ધૂપ-છાઁવ - 17 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 17

આપણે પ્રકરણ-16 માં જોયું કે
ડૉક્ટર નીશીત શાહે લક્ષ્મીને અપેક્ષાની સાથે, અત્યાર સુધીમાં જે કંઈ પણ બન્યું તે બધું જ પૂછી લીધું અને પછી તેમણે લક્ષ્મીને કહ્યું કે અપેક્ષાને ચોક્કસ સારું થઈ જશે પરંતુ થોડો સમય લાગશે.

ડૉક્ટર નીશીત શાહે અપેક્ષાની સાથે જે કંઈપણ બન્યું છે તે વાત અપેક્ષા ભૂલી શકે તે માટે તેનું ધ્યાન બીજી કોઈ પ્રવૃત્તિમાં પરોવાય તે ખૂબજ જરૂરી છે. તો તમે તેને રસ પડે તેવી બીજી કોઈ પ્રવૃત્તિમાં વાળી દો તેમ પણ કહ્યું.

ત્યારબાદ લક્ષ્મીએ ડૉક્ટર નીશીત શાહને જણાવ્યું કે અપેક્ષા એક બ્યુટીપાર્લરમાં જોબ કરતી હતી જો તે આ કામ ફરીથી કરે તો તેનું મન તેમાં પરોવાયેલું રહે અને તેની સાથે જે કંઈ પણ બન્યું છે તે વાતને તે ધીમે ધીમે ભૂલી શકે પણ તે બ્યુટીપાર્લરમાં જવા માટે તૈયાર થશે કે નહીં તે એક પ્રશ્ન છે...??

બીજે દિવસે સવારે લક્ષ્મીએ અપેક્ષાને શાંતિથી પૂછ્યું કે, " બેટા, આખો દિવસ એકલી એકલી તું આમ કંટાળી જાય છે તેના કરતાં કંઈ કામ કરવાનું શરૂ કરી દે તો તને સારું પણ લાગે અને તારો સમય પણ જાય.

પરંતુ અપેક્ષા પોતાના અતીતને‌ ભૂલી શકતી ન હતી અને ખૂબજ રડ્યા કરતી હતી બસ રડ્યા‌ જ કરતી હતી. તેનું મન બીજી કોઈપણ પ્રવૃત્તિમાં લાગતું ન હતું.

તેની અત્યારે જાણે કામ કરવાની કોઈજ ઈચ્છા ન હોય તેમ તેણે લક્ષ્મીને નકારની ભાષામાં માથું ધુણાવ્યું અને પછી લક્ષ્મીને ભેટીને નાનું બાળક રડી પડે તેમ રડી પડી. લક્ષ્મીની આંખમાં પણ આંસુ આવી ગયાં. તે અપેક્ષાને માથે હાથ ફેરવતી રહી અને તેને અતીતના ઓછાયા નીચેથી બહાર નીકળવા માટે સમજાવતી રહી...

અપેક્ષાની સાથે આટલું બધું બની ગયું તે બધીજ વાત લક્ષ્મીએ પોતાના દિકરા અક્ષતને અને પુત્રવધુ અર્ચનાને જણાવી, અક્ષત તેમજ અર્ચનાને અપેક્ષાની સાથે આટલું બધું ખરાબ બન્યું તે વાત જાણીને ખૂબજ દુઃખ થયું.અને તે વાતને લઈને અપેક્ષા‌ માનસિક રીતે તકલીફમાં આવી ગઈ છે તે વાત જાણી અક્ષત અને અર્ચનાને વધારે દુઃખ થયું.

અક્ષત અને અર્ચના, લક્ષ્મીને તેમજ અપેક્ષાને પોતાની પાસે યુએસએ બોલાવી લેવા માટે અવાર-નવાર કહ્યાં કરતાં હતાં પરંતુ લક્ષ્મી કે અપેક્ષા બંનેમાંથી કોઈને યુએસએ જવામાં રસ ન હતો. પણ આ વખતે અક્ષત અને અર્ચનાએ બરાબર જીદ કરી કે, તમે ના પાડો કે હા પાડો આ વખતે અમે તમારાં બંનેની ટિકિટ જ મોકલી આપીએ છીએ પરંતુ તમારે અહીં અમારી સાથે યુએસએ આવવાનું જ છે.

પણ લક્ષ્મીએ અક્ષતને જણાવ્યું કે, " અપેક્ષાને અહીંના સારા માનસિક રોગના ડૉક્ટરની દવા ચાલે છે, તેની તબિયતમાં થોડો પણ સુધારો થાય તો તેને યુએસએ મોકલી શકાય નહિ તો કઈરીતે મોકલી શકાય..?? તે પણ એક પ્રશ્ન છે.

અક્ષતને પોતાની માં લક્ષ્મીની વાત સાચી લાગી તેણે થોડા દિવસ રાહ જોવાનું વિચાર્યું.

અપેક્ષાની ટ્રીટમેન્ટ બરાબર ચાલી રહી હતી. લક્ષ્મી નાના બાળકની કાળજી લે તેમ અપેક્ષાની કાળજી લઈ રહી હતી. અપેક્ષાનું મન કામમાં પરોવાય તે માટે લક્ષ્મી તેને લઈને તે જે બ્યુટીપાર્લરમાં જોબ કરતી હતી ત્યાં જતી હતી. પરંતુ અપેક્ષા કોઈપણ નાના બાળકને જોઈને, પોતાના ખોળામાં પણ આવું નાનું માસુમ બાળક રમતું હોત વિચારી ઈમોશનલ થઈ જતી હતી અને રડવા લાગતી હતી.

હવે આ વાત તેના દિલોદિમાગમાંથી કાઢવી તે પ્રશ્ન છે.લક્ષ્મી વિચારી રહી હતી કે, અપેક્ષાને વર્તમાન તરફ કઈરીતે પાછી વાળવી..??

લક્ષ્મી તેને પ્રેમથી સમજાવતી હતી કે, " બેટા, આપણાં કર્મોને આધીન આપણાં નસીબમાં જે લખ્યું હોય તે હંમેશા બની ને જ રહે છે. તેને કોઈ મિથ્યા કરી શકે તેમ નથી. આપણે કરેલા કર્મોનો ભોગવટો આપણે જ કરવો પડે છે. છૂટકો નથી બેટા. "

અપેક્ષા પોતાના અતીતને‌ ભૂલી શકે છે કે નહીં...?? વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