ધૂપ-છાઁવ - 32 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 32

ઈશાનનું અહીં યુએસએમાં ઘણું મોટું ગૃપ હતું ઘણીબધી છોકરીઓ પણ તેની ફ્રેન્ડસ હતી પરંતુ અપેક્ષા, અપેક્ષા એ બધાથી કંઈક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે અને અલગ જ પર્સનાલિટી ધરાવે છે તેવું ઈશાન મહેસૂસ કરી રહ્યો હતો.

અને અપેક્ષાને પણ ખેલદિલ, બોલકણો અને ભોળો ભાળો ઈશાન ખૂબજ ગમી ગયો હતો. બંને વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટી નીકળ્યાં હતાં.બસ, હવે બંનેએ પ્રેમનો એકરાર કરવાનો જ બાકી હતો.

ઈશાને પોતાને માટે મંગાવેલી કોફી અને બર્ગર આવી ગયાં હતાં અને અપેક્ષાએ મંગાવેલી કોફી અને સેન્ડવીચ પણ આવી ગયાં હતાં.

ઈશાને પોતાના હાથેથી અપેક્ષાને પોતાનું બર્ગર ટેસ્ટ કરાવ્યું અને અપેક્ષાએ પોતાની સેન્ડવીચ પોતાના હાથેથી ઈશાનને ટેસ્ટ કરાવ્યું અને બ્રેકફાસ્ટ પૂરો કરીને બંને એકબીજાનો હાથ પોતાના હાથમાં લઈને લ્હેરથી ઝૂલતાં ઝૂલતાં પોતાની કાર તરફ ગયા અને કારમાં પાછા ગોઠવાઈ ગયા.

ઈશાને ફૂલ સ્પીડમાં કાર હંકારી અને થોડા મોટા અવાજે સોન્ગ વગાડ્યું અને પોતે પણ સાથે ગાવાનું ચાલુ કર્યું કે,
"मखमलकी नाज़ुक दीवारें भी होंगी
मखमलकी नाज़ुक दीवारें भी होंगी
कोनो में बैठी बहारें भी होंगी
खिड़की की चौकट भी रेशम सी होंगी
खिड़की की चौकट भी रेशम सी होंगी
चंदन से लिपटी हां सेहन भी होंगी
संदल की खुशबू भी टपकेगी छत से
फूलों का दरवाजा खोलेंगे झट से.."

અને બસ ગાડી એક જ સ્પીડે ચાલી રહી હતી અને બંને એકબીજાની વાતોમાં મશગૂલ એકબીજાનામાં ખોવાયેલા હતાં.

અપેક્ષા ઈશાનને જાણે પોતે ઘણાં વર્ષોથી ઓળખતી હોય અને ઈશાન જાણે તેની પોતાની કોઈ નજીકની વ્યક્તિ હોય તેવું મહેસૂસ કરે છે.
આટલા બધા છોકરાઓ તેનાં ટચમાં આવ્યા પરંતુ ઈશાન એ બધાથી પર હોય અને ખાનદાન હોય અને એક આગવું વ્યક્તિત્વ ધરાવતો હોય તેવું મહેસૂસ કરે છે.

પોતાની કોઈપણ ખાનગી કે અંગત વાત કહેવા માટેની કોઈ જગ્યા હોય તો તે ઈશાન છે તેવું તે વિચારી રહી હતી અને આમ તેને ખયાલોમાં ખોવાયેલી જોઈને ઈશાન તેનાં મોં પાસે પોતાનો હાથ લઈ ગયો અને ચપટી વગાડીને તેને વિચારોમાંથી બહાર ખેંચી લાવ્યો અને બોલ્યો પણ ખરો કે, "ક્યાં ખોવાઈ ગઈ ડિયર ?"

અપેક્ષાને પણ આજે જાણે પોતે ભૂતકાળમાં કરેલી ભૂલ ઈશાન આગળ સ્વીકારી લેવી હતી અને નવી જિંદગીની શરૂઆત કરતાં પહેલાં બિલકુલ હલકું થઈ જવું હતું તેથી તેણે ઈશાનને પોતાની વાત કહેવાની શરૂઆત કરતાં કહ્યું કે, "જિંદગીમાં કેટલાં ચઢાવ ઉતાર આવતાં હોય છે કેમ ઈશાન ? અને દુઃખમાં માણસ કેટલો નાસીપાસ થઈ જતો હોય છે. મુશ્કેલીના સમયમાં જ્યારે આપણે આપણી માનેલી કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અથવા તો આપણને છોડીને ચાલી જાય ત્યારે તે સહન કરવું ખૂબ અઘરું બની જતું હોય છે."

ઈશાન: જિંદગી ખૂબજ ખૂબસુરત છે અપેક્ષા તેને જીવતાં આવડવી જોઈએ અને જીવનસાથી તરીકે યોગ્ય પાત્રની પસંદગી કરતાં આવડવું જોઈએ.

અપેક્ષા: જીવનસાથીની પસંદગી કરવામાં જ હું થાપ ખાઈ ગઈ ઈશાન મમ્મીએ મને ખૂબજ સમજાવવાની અને રોકવાની કોશિશ કરી હતી પરંતુ ખબર નહીં, કહેવાય છે ને કે પ્રેમ આંધળો છે તેમ મને પણ મિથિલ સિવાય કંઈજ દેખાતું ન હતું અને પછી મેં મમ્મીના "ના" કહેવા ઉપર મિથિલ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો અને તેણે મારો ગેરલાભ ઉઠાવીને...

ઈશાન: બસ, અપેક્ષા મારે આગળ કશું જ નથી સાંભળવું નાદાનિયતમાં તારાથી જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ હવે તેને ભૂલી જા અને નવી જિંદગીની શરૂઆત કર અને તું આની આ તારી જૂની વાતો જ યાદ કર્યા કરવાની હોય તો હું હવેથી તારી સાથે વાત પણ નહીં કરું.

અપેક્ષા: સોરી ઈશાન પણ મારી સાથે જે બની ગયું છે તે હું ભૂલી જ નથી શકતી.

ઈશાન: પણ તારે એને ભૂલવું પડશે અપેક્ષા ચલ આપણે બીજી કંઈક વાત કરીએ તને ગાતાં આવડે છે ચલ આપણે અંતાક્ષરી રમીએ. આપણાં બંનેમાંથી જે હારી જાય તેણે જીતેલી વ્યક્તિ જે કહે તે કરવાનું બોલ કબૂલ ?
અપેક્ષા: હા, કબૂલ
ઈશાન: ( એકદમ મસ્તીના મૂડમાં આવી જાય છે અને અપેક્ષાની સામે જોઈને ખડખડાટ હસી પડે છે.અને ફરીથી અપેક્ષાને પૂછે છે.) વિચારીને જવાબ આપજે હોં...હું જ જીતવાનો છું.
અપેક્ષા: એવું કોણે કહ્યું કે તું જ જીતવાનો છે તું હારવાનો છે અને હું જીતવાની છું.

ઈશાન: જોઈ લઈએ ચલ....

હવે અંતાક્ષરીમાં કોણ જીતે છે. જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
15/6/2021