ધૂપ-છાઁવ - 70 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ધૂપ-છાઁવ - 70

" અપેક્ષા, આઈ લવ યુ યાર..આઈ લવ યુ. હું તને ભૂલી નથી શક્યો તને ખૂબ ચાહું છું તને મળવા માંગુ છું એકવાર ફક્ત એકવાર હું તને મળવા માંગુ છું. " સામેથી કોઈનો દર્દસભર અવાજ આવી રહ્યો હતો જે અવાજમાં ભરપૂર પસ્તાવો, અનહદ પ્રેમ અને પોતાની પ્રિય વ્યક્તિને મળવાની તીવ્ર ઈચ્છા વર્તાઈ રહી હતી.
અપેક્ષા: કોણ છે તું ? અને આ રીતે મને ફોન કરીને હેરાન કેમ કર્યા કરે છે ? હું પોલીસમાં કમ્પલેઈન કરી દઈશ.
" તારે જે કરવું હોય તે બધુંજ તું કરી શકે છે હું તને ના નહીં પાડું ! પરંતુ ફક્ત એકવાર હું તને મળવા માંગુ છું... ફક્ત એકવાર.. હું તારી પાસે સમયની ભીખ માંગુ છું ! પ્લીઝ..."
અને આટલી બધી આજીજી કરનાર કોણ હોઈ શકે છે? એક બાજુ મગજ તે વિચારે ચઢી ગયું હતું અને બીજી બાજુ તેનો દર્દભર્યો અવાજ તેને મળવા માટેનું આકર્ષણ કરી રહ્યો હતો..
અપેક્ષા: બટ, હુ આર યુ ? અપેક્ષા પણ ધીમા અવાજે બોલી...
" મિથિલ, મિથિલ છું હું... કેટલાં સમયથી તારી રાહ જોઉં છું કે, તું ક્યારે ઈન્ડિયા આવે અને હું ક્યારે તને મળું ?

અને તેની વાત હજી તો અધુરી હતી અને અપેક્ષાએ ફોન કટ કરી દીધો.... અપેક્ષાએ પોતાના બંને હાથ વડે પોતાનું માથું દબાવી દીધું જાણે તે આ નામ સાંભળીને જ સ્ટ્રેસ અનુભવી રહી હતી તેની નજર સામે તેનો વિષમ દુઃખદાયી ભૂતકાળ તરી આવ્યો અને તે ધ્રુજી ઉઠી.. હવે તે આગળ બીજું કશુંજ સાંભળવા માંગતી નહોતી.. હજુ તો તેની નજર સામેથી તેનો ભૂતકાળ દૂર જાય અને તે વર્તમાનમાં પાછી વળે એટલી વારમાં તો તેના સેલફોનમાં ફરીથી રીંગ વાગી એક વખત.. બે વખત.. ત્રણ વખત.. આ વખતે તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો અને તે વિચારવા લાગી કે, " કેવા પ્રકારનો માણસ છે આ મિથિલ ! હજુ પણ મને હેરાન કરી રહ્યો છે! આટલા બધા સમય પછી પણ તે મારો પીછો નથી છોડતો.. હું શું કરું ? કોઈને પણ કહી શકાય તેમ નથી. કોઈને પણ ખબર પડશે તો ખાલીખોટી બધા મારી વાતો કરશે અને એકબાજુ મારા લગ્ન લીધેલા છે અને ઈશાન પણ અહીં આવવાનો છે તેને કોઈ કશું કહી દે તો ? ના ના..મારે મિથિલની વાત કોઈને જણાવવી નથી શું કરશે તે વધુમાં વધુ બે ચાર વખત ફોન કરીને ચૂપ થઈ જશે. હું જાતે જ મારું ફોડી લઈશ. " અને તેણે રિલેક્સ થતી હોય તેમ એક ઉંડો શ્વાસ લીધો અને પછી પોતાના બેડની બાજુમાં રહેલી બીસલેરીની બોટલ હાથમાં લીધી અને એકજ શ્વાસે આખી બોટલમાં રહેલું બધુંજ પાણી ગટગટાવી ગઈ અને પોતાની જાતને થોડો રિલેક્સ કરવાનો પ્રયત્ન કરતી રહી.

