Dhup-Chhanv - 68 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 68

અપેક્ષા વિચારે ચઢી જાય છે કે હજુ તો મેં અહીં ઈન્ડિયામાં પગ જ મૂક્યો છે અને આ રીતે કોઈ મને ભૂલથી ફોન કરી રહ્યું છે કે જાણી જોઈને કોઈ મને હેરાન કરવાની કોશિશ કરી રહ્યું છે અને કોઈ હેરાન જ કરી રહ્યું છે તો કોણ હશે એ ?? બે મિનિટ માટે તે વિચારે ચઢી જાય છે અને એટલામાં તેને પોતાનો ઈશાન યાદ આવે છે એટલે તે ઈશાનને મેસેજ કરે છે કે, " હું શાંતિથી પહોંચી ગઈ છું. મારી ચિંતા કરીશ નહીં. આઈ મીસ યુ સો મચ એન્ડ આઈ લવ યુ સો...સો..મચ... " અને ઈશાન યાદ આવતાં જ તેનાં ચહેરા ઉપર એક અનેરું સ્મિત છવાઈ જાય છે, રોનક આવી જાય છે અને પોતાને આટલો બધો સમજુ જીવનસાથી મળ્યાનું સુકૂન તેના ગોરા રૂપાળા ચહેરા ઉપર તરી આવે છે.


અને મનમાં મુશ્કુરાતાં મુશ્કુરાતાં ખુશ થતાં થતાં તે સાવર બાથ લેવા માટે વોશરૂમમાં ગઈ અને બે દિવસથી યુએસએથી નીકળેલી તે સાવર બાથ લઈને ટ્રાવેલિંગનો થાક ઉતારી રહી હતી. સાવર બાથ લઈને તે વોશરૂમમાંથી બહાર આવી ત્યારે તે મધુર અવાજે મનમાં કોઈક ફિલ્મી ગીત ગણગણી રહી હતી અને તેને આમ ખુશ જોઈને તેની માં લક્ષ્મી પણ ખૂબજ ખુશ થઈ રહી હતી અને તેને તેનો મનપસંદ જીવનસાથી મળ્યો તેથી તે ખુશી અને રાહત બંને અનુભવી રહી હતી. માતા પિતા માટે પોતાના સંતાનના સુખથી વધારે બીજું કોઈ સુખ હોતું જ નથી અને તે વાતની ખબર સંતાન જ્યારે માતા પિતા બને ત્યારે જ તેને સમજમાં આવે છે.


ઈમ્પોર્ટેડ ટીશર્ટ અને બ્લ્યુ કેપ્રીમાં અપેક્ષા હિરોઈનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી. લક્ષ્મી પોતાનું કામ પતાવીને અપેક્ષા પાસે આવી અને તેને પૂછી રહી હતી કે, " બેટા આપણે એકત્રીસ જોડી કપડા અમારે તને આપવાના છે અને તો તેમાંથી તારે સાડીઓ કેટલી લેવી છે અને ડ્રેસ કેટલા લેવા છે. અને બીજું પચાસ તોલા તને સોનું આપવાનું છે તો પહેલા આપણે સોનાની ખરીદી પતાવી દેવી છે કે કપડાની ? "


અપેક્ષા: જેમ કરવું હોય તેમ મોમ, મને કંઈ વાંધો નથી તને જેમ ઠીક લાગે તેમ.


લક્ષ્મી: આજનો દિવસ તું આરામ કરી લે આપણે આવતીકાલે સવારથી જ ખરીદી કરવાની ચાલુ કરી દાઈએ બરાબર ને બેટા ?


અપેક્ષા: હા મોમ બરાબર છે.


લક્ષ્મી: સારું ચલ હવે તારે બીજું શું ખાવું છે તે કહે એટલે હું બનાવીને રાખું.


અપેક્ષા: મોમ, હવે અત્યારે મારે બીજું કંઈ જ નથી ખાવું હવે હું રાત્રે જ જમીશ અને તે પણ તારા હાથની બનાવેલી વઘારેલી ખીચડી.


લક્ષ્મી: પણ તને બપોરે ભૂખ લાગશે તો ?


અપેક્ષા: મોમ અમે ત્યાં યુએસએમાં બપોરે જમતાં જ નથી એટલે મને ભૂખ નહીં લાગે અને લાગશે તો ઘર જ છે ને ગમે તે કંઈક ખાઈ લઈશ એમાં આટલી બધી ચિંતા ન કરીશ અને હવે તારે થોડી વાર આરામ કરવો હોય તો આરામ કર હું પણ થોડી વાર આરામ કરી લઉં અને લક્ષ્મી અપેક્ષાને એકલી છોડીને બીજા બેડરૂમમાં ગઈ.


અપેક્ષા પોતાનો મોબાઈલ સાઈડમાં મૂકીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી અને તેના સેલફોનમાં રીંગ વાગી અને તરત બંધ થઈ ગઈ તે વિચારવા લાગી કે આ રીતે મને ક્યારનું કોઈ હેરાન કર્યા કરે છે મેં ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો ત્યારનું કોઈ મારી પાછળ પડી ગયું છે અને આ રીતે અડધી રીંગ વગાડીને કટ કરી દે છે આને પકડવા માટે મારે કંઈક કરવું પડશે જે નંબર ઉપરથી રીંગ આવી હતી તે નંબર ઉપર તેણે સામેથી ફોન લગાવ્યો તો ફોન નેટવર્કની બહાર છે તેવી ટેપ વાગતી હતી તે વિચારમાં પડી ગઈ આવું કઈરીતે બને ? તેણે પોતાના મોબાઈલમાં ટ્રુકોલર ડાઉનલોડ કર્યું અને તેમાં આ નંબર નાંખીને તે ચેક કરવા લાગી કે આ કોણ છે જે મને હેરાન કરે છે ? પણ ટ્રુકોલરમાં તો કોઈ અજાણ્યું નામ લખાઈને આવતું હતું જે નામ તેણે કદી પોતાની લાઈફમાં સાંભળ્યું પણ નહોતું તો તે વિચારી રહી હતી કે પછી આ કોણ છે જે મને હેરાન કરે છે ?


મુસાફરી કરીને થાકેલી અપેક્ષાની આંખ જરાક વાર માટે મીંચાઈ ગઈ અને તેના મોબાઈલમાં રીંગ વાગી તેણે ફોન ઉપાડ્યો, સામેથી અવાજ આવ્યો, " અપેક્ષા, આઈ લવ યુ..આઈ લવ યુ..યાર હું તને ખૂબ ચાહું છું અને તને મળવા માંગુ છું. તું મને મળવા માટે આવીશ ? "


અપેક્ષા સફાળી બેઠી થઈ ગઈ અને ગુસ્સે થઈને બોલી કે, " એય, હુ આર યુ ? વ્હાય ટુ મીટ મી ? તારું નામ બોલને પહેલાં તું કોણ છે... અને સામેથી ફોન મૂકાઈ જાય છે... ઑહ નૉ...


કોણ છે જે અપેક્ષાને આ રીતે હેરાન કરે છે કે પછી તેને મળવા માંગે છે કે ખાલી બસ એમ જ... શું ખબર ? જોઈએ આગળના ભાગમાં...


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ
24/7/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED