ધૂપ-છાઁવ - 62 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 62

નમીતા ખૂબજ ગુસ્સામાં હતી અને બંને હાથ વડે ઈશાનને મારવા લાગી અને એમ પૂછવા લાગી કે, મને ઘરમાં કેમ પૂરી દીધી છે ?

નમીતાના આ પ્રશ્નનો ઈશાન પાસે કોઈ જવાબ ન હતો તેણે નમીતાને પાણી પીવડાવ્યું અને થોડી શાંત પાડવાની કોશિશ કરી. પછી ડૉક્ટર સાહેબને ફોન કરીને તે તેને તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યાં હોસ્પિટલમાં લઈ ગયો અને નમીતાને તેના ઘરે લઈ ગયા પછીથી અત્યાર સુધીમાં નમીતા સાથે જે કંઈપણ બન્યું અને નમીતાએ મિસ ડીસોઝા સાથે જે વ્યવહાર કર્યો તે તમામ બાબતો તેણે ડૉક્ટર સાહેબને જણાવી અને નમીતાને અહીં આ હોસ્પિટલમાં જ એડમીટ રાખવા માટે રીક્વેસ્ટ કરી.

ડૉક્ટર સાહેબ નમીતાની હાલત જોઈને સમજી ગયા કે, ફરીથી નમીતા ડિપ્રેશનમાં ચાલી ગઈ છે અને તે શું વર્તન કરે છે તેનું તેને પોતાને પણ કંઈજ ભાન નથી અને કોઈના સમજાયે નમીતા સમજતી નથી હાલની તેની પરિસ્થિતિ જોતાં તેને ફરીથી હોસ્પટલાઈઝ્ડ જ રાખવી પડશે અને તરત જ તેમણે નર્સને બોલાવી અને નમીતાને એડમીટ કરવા માટે સૂચના આપી દીધી હવે ઈશાને થોડી રાહત અનુભવી.

પરંતુ આ બાજુ ઈશાન ઘરે આવ્યો અને તે પોતાના ઘરે આવ્યો અને નમીતાએ ફરીથી હોસ્પિટલમાં તોફાન કરવાનું શરૂ કરી દીધું. હવે આ દવાઓની પણ તેની ઉપર કોઈ અસર થતી ન હતી.

ડૉક્ટર સાહેબ માટે પણ આ કેસ હેન્ડલ કરવો હવે થોડો ડીફીકલ્ટ થતો જતો હતો. એ દિવસે તો તેને ઉંઘની દવા આપીને જ સુવડાવી દેવામાં આવી. એક બે દિવસ તો બસ એમ જ ચાલ્યું પછી ધીમે ધીમે નમીતાની તબિયતમાં થોડો થોડો સુધારો આવતો ગયો. ઈશાન અવાર નવાર તેને જોવા માટે અને તેની ખબર પૂછવા માટે હોસ્પિટલમાં આવતો જતો હતો. હવે ડૉક્ટર સાહેબને તેમજ ઈશાનને બંનેને ઘણી રાહત લાગતી હતી.

પરંતુ વખાણેલી ખીચડી દાઢે વળગે તેમ નમીતાએ તો હદ કરી નાખી તેણે જે કર્યું તેનાથી આખી હોસ્પિટલ અને આખું પોલીસ સ્ટેશન બધું ઉંચુ નીચું થઈ ગયું.

નમીતાને હોસ્પિટલના પાંચમા માળે એક રૂમમાં રાખવામાં આવી હતી. કદાચ હવે તે પોતાના આ અતિશય ડીપ્રેશનના રોગથી પણ કંટાળી ગઈ હતી અને છૂટવા માંગતી હતી. એ દિવસે તેણે નર્સને પોતાના મમ્મી પપ્પાને અને ભાઈને મળવા જવું છે તેવી માંગણી કરી. નર્સે તેને સમજાવી કે, તમને થોડું સારું થઈ જશે એટલે હું તમને તમારા મમ્મી પપ્પા પાસે અને ભાઈ પાસે લઈ જઈશ પરંતુ નમીતા આ વાત માનવા તૈયાર ન હતી તેણે તો બસ પોતાના મમ્મી પપ્પા અને ભાઈને મળવાની બસ જીદ જ પકડી રાખી હતી. નર્સે તેને પ્રોમિસ આપી કે, તમને થોડું સારું થશે એટલે હું તમને ચોક્કસ તમારા મમ્મી પપ્પા અને ભાઈને બધાને મળવા લઈ જઈશ પરંતુ નમીતાના મગજમાં શું વિચાર આવ્યો હશે કે, નર્સ જેવી તેને દવા આપીને ગઈ કે તરત જ તે પોતાના રૂમની બાલ્કનીમાં ગઈ અને નીચે પડતું મૂક્યું. સી ડન સ્યુસાઈડ....

અને પછી તો પોલીસ આવી ગઈ અને દોડાદોડ થઈ ગઈ. ઈશાનને પણ જાણ કરવામાં આવી એટલે તેના મમ્મી પપ્પા અને તે તરત જ આવી ગયા.

ઈશાન તો આ સમાચાર સાંભળીને જ ચોંકી ઉઠ્યો હતો અને તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. સતત એક જ સવાલ તેના વિચારશીલ મનને મૂંઝવી રહ્યો હતો કે, નમીતાની મેં આટલી બધી સેવા કરી, હું તેને આટલો બધો સપોર્ટ કરતો રહ્યો તો પછી તેણે આવું પગલું કેમ ભર્યું હશે ? મારી નમીતા મને છોડીને કેમ ચાલી ગઈ ? હે ઈશ્વર આ તેણે શું કર્યું ? અને પોતે નમીતાને અહીં હોસ્પિટલમાં પાછી મૂકી ગયો તે માટે તેને પસ્તાવો પણ થવા લાગ્યો. પણ હવે શું થાય ? હવે તેના હાથમાં કંઈ જ નહોતું. નમીતા આવું પગલું ભરશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.

ઈશાન ઉપર અને નમીતાની ટ્રીટમેન્ટ જે ડૉક્ટર તેમજ નર્સ કરી રહ્યા હતા તે બધાની પોલીસ ઈન્કવાયરી ચાલી રહી હતી.

હવે આગળ શું થશે ? પોલીસને કોઈની ઉપર ડાઉટ જશે કે નહીં જાય ? પોલીસ નમીતાના સ્યુસાઈડ માટે કોઈને જવાબદાર ઠેરવશે કે નહીં ઠેરવે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/5/22