ધૂપ-છાઁવ - 126 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 126

ઓફિસનું બધું કામ ગોઠવાઈ ગયું હતું એટલે અપેક્ષા હવે ઈન્ડિયા પરત ફરવાનું વિચારી રહી હતી..
એ દિવસે રાત્રે તેને થયું કે, આટલે બધે દૂર આવી છું..ફરી ક્યારે અહીં આવવાનું થાય કંઈ નક્કી પણ નથી તો શું કરું ઈશાનને એકવાર મળી આવું..??
અને થાકેલી હોવા છતાં તેની ઉંઘ હરામ થઈ ગઈ અને તે ઈશાનના વિચારોમાં ખોવાઈ ગઈ...
ઈશાનને મળવા જવું કે ન જવું?
વિચારોના વમળમાં ખોવાયેલી તેને ક્યારે ઉંઘ આવી ગઈ તેની તેને પણ ખબર ન પડી..
રૂટિન મુજબ સવારે તે ઓફિસ જવા માટે નીકળી ગઈ અને બપોરે તેણે પોતાની ભાભી અર્ચનાને ફોન કર્યો કે, છેક અહીંયા સુધી આવી છું તો ઈચ્છા છે કે સ્વામી શ્રી ગણેશદાસજીને મળતી આવું અને તેમના પણ આશિર્વાદ લેતી આવું વળી ધીમંત શેઠ સાથે પણ વાત થઈ છે તો તેમણે પણ ખાસ સ્વામીજીને મળીને આવવા માટે કહ્યું છે તો હું સ્વામિનારાયણ મંદિરે જવા માટે નીકળું છું...
અપેક્ષા સ્વામિનારાયણ તરફ મંદિર જવા માટે નીકળી ગઈ...
રસ્તામાં જતાં જતાં અનેક વિચારોની વણથંભી વણઝાર તેના નાજુક મનને સતાવી રહી હતી..
ઈશાન પોતાને આમ અચાનક જોઈને કેટલો ખુશ થઈ જશે..
તેણે તો કલ્પના શુધ્ધાં નહીં કરી હોય કે હું આમ અચાનક અને આટલી બધી જલ્દી તેને મળવા માટે આવી જઈશ...
અને તે આંખો મીંચીને કેબમાં બેસી રહી હતી.. અને પોતાના ઈશાનનું ઘર જલ્દીથી આવે તેની રાહ જોઈ રહી હતી..
વિચારોની વણથંભી વણઝાર ન અટકી પરંતુ અપેક્ષાની કાર અટકી ગઈ..
તેણે આંખો ખોલીને જોયું તો તેની કાર સ્વામિનારાયણ મંદિર પાસે ઉભેલી હતી.. તેણે કારનું ભાડુ ચૂકવ્યું અને મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશી...
મનભરીને ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા અને ત્યારબાદ સંત શ્રી ગણેશદાસજીના દર્શન કર્યા..
અને સંત શ્રી ગણેશદાસજીના આશિર્વાદ લીધા બાદ તે ઈશાનને મળવા માટે તેના ઘર તરફ આગળ વધી...
ઈશાન જમવા જ બેઠો હતો અને અપેક્ષા ત્યાં જઈ પહોંચી..
અપેક્ષાને જોઈને ઈશાન તો જાણે રાજીનો રેડ થઈ ગયો..
તે અપેક્ષાને વળગી પડ્યો..
અપેક્ષાએ પણ તેને છાતી સોંસરવો ચાંપી લીધો..
બંને જાણે એકબીજાને મળીને ખૂબ જ ખુશ થયા હતા..
ઈશાને તેને પોતાની સાથે જમવા માટે બેસાડી..
બંને જણાં એકબીજાની સાથે વાતો કરતાં કરતાં શાંતિથી જમી રહ્યા હતા..
અપેક્ષા ઈશાનને મળીને તુરંત જ ત્યાંથી નીકળી જવા માંગતી હતી પરંતુ ઈશાનના પ્યારભર્યા આગ્રહને વશ થઇને અપેક્ષા ત્યાં રોકાઈ ગઈ..
એ દિવસે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો અને વંટોળ સાથે વરસાદ તુટી પડયો..
ઈશાન વિચારી રહ્યો હતો કે સારું થયું અપેક્ષાને નીકળવા ન દીધી તે નહીં તો રસ્તામાં તે હેરાન થઈ જાત..અને અપેક્ષા પણ એવું જ વિચારી રહી હતી..
જેમ ચારેકોર ઘોર અંધારેલા આકાશમાં વીજળીઓ ઝબકારા મારી રહી હતી..
તેમ સુખ અને દુખની વચ્ચે જોલા ખાતી અપેક્ષાના જિદગીમાં પણ વીજળીઓ ઝબકારા મારી રહી હતી..
ઈશાને પોતાના માટે અને અપેક્ષાને સૂઈ જવા માટે પથારી તૈયાર કરી..
વીજળીના ચમકારા અને કડાકા અપેક્ષાને ડરાવી રહ્યા હતા..એક વીજળીનો કડાકો એવો થયો કે અપેક્ષા ડરની મારી પોતાના ઈશાનને વળગી પડી..
ઘણાં વર્ષો બાદ મળેલા પોતાની પત્નીના સાન્નિધ્યની અવગણના કરવી ઈશાન માટે અશક્ય હતું..
તેણે પોતાની અપેક્ષાને પોતાની બાહોમાં કેદ કરી લીધી..
અપેક્ષા પણ જાણે ઈશાનનું સાન્નિધ્ય ઝંખતી હોય તેમ તેને છોડવા માટે તૈયાર નહોતી..
બંને એકબીજાનામાં તરબોળ બની એકબીજાનામાં ખોવાઈ ગયા હતા...
બંનેને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા.. જેમ રાત જામતી રહી તેમ બંનેનો પ્રેમ પણ જામતો રહ્યો..
ઈશાન પોતાની ઘણાં વર્ષોની પ્યાસ બુઝાવી રહ્યો હતો..તે આજે અપેક્ષાને છોડવા જ માંગતો નહોતો..
વરસાદનો તોફાની અવાજ અને બંનેની અંદર મચી રહેલું તોફાન આજે શમે તેમ નહોતું.. બંને એકબીજાનામાં મગ્ન હતાં...
ક્યારે બહારનું તોફાન શમી ગયું અને બંનેની અંદર રહેલું તોફાન પણ શમી ગયું અને બંનેએ ઘણી લાંબી નીંદર ખેંચી લીધી..
સવારે અપેક્ષાની આંખ ખુલી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું..
અપેક્ષાને નીકળવાનું હતું. તે નાહી ધોઈને તૈયાર થઈ અને પોતાના પ્રાણથી પણ પ્યારા પોતાના ઈશાનને વળગી પડી અને તેની રજા લઈને નીકળી ગઈ..
અમદાવાદ તરફ રવાના થવા તેણે પોતાનું ફ્લાઈટ પકડી લીધું..તે વિચારી રહી હતી કે સમય મારી સાથે કેવો ખેલ ખેલી રહ્યો છે..
આ દિવસ તેની જિંદગીનો યાદગાર દિવસ હતો..
ધીમંત શેઠની તેની રાહ જોતાં એરપોર્ટ ઉપર ઉભા હતા...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
31/1/24