માતૃભારતી ટેક્નૉલોજિઝ પ્રાઈવેટ લિમિટેડ (ગોપનીયતા નીતિ)

માતૃભારતી ટેક્નૉલોજિઝ પ્રાઇવેટ લિમિટેડ તમારી ગોપનીયતાને ખૂબ જ ગંભીરતાથી લે છે. આ ગોપનીયતા નીતિનો ઉદ્દેશ્ય આપને એ સૂચિત કરવાનો છે કે તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીનો ઉપયોગ કઈ રીતે થઇ શકે છે, કઈ રીતે તમે તમારી જાણકારીની માત્રને નિયંત્રિત કરી શકો છો, અને તમારી જાણકારી કઈ રીતે સંરક્ષિત છે. જો તમને આ ગોપનીયતા નીતિને લઈને કોઈ પ્રશ્ન હોય તો તમે info@matrubharti.com પર અમારી ટીમનો સંપર્ક કરી શકો છો.

૧. કાર્યક્ષેત્ર

આ ગોપનીયતા નીતિ માત્ર અમારી વેબસાઈટ પર જ લાગુ થાય છે. કોઈ અન્ય વેબસાઈટના માધ્યમ દ્વારા એકત્ર કરવાના આવેલી જાણકારી અથવા તો માતૃભારતી ટેક્નૉલોજિઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિયંત્રિત ન હોય તેવી અન્ય કોઈ કંપની પર આ ગોપનીયતા નીતિ લાગુ થતી નથી. જેમ કે, તમે અમારી વેબસાઈટ પર કોઈ વિજ્ઞાપન પર ક્લિક કરો છો અને અન્ય કોઈ વેબસાઈટ પર પહોંચો છો તો આ ગોપનીયતા નીતિ તે વેબસાઈટ પર એકત્ર કરવામાં આવેલ કોઈ પણ માહિતી પર લાગુ થતી નથી. અમે અન્ય વેબસાઈટોની ગોપનીયતા નીતી માટે કોઈ પણ પ્રકારે જવાબદાર નથી અને અમે સલાહ આપીએ છીએ કે તમે જે કોઈ પણ વેબસાઈટની મુલાકાત લો ત્યારે તેની ગોપનીયતા નીતિ અવશ્ય ચકાસો.

૨. વેબસાઈટ કઈ માહિતી એકત્ર કરે છે?

એ જાણકારી જે તમે અમને પ્રત્યક્ષરૂપે આપો છો.

વેબસાઈટની  મુલાકાત લેવા માટે તમારે અમને પ્રત્યક્ષરૂપે કોઈ પ્રકારની માહિતી આપવાની જરૂરિયાત નથી. જો કે તમે વેબસાઈટ કોઈ નિશ્ચિત ફંક્શનનો ઉપયોગ કરો છો, જેમ કે કોઈ સેવા માટે રજિસ્ટ્રેશન કરો છો, કોઈ કન્ટેન્ટ અથવા સેવાનો  ઉપયોગ કરો છો અથવા પ્રત્યક્ષ રૂપથી વેબસાઈટનો સંપર્ક કરો છો તો અમે નીચે આપેલી જાણકારી તમારી પાસેથી માંગી શકીએ છીએ.

  • નામ, ઈમેલ એડ્રેસ, પોસ્ટલ એડ્રેસ. ફોન નંબર અથવા મોબાઈલ નંબર જેવી તમારી વ્યક્તિગત જાણકારી.
  • યુઝરનેમ અને પાસવર્ડ
  • કમ્યુનિટી ચર્ચાઓ અને અન્ય ઓનલાઈન પ્લૅટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી જાણકારી
  • વેબસાઈટ પર કરવામાં આવેલી સર્ચ ક્વેરીઝ
  • તમારા દ્વારા વ્યક્તિગત રીતે મોકલવામાં આવેલ પત્રો
જયારે તમે વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે વેબસાઈટ દ્વારા સ્વતઃ એકત્ર કરવામાં આવતી જાણકારી

જયારે તમે વેબસાઈટ જુઓ છો ત્યારે નીચે  આપેલ જાણકારી વેબસાઈટ સ્વતઃ એકત્રિત કરે છે:

  • તમારા કમ્પ્યુટરનું ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈ.પી.) એડ્રેસ
  • તમારા ઈન્ટરનેટ બ્રાઉઝરનો પ્રકાર અને ઓપરેટીંગ સિસ્ટમ
  • અમારી વેબસાઈટ પર આવ્યાના તુરંત પહેલા અને પછી તમારા દ્વારા જોવામાં આવેલ વેબપેજીસની જાણકારી
  • કમ્યુનિટી ચર્ચાઓમાં થયેલ ગતિવિધિઓ
  • તમારા બેન્ડવિથની ઝડપ અને તમારા કમ્પ્યુટરમાં ઉપસ્થિત તમામ સોફ્ટવેરની જાણકારી
  • ઈમેલ ક્લિક-થ્રુ દર અને યુઝર્સ વિડીયો વ્યુઈંગની તમામ માહિતી
  • સામાન્ય સારવાર લોગની જાણકારી
  • એચ.ટી.એમ.એલ કૂકીઝ, ફ્લેશ કૂકીઝ, વેબ કૂકીઝ અને આવી અન્ય ટેક્નૉલોજિ દ્વારા એકત્રિત કરવામાં આવેલ જાણકારી
અન્ય સ્ત્રોતો દ્વારા એકત્રિત કરવામાં આવેલ જાણકારી

અમે થર્ડ પાર્ટી સ્ત્રોતઅથવા પ્લૅટફોર્મ (સોશીયલ નેટવર્કિંગ વેબસાઈટ, ડેટાબેઝ, ઓનલાઈન માર્કેટિંગ ફર્મ, એડ ટાર્ગેટિંગ ફર્મ) પરથી તમારી વિષે જાણકારી એકત્ર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે:

  • જો તમે વેબસાઈટ પરથી કોઈ થર્ડ પાર્ટી સોશીયલ નેટવર્કિંગ વેબસાઈટનો ઉપયોગ કરો છો તો તે સોશીયલ નેટવર્કિંગ વેબસાઈટ પર તમારું યુઝરનેઈમ અને કનેક્શનની સૂચી.
  • જનસંખ્યા સંબંધીત માહિતી જેમ કે વિસ્તાર, જાતી અને અન્ય જાણકારી.
  • વિજ્ઞાપન સહભાગીતા અને વ્યુઈંગ જાણકારી
  • મોબાઈલ ડિવાઈસ આઇડેન્ટિફીકેશન નંબર સહીત વિશિષ્ટ આઇડેન્ટિફાયર્સ, આ કાયદા પ્રમાણે તેના વડે મોબાઈલનું ભૌગોલિક સ્થાન જાણી શકાય છે.
  • કૃપા કરીને ધ્યાન આપો કે વેબસાઈટ તમારાથી એકત્રિત જાણકારી અને થર્ડ પાર્ટી સ્ત્રોતોથી એકત્રિત જાણકારીનું સંયોજન પણ કરી શકે છે.

૩. અમે જાણકારીનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ

ઈમેલ કમ્યુનિકેશન:

તમારાથી એકત્રિત જાણકારીનો ઉપયોગ અમે તમને ઈમેલ મોકલવામાં કરી શકીએ છીએ.  જેમ કે એડિટોરીયલ અપડેટ, તમારા એકાઉન્ટ વિષે જાણકારી, વેબસાઈટમાં થયેલ કોઈ પરિવર્તનની જાણકારી, અમારા પોતાના અથવા અમારા માર્કેટિંગ પાર્ટનર્સના પ્રમોશનલ મેસેજીસ. જો તમે અમારા ન્યૂઝલેટર માટે સાઈનઅપ કરો છો તો અમે તમને તે ન્યૂઝલેટર પણ ઇમેલ કરીશું.

મોબાઈલ કમ્યુનિકેશન:

તમારી પરવાનગીથી અમે તમારાં મોબાઈલ નંબર પર પ્રમોશન મેસેજીસ અને અન્ય જાણકારી મોકલી શકીએ છીએ.

વિજ્ઞાપન:

અમે તમને નિઃશુલ્ક સેવાઓ આપવા માટે અમારી વેબસાઈટ પર વિજ્ઞાપન બતાવીએ છીએ. તેમાંથી ઘણા બધા વિજ્ઞાપન તમારા દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે હોય છે. ઉદાહરણ તરીકે, કૂકીઝ, વેબબેકન અને અન્ય સ્ત્રોતો પરથી એકત્રિત જાણકારીનો  ઉપયોગ કરીને તથા અમે તમારી ઓનલાઈન ગતિવિધિઓ અને હિતોની માહિતીનો ઉપયોગ કરીને તમને રસપ્રદ એવા વિજ્ઞાપન બતાવી શકીએ છીએ. આ પ્રક્રિયાથી પ્રદાતાઓ પોતાની પ્રોડક્ટ્સમાં સૌથી વધુ રૂચી રાખનાર ગ્રાહકો સુધી પહોંચી શકે છે. તથા તમને પણ પોતાની રુચિકર પ્રોડક્ટ્સના વિજ્ઞાપન જોવા મળી શકે છે.

થર્ડ પાર્ટી પ્રદાતાઓ અને વિજ્ઞાપન પ્લૅટફોર્મ પણ અમારી વેબસાઈટ પર વિજ્ઞાપન બતાવી શકે છે. વધુ જાણકારી માટે અમારો થર્ડ પાર્ટી વિજ્ઞાપન વિભાગ જોવા માટે વિનંતી. આ ગોપનીયતા નીતિ થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા આપવામાં આવતી, સંગ્રહિત અથવા ઉપયોગ કરવામાં આવતી કોઈ પણ વ્યક્તિગત જાણકારી પર લાગુ થતી નથી.

યુઝર એકાઉન્ટ:

તમને એક સ્વતંત્ર પરંતુ સભ્ય એવી ડિસ્કશન ફોરમ આપવા માટે અમે ડિસ્કશન ફોરમમાં લોકોના વર્તન ઉપર ધ્યાન રાખીએ છીએ. અમારા સૌથી પ્રભાવશાળી કમેન્ટ્સ મોડરેટર્સને નામાંકિત કરવા માટે અમે ડિલીટ કરવામાં આવેલ ફ્લેગ કમેન્ટ્સ પર પણ માહિતી રાખીએ છીએ.

વિનંતી પરિપૂર્ણતા:

તમારા દ્વારા કરવામાં આવેલ પ્રોડક્ટ્સ, સેવાઓ, અને માહિતીની વિનંતીઓ  પરિપૂર્ણ કરવા માટે અમે એકત્રિત જાણકારીનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે, કસ્ટમર સર્વિસ માટેની તમારી વિનંતીઓ માટે અમે વેબસાઈટ પર થનાર વિવિધ પોલ્સ, સર્વે, સ્વીપટેક્સ અને  સર્વિસ બોર્ડમાં તમારી ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તમારી જાણકારીનો ઉપયોગ કરી શકીએ છીએ.

સંખ્યાત્મક વિશ્લેષણ:

અમારી  વેબસાઈટનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તેના વિષે વધુ જાણકારી મેળવવા માટે અમે એકત્રિત ડેટાનું વિશ્લેષણ કરી શકીએ છીએ. ઉદાહરણ રૂપે, વેબસાઈટના વપરાશની વિશ્લેષણ કરવા, વેબસાઈટની કાર્યક્ષમતા વધારવા માટે, અમારા વાંચકોની જરૂરિયાત પ્રમાણે અમારા કન્ટેન્ટ અને ડિઝાઇનને વધારે સારું બનાવવા માટે અમે આ જાણકારીનો ઉપયોગ કરી શકીએ છીએ.

અમલીકરણ:

ગૈરકાનૂની ગતિવિધિઓને રોકવા માટે, વેબસાઈટની  ટર્મ્સ અને કંડીશનને લાગુ કરવા માટે તથા અમારા વાંચકોના હિતોનું રક્ષણ કરવા માટે અમે એકત્રિત જાણકારીનો ઉપયોગ કરી શકીએ છીએ.

ઉપર બતાવવામાં આવેલ ઉપયોગો સિવાય પણ જાણકારી એકત્રિત કરતી વખતે તમને જણાવવામાં આવેલ અન્ય  કોઈ ઉપયોગ માટે પણ અમે, આપની પરવાનગી સાથે અમે આ જાણકારીનો ઉપયોગ કરી શકીએ છીએ.

૪. માહિતીની વહેંચણી કરવી

માતૃભારતી ટેક્નૉલોજિઝ પ્રાઈવેટ લિમિટેડ તમારી ગોપનીયતાનું સમ્માન કરે છે અને કેટલાક ખાસ સંજોગોમાં જ તમારી માહિતીની વહેંચણી કરે છે. અમે તમારી માહિતી માત્ર નીચે દર્શાવવામાં આવેલ સંજોગોમાં જ અન્ય વેબસાઈટ કે એપ્લીકેશનને ઉપલબ્ધ કરાવશું:

  • અમને કન્ટેન્ટ બનાવવામાં મદદ કરવા માટે, સેવાઓ માટે અને આપને રસપ્રદ લાગે તેવા વિજ્ઞાપનો માટે અમે થર્ડ પાર્ટી સાથે તમારી એવી માહિતીની વહેંચણી કરી શકીએ છીએ જે માહિતી દ્વારા તમારી પ્રત્યક્ષ ઓળખ છતી ન થાય. ધ્યાન આપો કે અમે વેબસાઈટ પર વિજ્ઞાપન આપનાર થર્ડ પાર્ટી કંપનીઓ સાથે તમારી જાણકારીની વહેંચણી નથી કરતાં.
  • ડેટાબેઝ મેનેજમેન્ટ, મેન્ટેનન્સ સર્વિસ, માર્કેટિંગ, ડેટા પ્રોસેસીંગ, ઈમેલ અને મેસેજિંગ જેવી સેવાઓ માટે અમે થર્ડ પાર્ટી કંપનીઓને રાખી શકીએ છીએ. તેમની પાસે અમારા નિર્દેશ અનુસાર કાર્ય કરવા માટે તમારી જાણકારી ઉપલબ્ધ હશે.
  • જો તમે વેબસાઈટ પર કોઈ સાર્વજનિક ગતિવિધિઓમાં ભાગ લો છો, જેમ કે કમ્યૂનિટી મેસેજ બોર્ડ પર કોઈ કમેન્ટ પોસ્ટ કરો છો તો આ પ્રકારની જાણકારી અન્ય લોકો વાંચીને ઉપયોગમાં લઇ શકાય છે. કોઈ અંગત જાણકારી સાર્વજનિક કરતાં પહેલા થોડી સાવચેતી રાખવી હિતાવહ છે.
  • વેબસાઈટની અથવા અન્ય કોઈ કંપની સાથેની ભાગીદારીમાં કરવામાં આવતી ઇવેન્ટમાં તમારી જાણકારી વહેંચણી થઇ શકે છે. તમારી જાણકારી અન્ય કોઈ વેબસાઈટની ગોપનીયતા નીતિનો ભાગ બને તે પહેલા અમર દ્વારા તમને ઈમેલ કરીને સૂચિત કરવામાં આવશે.
  • ગૈરકાનૂની ગતિવિધિઓ, ફ્રોડ, કોઈને જાનહાનિનો ખતરો, વેબસાઈટના નિયમોનું ઉલ્લંઘન જેવી અલગ-અલગ સ્થિતિઓમાં અમે તમારી જાણકારીની વહેંચણી કરી શકીએ છીએ.
  • સર્ચ વોરંટ, કાયદાકીય પ્રક્રિયાઓ, કોર્ટ ઓર્ડર્સ, લીગલ પ્રોસેસ, લીગલ કલેઈમ વગેરેના જવાબ આપવા માટે અમે તમારી માહિતીની વહેંચણી કરી શકીએ છીએ.
  • ઉપર બતાવવામાં આવેલ ઉપયોગો સિવાય પણ જાણકારી એકત્રિત કરતી વખતે તમને જણાવવામાં આવેલ અન્ય  કોઈ ઉપયોગ માટે પણ અમે, આપની પરવાનગી સાથે અમે આ જાણકારીનો ઉપયોગ કરી શકીએ છીએ.

કૃપા કરીને ધ્યાન આપો કે થર્ડ પાર્ટી વેબસાઈટ સ્વતંત્ર રીતે તમારા આઈ.પી એડ્રેસ, તમારા દ્વારા જોવામાં આવેલી વેબસાઈટ, ક્લિક ઓન લીંક જેવી જાણકારી એકત્રિત કરી શકે છે.

૫. થર્ડ પાર્ટી સર્વિસ

વેબસાઈટ પર તમારા અનુભવને વધુ સારો બનાવવા માટે અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે અમે તમને ફેસબુક અને ટવીટર જેવી થર્ડ પાર્ટી વેબસાઈટ જોવા માટેની સુવિધા પ્રદાન કરીએ છીએ. જયારે તમે આવી કોઈ વેબસાઈટ દ્વારા અમારી સાથે જોડાઓ છો તો તેઓ અમારી સાથે તમારી જાણકારી વહેંચે છે અને અમે પણ તેમની સાથે તમારી જાણકારી વહેંચીએ છીએ.

જયારે તમે અમને કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા પ્રોફાઈલ બનાવવા માટેની પરવાનગી આપો છો ત્યારે અમે તમારી જાણકારીનો ઉપયોગ નીચે આપેલ કારણો માટે કરી શકીએ છીએ:

  • અમારી સીસ્ટમ ઓટોમેટિકલી રિલેશનશિપ બનાવે છે. જેમ કે સાર્વજનિક ફ્રેન્ડલીસ્ટ ધરાવતી કોઈ સર્વિસ (ટવીટર) દ્વારા તમે અમારી વેબસાઈટ સાથે જોડાઓ છો તો અમે ચેક કરીએ છીએ કે તમારા તે ફ્રેન્ડલીસ્ટ માંથી કોઈ  વ્યક્તિ અમારી વેબસાઈટ પર પણ હાજર છે કે નહિ. જો અમને આવા કોઈ વ્યક્તિ મળે તો અમે તમારી ટવીટર રિલેશનશિપ તેમની સાથે મેચ કરી શકીએ છીએ.
  • રિલેશનશીપ પ્રસ્તાવિત કરવા. જેમ કે કોઈ ગોપનીય ફ્રેન્ડલીસ્ટ (ગુગલ, યાહુ) ધરાવતી કોઈ વેબસાઈટ દ્વારા અમારી વેબસાઈટ સાથે જોડાઓ છો તો અમે તમારા કોન્ટેક્ટ લીસ્ટ માંથી કોઈ અમારી વેબસાઈટ પર હાજર છે કે નહિ તે ચેક કરીએ છીએ. તમને સલાહ આપી શકીએ છીએ કે તમે અમારી વેબસાઈટ પર તેમના સાથીદાર બનો. આ પ્રક્રિયા ઓટોમેટિક નથી. તમારે તેમના સાથીદાર બનવું કે નહિ તેનો નિર્ણય તમારે પોતે જ કરવાનો રહેશે.
  • સંભવિત મિત્રોની યાદી બનાવવી કે જેને તમે ઈમેલ મોકલી શકો છો. જયારે યુઝર્સ વેબસાઈટની ફોરવર્ડ ટુ ફ્રેન્ડ જેવી સર્વિસનો ઉપયોગ કરીને પોતાના મિત્રોને કંઈ મોકલે છે તો અમે થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ કરીને એવાં મિત્રોની સૂચી બનાવી શકીએ છીએ જેને તમે ભવિષ્યમાં ઈમેલ કરી શકો છો.
  • જેમને તમે સર્વિસ સ્પેસિક મેસેજ મોકલી શકો એવા સંભવિત મિત્રોની યાદી બનાવવી. જેમ કે થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ કરીને અમે મિત્રોની એવી સૂચી બનાવી શકીએ છીએ જેને તમે ભવિષ્યમાં કોઈ ઈન્ટરેકટીવ સ્લાઈડ શો જોવા માટેનું નિમંત્રણ મોકલી શકો.
  • વેબસાઈટ પર તમારા અનુભવને વધુ સારો બનાવવા માટે. જયારે તમે કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા અમારી વેબસાઈટ સાથે જોડાઓ છો તો અમે તમારો પ્રોફાઈલ ફોટો, તમારા નેટવર્કમાં પોપ્યુલર સ્ટોરીઝ, કોઈ આર્ટિકલ પર તમારા મિત્રોની ટિપ્પણીઓ જેવી તમારા એકાઉન્ટની ચોક્કસ માહિતી એકત્રિત કરી શકીએ છીએ.

આ સિવાય જો તમે ફેસબુક એકાઉન્ટને વેબસાઈટ સાથે જોડો છો તો તમારો અનુભવ વધુ પર્સનલાઈઝ્ડ થઇ શકે છે. જેમ કે તમે ઓટોમેટિકલી જોઈ શકો છો કે તમારા નેટવર્કમાં કઈ સ્ટોરીઝ પોપ્યુલર છે અને તમારા મિત્રો કોઈ આર્ટિકલ પર શું ટિપ્પણી કરી રહ્યા છે.

કૃપા કરીને ધ્યાન આપો કે તમે કોઈ પણ સમયે આ થર્ડ પાર્ટી એકાઉન્ટને ડીસકનેક્ટ કરી શકો છો. થર્ડ પાર્ટી સર્વિસ સાથેના તમારા પ્રાઈવેસી સેટિંગને ડીરેક્ટલી જ બદલી શકો છો. તમારા ફેસબુક પ્રાઈવેસી સેટિંગ બદલવા માટે અહીંયા ક્લિક કરો, તમારા ટવીટર પ્રાઈવેસી સેટિંગ બદલવા માટે અહીંયા ક્લિક કરો.

ધ્યાન આપો કે અમે આ થર્ડ પાર્ટીના પ્રાઈવેસી સેટિંગ્સને કંટ્રોલ નથી કરતાં. અમે તમને દરેક થર્ડ પાર્ટી વેબસાઈટની ગોપનીયતા નીતિ વાંચવાની સલાહ આપીએ છીએ.

6. તમારા વિકલ્પો

એકાઉન્ટ બંધ કરવું

તમારી પ્રોફાઇલના પ્રેફરન્સ પેજ પર જઈને આપ કોઈ પણ સમયે તમારું એકાઉન્ટ બંધ કરી શકો છો. જયારે તમે પોતાનું એકાઉન્ટ બંધ કરો છો તો તમારું યુઝર પ્રોફાઇલ ડીએક્ટીવેટ થાય છે પરંતુ તમારી પબ્લિક કમેન્ટ્સ વેબસાઈટ પર જ રહે છે. તમારી કમેન્ટ્સને એડિટ કરવાની, હટાવવાની અથવા તો તેને ડીલીટ કરવાની કોઈ પણ જવાબદારી વેબસાઈટની નથી હોતી.

કૂકીઝ અને અન્ય ટેક્નૉલોજિઝ

કૂકીઝ  અને અન્ય ટેક્નૉલોજિઝ સેકશનમાં જણાવ્યા પ્રમાણે તમારી કેટલીક જાણકારી કૂકીઝ અને અન્ય ટેક્નૉલોજિઝ દ્વારા ઓટોમેટિકલી એકત્રિત કરવામાં આવે છે.

  • કૂકીઝ. તમે તમારા બ્રાઉઝર સેટિંગ્સમાં કેટલાક પસંદ કરેલ કૂકીઝ સિવાય અન્યને રીજેક્ટ કરી શકો છો. નોંધ કરો કે આ પ્રેફરન્સ સેટ કર્યા બાદ કૂકીઝ ડીલીટ કરો તો તમારે આ સેટિંગ્સ રીન્યુ કરવા પડી શકે છે. જો તમે અન્ય કોઈ કમ્પ્યુટર કે બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો આ સેટિંગ્સ લાગુ નથી થતાં. તદુપરાંત કેટલાક થર્ડ પાર્ટી એડવર્ટાઇઝીંગ નેટવર્ક ‘નેટવર્ક એડવર્ટાઇઝીંગ ઈનીશીએટીવ (એન.એ.આઈ) ના સભ્ય પણ હોઈ શકે છે. એન.એ.આઈ. ની સભ્ય કંપનીઓને પોતાની જાણકારી ન આપવા માટે અથવા તો તેમની કાર્યપ્રણાલી અને ટેક્નૉલોજિઝને સમજવા માટે http://www.networkadvertising.org/optout_nonppii.asp વિઝીટ કરો.
  • ફ્લેશ કૂકીઝ. ફ્લેશ કૂકીઝના ઉપયોગને કંટ્રોલ કરવા માટે અહીંયા આપેલ એડોબ મેક્રોમીડિયાની વેબસાઈટ જુઓ. એડોબ તમને અમુક વેબસાઈટ પરથી કૂકીઝ સ્વીકાર કરવાની અને ફ્લેશ કૂકીઝની સ્ટોરેજ કેપેસિટી લીમીટ કરવાની પરવાનગી આપે છે. જો તમે મોઝીલા ફાયરફોક્સનો પોતાના બ્રાઉઝર તરીકે ઉપયોગ કરો છો તો તમે બેટર પ્રાઈવેસી એડ-ઓન ડાઉનલોડ કરી શકો છો. જે તમે જયારે બ્રાઉઝર બંધ કરો ત્યારે ઓટોમેટિકલી ફ્લેશ  કૂકીઝ ડીલીટ કરે છે.
  • જો તમે આ ટેક્નૉલોજિઝનો અસ્વીકાર કરવાનું પસંદ કરો છો તો તમે અમારી વેબસાઈટ પર તમને અરુચિકર એડ્સ પણ જોવા મળી  શકે છે.
  • કૃપા કરીને ધ્યાન આપો કે એડવર્ટાઇઝર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સની ગોપનીયતા નીતિ પર અમારું કોઈ નિયંત્રણ નથી. થર્ડ પાર્ટી દ્વારા પ્રોસેસ કરવામાં આવતી માહિતી આ ગોપનીયતા નીતિ અંતર્ગત નથી આવતી. ઓનલાઈન એડવર્ટાઇઝીંગમાં કૂકીઝના ઉપયોગ વિષે વધુ જાણકારી મેળવવા માટે અમારું ‘થર્ડ પાર્ટી એડવર્ટાઇઝીંગ’ સેક્શન જુઓ અથવા એન.ઈ.આઈ. ની  વેબસાઈટની મુલાકાત લો.

૭. અભિગમ

જો તમે અમારી સાથે જાણકારી વહેંચવાનો નિર્ણય કરો છો તો તમે info@matrubharti.com. પર અમારો સંપર્ક કરીને આ જાણકારીને એડિટ અથવા તો અમેંડ કરી શકો છો.

૮. ગોપનીયતા અને સુરક્ષા

અમે તમારી અંગત માહિતી એવી સર્વિસ અથવા લોકોને જ આપીએ છીએ જેને પોતાનું કાર્ય કરવા માટે, તમારાં સુધી કોઈ સર્વિસ કે પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે તમારી જાણકારીની જરૂરિયાત હોય. અમે તમારી જાણકારીન દુરુપયોગથી બચાવવા માટે ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટીવ પગલાઓ લીધા છે.   કૃપા કરીને ધ્યાન આપો કે કોઈ પણ ડેટા ટ્રાન્સમિશન અને સ્ટોરેજ ૧૦૦% સુરક્ષિત ન હોઈ શકે.અમે તમને વેબસાઈટના ઉપયોગ બાબતે સુરક્ષિત અનુભૂતિ કરાવવા માંગીએ છીએ પરંતુ અમે તમને કોઈ પણ પ્રકારની જાણકારીની સંપૂર્ણ સુરક્ષાનું વચન ન આપી શકીએ.

૯. ભારત બહારથી વેબસાઈટની મુલાકાત લેનાર લોકો

જો તમે ભારતની બહારથી અમારી વેબસાઈટની મુલકાત લો છો તો કૃપા કરીને ધ્યાન આપો કે તમે અમને જે પણ માહિતી આપો તે ભારતમાં ટ્રાન્સફર થઇ શકે છે અને તે ભારતીય કાયદાને આધીન રહેશે. ભારતીય ગોપનીયતા અને માહિતી સંરક્ષણ કાયદાઓ તમારા દેશના કાયદાઓ કરતા અલગ હોઈ શકે છે. અમારી વેબસાઈટનો ઉપયોગ કરીને અથવા તો અમને તમારી અંગત માહિતી આપીને તમે અમને ભારત સુધી અને ભારતમાં માહિતીના સંરક્ષણ, ટ્રાન્સફર અને પ્રોટેક્શનની પરવાનગી આપો છો.

૧૦. ૧૮ વર્ષથી ઓછી આયુના બાળકો

અમે જાણીજોઈને ૧૮ વર્ષથી નાની  આયુના બાળકોની માહિતી એકત્રિત નથી કરતાં. જો તમને લાગે કે અમે આવું કંઈ કર્યું છે તો તમે info@matrubharti.com પર અમારો સંપર્ક કરી શકો છો.

૧૧. ગોપનીયતા નીતિમાં ફેરફાર

અમારી સેવાઓ પ્રમાણે અમે આ ગોપનીયતા નીતિમાં કોઈ પણ સમયે ફેરફાર કરી શકીએ છીએ. જો અમે આ ફેરફાર કરીશું તો અમે ‘પ્રભાવિત તારીખ’ અપડેટ કરીશું. તમારી જાણકારના વ્યવહાર અંગેના કોઈ પરિવર્તન વિષે કોઈ ફેરફાર હશે તો અમે વેબસાઈટ પર નોટીસ લગાવીને અને ઈમેલ કરીને તમને સૂચિત કરીશું.

૧૨. સવાલો અને સૂચન

જો તમને આ ગોપનીયતા નીતિ વિષે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ info@matrubharti.com. પર અમારી પ્રાઈવેસી ટીમનો સંપર્ક કરી શકો છો.

૧૩. ગોપનીયતા નીતિનું મેનેજમેન્ટ

માતૃભારતી ટેક્નૉલોજિઝ પ્રાઇવેટ લિમિટેડ સમયાંતરે આ ગોપનીયતા નીતિની શરતોનું ઉલ્લંઘન અથવા પાલન ન કરવા પર યુઝરના અધિકારોને સમાપ્ત કરવાના અધિકાર સુરક્ષિત રાખે છે.