એટલામાં થોડીક જ વારમાં તેની માં લક્ષ્મીએ તેને બૂમ પાડી અને તેના રૂમનું બારણું નોક કર્યું, અપેક્ષાએ, હા મોમ બોલને શું કામ છે ? તેમ પૂછ્યું અને લક્ષ્મી પોતાનો ફોન હાથમાં લઈને અંદર તેની પાસે આવીને કહેવા લાગી કે, " ઈશાનનો ફોન છે, તારો ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે એટલે મારા ફોનમાં તેણે ફોન કર્યો છે, લે બેટા આ ફોન ઈશાન સાથે વાત કરી લે. "
મિથિલના પરાક્રમથી અકળાયેલી અપેક્ષા ઈશાન ઉપર પણ ગુસ્સે થઇ ગઈ અને તેને કહેવા લાગી કે, " સૂઈ જાને હવે અડધી અડધી રાત સુધી ક્યાં ફોન કર્યા કરે છે અને મને પણ થોડો આરામ કરવા દે.." અપેક્ષાના કડકાઈ ભર્યા અવાજથી ઈશાન સમજી ગયો કે, અપેક્ષા આટલી લાંબી જર્ની કરીને થાકી ગઈ લાગે છે.. એટલે " સોરી ડિયર..ચલ સૂઈ જા હવે હેરાન નહીં કરું બસ " તેમ કહીને ફોન મૂકી દીધો અને પોતે સૂઈ ગયો.

અપેક્ષા એટલી બધી ડિસ્ટર્બ થઈ ગઈ હતી કે તેના મગજમાંથી મિથિલ અને તેની વાતો ખસતા નહોતા હવે આ મિથિલનું શું કરવું સતત તે વિચાર તેના નાજુક મનને ડિસ્ટર્બ કરી રહ્યો હતો.

થોડીવાર પછી ફરીથી તેણે પોતાનો ફોન ચાલુ કર્યો અને ફરીથી તેમાં રીંગ વાગી જોયું તો તે જ મિથિલનો જ નંબર.. આ વખતે તેને લાગ્યું કે, એક વખત મિથિલ સાથે મારે શાંતિથી વાત કરી લેવી જોઈએ અને તેને એ વાત મારે સમજાવી દેવી જોઈએ કે, હવે હું પહેલાની અપેક્ષા નથી..અને છેવટે તેણે વાત કરવા માટે ફોન ઉપાડ્યો... ફરીથી આજીજી ભર્યો તે જ આવાજ તેના કાને પડ્યો, " અપેક્ષા... એકવાર મને મળવાનો ચાન્સ આપ.. પ્લીઝ.. હું તને મળવા માંગુ છું.. તને જોવા માટે ઘણાં લાંબા સમયથી હું તડપી રહ્યો છું.. પ્લીઝ.. મારી આટલી વાત તું નહીં માને ? "
અપેક્ષા જાણે પથ્થર દિલ બનવાની કોશિશ કરી રહી હતી પરંતુ મિથિલના અતિશય દર્દસભર આગ્રહભર્યા અવાજે તેને થોડી હચમચાવી મૂકી અને તે ફક્ત એટલું જ બોલી કે, " આઈ વીલ ટ્રાય..." અને વધુ આગળ કંઈજ બોલવા ન માંગતી હોય તેમ તેણે ફોન કટ કરી દીધો...

શું અપેક્ષા મિથિલને મળવા માટે જશે ? મિથિલ તેને શું કહેશે ? પોતાની જૂની આદત પ્રમાણે કોઈ એવી ડીમાન્ડ તો નહીં કરે ને ? મળવા માટે જશે તો ક્યાં જશે ક્યારે જશે ? લક્ષ્મીને આ વાતની જાણ થશે ? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/8/22