રભુની પ્રાર્થનાના સૂર રેલાઈ જતાં.. આજુબાજુ વાળાને પણ એલાર્મ ની જેમ 6.00 વાગે પ્રભુ ભક્તિમાં લીન લક્ષ્મીના ભજન-કીર્તન અને ઘંટડીના અવાજ ઉઠાડી દેતા હતા. લક્ષ્મીને પરણીને આવ્યે અઢી દાયકા વીતી ચૂક્યા હતા. પણ આ ઘરમાં તે છેલ્લા દશ વર્ષથી રહેતી હતી. વસ્ત્રાપુર લેક જેવા
" ધૂપ-છાઁવ " પ્રકરણ-2લક્ષ્મીબાનો અવાજ એમના આ ભવ્ય ફ્લેટમાં જાણે પડઘા પડતા હોય તેમ ગુંજી રહ્યો હતો. અને અપેક્ષા ભર ઊંઘમાંથી ઉઠી ગઈ હતી અને આંખો ખોલવાની કોશિશ કરી રહી હતી. સાટિનની રજાઈ ખસેડીને જરા બેઠી થઈ અને માંડ ...વધુ વાંચોબંને આંખો ખોલીને તે બોલી, " શાંતિથી ઊંઘવા મળે છે તો ઊંઘતી નથી અને બીજાને પણ ઊંઘવા દેતી નથી મા,શી ખબર તને શું મળે છે આમાંથી...?? " સેવનના લાકડામાંથી બનાવેલ સુંદર ભગવાનના કબાટની સામે એક નાની કાચની ટિપોઈ મૂકેલી હતી ત્યાં લક્ષ્મીબાએ આરતી મૂકી અને ઘંટડી પણ તેની બાજુમાં જ મૂકી અને પછી મનમાં મલકાતાં મલકાતાં અપેક્ષાના વૈભવી બેડરૂમમાં પ્રવેશ્યા.
" ધૂપ-છાઁવ " પ્રકરણ-3 ભરયુવાનીના કપરા પચ્ચીસ વર્ષ એકલા ગાળ્યા... નાના બાળકોને રડતાં મૂકીને ચાલ્યા ગયેલા નિષ્ઠુર પતિને માફી આપવા માટે લક્ષ્મીબાનું મન જરાપણ તૈયાર ન હતું.પોતાના જીવનમાં જ્યારે તેમની જરૂર હતી,ભરયુવાનીમાં લોકો અને આ સમાજ જ્યારે પોતાની સામે ...વધુ વાંચોદ્રષ્ટિથી જોતા હતા, પોતે અને પોતાના બાળકો ભૂખ-તરસથી વલખાં મારતા હતા ત્યારે તેમને બધાંને રડતાં-ટળવળતાં મૂકીને ચાલ્યા જતાં તેમને જરાપણ શરમ કે દયા માત્ર ન હતા અને હવે આટલા વર્ષોના વહાણા વાયા પછી અચાનક અમારી યાદ આવી ગઈ...?? જેવા અનેક સવાલો લક્ષ્મીબાના મનને અકળાવી રહ્યા હતા. એક સમયના શેરબજારના કિંગ ગણાતા વિજય મહેતાએ એકાએક દેવુ થઈ જતાં, ડરપોક લુચ્ચા શિયાળની
" ધૂપ-છાઁવ " પ્રકરણ-4લક્ષ્મી શામળાની પોળમાં જ એક ઓરડીમાં ભાડે રહેવા લાગી અને આજુબાજુ વાળાના ઘરકામ કરી પોતાનું અને પોતાના બે છોકરાઓનું ગુજરાન ચલાવતી, કેટલીયે વાર લક્ષ્મી ભૂખ્યા પેટે સૂઇ જતી. માસૂમ ફૂલ જેવા બાળકોને કોળિયા ભરાવતાં ભરાવતાં કેટલીયે ...વધુ વાંચોલક્ષ્મીની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વર્ષી જતાં. નાના બાળકોના માસૂમ સવાલ, " મમ્મી, તું કેમ રડે છે..? " નો લક્ષ્મી પાસે કોઈ જવાબ ન હતો. આવા ગોઝારા કેટલાય દિવસો લક્ષ્મીએ ભર જુવાનીની સાક્ષીએ વિતાવ્યા હતા.કેટલીએ વાર વિજયના મિત્રોને તે પૂછ્યા કરતી હતી કે વિજયના કોઈ સમાચાર મળે છે કે નહિ પણ હંમેશાં તેને નિરાશા જ મળતી....અને હવે આટલા વર્ષે સ્વપ્નમાં પણ વિચાર્યું
અપેક્ષાના સવાલોએ લક્ષ્મી ભૂતકાળ માં ધકેલી દીધી હતી. હવે ઉંમરની સાથે સાથે લક્ષ્મીનું હ્રદય પણ નબળું પડી ગયું હતું. લક્ષ્મીને શું જવાબ આપવો તે કંઈ સમજાયું નહીં. પણ અપેક્ષાને જણાવ્યા વગર છૂટકો ન હતો. લક્ષ્મીને જાણે ડૂમો ભરાઈ ...વધુ વાંચોકંઇક કહેવા માંગતી હોય અને ન કહી શકતી હોય તેવું અપેક્ષાને લાગ્યું તેણે ભારપૂર્વક લક્ષ્મીને પૂછ્યું કે, " શું થયું છે મા, કંઇક કહું તો ખબર પડે. " અને લક્ષ્મીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. રડતાં રડતાં લક્ષ્મી બોલતી હતી કે, " તારા પપ્પા, તારા પપ્પા... " અપેક્ષા: શું થયું મારા પપ્પાને...??લક્ષ્મી: તારા પપ્પા અહીં આવ્યા છે અમદાવાદમાં અને આપણને મળવા માંગે છે.અપેક્ષા લક્ષ્મીની