Dhup-Chhanv - 34 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 34

ઈશાન અને અપેક્ષાની લોંગ ડ્રાઈવની મજા ચાલી રહી હતી સાથે સાથે બંનેએ એકબીજાને આપેલી ચેલેન્જ અને અંતાક્ષરી પણ ચાલી રહી હતી અને અપેક્ષાને થોડી મજાક સૂઝી અને તેણે વાતવાતમાં ઈશાનના ભૂતકાળને જરા ફંફોસ્યો તેને એવી કોઈ ખબર કે કલ્પના શુધ્ધા ન હતી કે ઈશાન પોતાના અતિતને લઈને આટલો બધો સીરીયસ થઇ જશે અને પછી તો અપેક્ષાએ તેને સોરી પણ કહ્યું અને ખૂબ હિંમત આપી.

અપેક્ષા: એય આટલો બધો નર્વસ ન થઈશ, બધું બરાબર થઈ જશે હું છું ને તારી સાથે (અને અપેક્ષાએ ઈશાનના હાથ ઉપર ખૂબજ પ્રેમપૂર્વક પોતાનો હાથ મૂક્યો અને તેને પંપાળતી રહી અને પોતાના પ્રેમની પ્રતિતિ આપતી રહી.

ઈશાન એક હાથથી કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને બીજો હાથ અપેક્ષાના હાથમાં હતો.

ઈશાન જાણતો હતો કે નમીતાને લઈને તે પોતે ખૂબજ નર્વસ થઈ જાય છે તે અપેક્ષાને નમીતા વિશે કહેવા પણ માંગતો હતો પરંતુ આમ અચાનક અપેક્ષા પોતાના અતિત વિશે પૂછી બેસશે અને માંડ માંડ ભૂલાયેલી જૂની યાદો ફરી ફરી તેને વીંટળાઈ વળશે તેવી તો તેને કલ્પના માત્ર ન હતી.

અપેક્ષા વાતને વાળતાં ઈશાનને કહેવા લાગી કે, " ચલ, એ વાત છોડ આપણે અત્યારે આપણી અંતાક્ષરી પર ફોકસ કરીએ. "

પણ વાત એકવાર છેડાઈ ગઈ હતી તેથી ઈશાનના મન અને હ્રદયમાંથી ખસવાનું નામ લેતી ન હતી એટલે તેણે અપેક્ષાને કહ્યું કે, " હું મારી નમીતાના વખાણ કરું તો તને ખોટું તો નહીં લાગે ને ? "

અપેક્ષા: ના જરાપણ નહીં પણ મને તો નવાઈ જ એ લાગે છે કે એવી કઈ છોકરી છે જે આટલાં બધાં મૃદુ હ્રદયી છોકરાને છોડીને ચાલી જવાની હિંમત રાખે છે. અને એ છોકરી એવી કેવી છે જેની યાદ માત્રથી ઈશાન આટલો બધો વિહવળ બની જાય છે ? મારે તેને જોવી પડશે ઈશુ અને મળવું પણ પડશે.

ઈશાન: હું તને તેને બતાવીશ પણ ખરો અને મળાવીશ પણ ખરો. તારે પણ એને મળવા માટે થોડી હિંમત રાખવી પડશે.

અપેક્ષા: ઓકે. તું ક્યારે મને એને મળવા માટે લઈ જઈશ ?

ઈશાન: એક બે દિવસમાં જ.

અપેક્ષા: એ હાજર છે, તું એને મળવા પણ જઈ શકે છે તો પછી એ તારી પાસે કેમ નથી તારાથી દૂર કેમ છે ? ઓહ ગોડ, મને તો કંઈજ સમજમાં નથી આવતું.

ઈશાન: વેઈટ વેઈટ, હું તને બધું જ સમજાવું છું. નમીતા અને હું બંને એક જ ક્લાસમાં સાથે જ ભણતાં હતાં અમારે બંનેને એકબીજા સાથે ક્યારે લવ થયો અમે બંને ક્યારે એકબીજાનામાં ખોવાઈ ગયા તેની અમને બંનેમાંથી કોઈને પણ ખબર ન હતી પરંતુ અમારા પ્રેમની કદાચ ઈશ્વરને પણ અદેખાઈ આવી હશે અમે બંને એક થઈએ એ પહેલાં જ અમે છૂટાં પડી ગયાં.

નમીતા ભણવામાં ખૂબજ હોંશિયાર હતી મારું હોમવર્ક કાયમ તે જ કરી લેતી જેથી મને પનીશમેન્ટ ન મળે. અને દેખાવમાં બ્યુટી ક્વીન હતી, સ્વભાવે સરળ અને થોડી શરમાળ હતી જલ્દીથી કોઈની સાથે બોલતી નહીં કે કોઈનામાં ભળી પણ જતી નહીં. તેનાં મમ્મી-પપ્પા તેનો એક નાનો ભાઈ અને હું બસ એ જ તેને માટે તેનું સર્વસ્વ હતું.

નમીતાના કઝીન બ્રધરની બર્થ-ડે પાર્ટી હતી તો તે પોતાના ફેમિલી સાથે બર્થ-ડે પાર્ટી સેલિબ્રેટ કરીને પાછી આવી રહી હતી અને રસ્તામાં તેની સાથે એક ખતરનાક ખેલ ખેલાઈ ગયો.

રાત્રિનો સમય હતો કાર ફુલ સ્પીડમાં ચાલી રહી હતી અને અચાનક સામેથી બીજી કાર આવતાં અથડાઈ જવાની બીકે નમીતાના ડેડીએ કાર બીજી તરફ વાળી લીધી જ્યાં એક ઉંડો ખાડો હતો કાર નીચે ખાડામાં 180ની સ્પીડે અફડાઈ પડી અને ઉંધી થઈ ગઈ.

નમીતા જીવે છે કે નહિ ? તેનો પરિવાર હેમખેમ છે કે નહિ ? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/6/2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED