ધૂપ-છાઁવ - 22 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 22

આપણે પ્રકરણ-21 માં જોયું કે


અપેક્ષાની સાથે કેટલું ખરાબ વીત્યું હશે..?? જેને કારણે તેની આ દશા થઈ છે..!! વગેરે પ્રશ્નો ઈશાનને મૂંઝવી રહ્યા હતા.


સાંજ પડતાં સ્ટોર બંધ કરવાનો સમય થતાં જ અર્ચના અપેક્ષાને લેવા માટે આવી ગઈ હતી. નાના બાળકને શીખવાડવામાં આવે તેમ અર્ચનાએ અપેક્ષાને ઈશાનને " બાય " કહેવા માટે સમજાવ્યું.


અપેક્ષાએ હાથ હલાવીને ઈશાનને "બાય" કહ્યું અને અર્ચના અને અપેક્ષા બંને નીકળી ગયા.


ઈશાન પણ જાણે એકલો પડી ગયો હોય તેમ બે મિનિટ થંભી ગયો અને ચૂપચાપ બસ અપેક્ષાને વિદાય થતી જોઈ રહ્યો અને પછી સ્ટોર બંધ કરીને ઘર તરફ રવાના થયો.


મમ્મી-પપ્પા સાથે બેસીને જમવાનું જમ્યા પછી ઈશાન પોતાની રૂમમાં સૂઈ જવા માટે ગયો પણ આજે નીંદર રાણી તેનાથી રીસાઈ ગયા હોય તેમ તેને ઊંઘ આવતી જ ન હતી અને આખીયે રાત બસ અપેક્ષાના વિચાર જ આવ્યા કરતા હતા.


આ બાજુ અર્ચના પણ અપેક્ષાને પૂછી રહી હતી કે, તેને ઈશાનના સ્ટોરમાં ઈશાન સાથે કામ કરવાની મજા આવી કે નહીં..?? અને અર્ચનાએ અપેક્ષાની સામે નજર કરી તો તેણે "હા" ભણીને પોતાનું માથું ધુણાવ્યું અને અર્ચના જાણે આખુંય જગ જીતી હોય તેટલો આનંદ અને હાંશકારો તેણે મનોમન અનુભવ્યો અને ભગવાનને થેંક્યું કહેતી હોય તેમ ઉપરની દિશામાં જોઈને મનમાં જ થેંક્યું બોલી ગઈ.


અક્ષત અર્ચના અને અપેક્ષાની રાહ જોઈને ડાઈનીંગ ટેબલ ઉપર જ બેઠો હતો. અપેક્ષાને જોતાંજ અક્ષતે અર્ચનાની સામે જોઈને ઈશારામાં, " એવરીથીગ ઈઝ ઓકે.. " તેમ પૂછ્યું અને અર્ચનાના મુખ ઉપર શાંતિનો અહેસાસ જણાતાં અક્ષત સમજી ગયો હતો કે બધું બરાબર છે. અર્ચનાએ હાથ મોં ધોયાં અને અપેક્ષાને તેમ કરવા જણાવ્યું. અને બધા ડાઈનીંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાઈ ગયાં.


અક્ષતે જમતાં જમતાં અપેક્ષાને માથે હાથ ફેરવ્યો અને તેને પૂછ્યું કે, "અપુ તને ઈશાન સાથે તેના સ્ટોર ઉપર કામ કરવાનું ફાવે તો છે ને..??"


અને જવાબ નહીં આપવા ટેવાયેલી અપેક્ષાએ કોઈ જવાબ ન આપ્યો પરંતુ તેને બદલે અર્ચના બોલી ઉઠી કે, " હા, અપુને તો બહુ સરસ ફાવે છે, હું ગઈ ત્યારે તો તે સ્ટોરનો સામાન ગોઠવવામાં ઈશાનની હેલ્પ કરી રહી હતી. "


અક્ષતને તેમજ અર્ચનાને બંનેને હવે એક આશાનું કિરણ નજરે પડી રહ્યું હતું અને તે હતો ઈશાન. જમ્યા પછી અક્ષતે ઈશાનને અપેક્ષા વિશે થોડી વાતચીત કરવા માટે ફોન કર્યો.


ઈશાન અપેક્ષાની ગંભીર હાલત વિશે જ વિચારી રહ્યો હતો અને એકાએક સેલ ફોનની રીંગ વાગતાં જ ચોંકી ઉઠ્યો અને સામે કોણ છે..?? વિચાર્યા વગર જ તરત તેણે ફોન ઉઠાવી લીધો અને અપેક્ષાની પરિસ્થિતિને લીધે અકળાઈ ગયેલો તે જરા અકળાઈને જ બોલી ઉઠ્યો.


" હલ્લો... "


અક્ષત: અક્ષત હીયર
ઈશાન: બોલ, અક્ષત
અક્ષત: અપેક્ષા આખો દિવસ તારી સાથે રહી તો કેવું લાગે છે..?? તે ઓકે તો થઈ જશે ને..??
ઈશાન: હા, મને એવું લાગે છે કે જો રેગ્યુલર તે મારા સ્ટોર ઉપર આવશે તો ધીમે ધીમે બિલકુલ બરાબર થઈ જશે.
અક્ષત: ઓકે થેંક્યું યાર, હું બહુ ચિંતિત છું તેને લઈને..
ઈશાન: તું હવે અપેક્ષાની ચિંતા મારી ઉપર છોડી દે, તેને ઓકે કરવાની જવાબદારી મારી..
અક્ષત: ઓકે ડિયર..
ઈશાન: બોલ બીજું કંઈ..
અક્ષત: ના, બસ બીજું કંઈ નહીં, મળીએ પછી.બાય
ઈશાન: ઓકે બાય.
અને બંનેએ ફોન મૂક્યો.
પણ ઈશાનનું મન અપેક્ષાની વાતમાં અટકેલું હતું. તે વિચારતો હતો કે આટલી હદ સુધીના નાલાયક છોકરાઓ પણ હોઈ શકે છે જે આવી માસુમ છોકરીઓને ફસાવીને પોતાની હવસનો શિકાર બનાવીને પછી છોડી દે છે. ધિક્કાર છે આવા છોકરાઓને...અને વિચારતાં વિચારતાં ક્યારે તેને ઊંઘ આવી ગઈ તેની તેને ખબર જ ન પડી અને સવાર સવારમાં મમ્મીએ દરવાજો ખખડાવ્યો, " ઈશાન, ઉઠ બેટા. " ત્યારે તેની આંખ ખુલી અને સ્ટોર ખોલવા માટે રેડી થતાં થતાં વિચારવા લાગ્યો કે, " અપેક્ષા આજે સ્ટોર ઉપર આવશે તો ખરીને..?? "
અપેક્ષા ઈશાનના સ્ટોર ઉપર આવે છે કે નહીં..?? વાંચો આગળના પ્રકરણમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/4/2021

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 1 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

pratik

pratik 4 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા