ધૂપ-છાઁવ - 67 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 67

પોતાનું ઘર આવતાં જ અપેક્ષા કારમાંથી નીચે ઉતરે છે અને હજી તો પોતાનો સામાન કારમાંથી કાઢવા માટે જાય તે પહેલાં તો તેના સેલફોનમાં રીંગ વાગે છે તે ઉપાડે છે પરંતુ સામેથી કંઈજ રિપ્લાય આવતો નથી...કોનો ફોન હશે અપેક્ષાના સેલફોનમાં ? કે પછી ભૂલથી જ કોઈએ લગાવી દીધો હશે કે ઈરાદા પૂર્વક કોઈએ કર્યો હશે...?? કંઈ સમજાતું નથી..!!


અપેક્ષાની ખૂબજ ખરાબ હાલતમાં તેને ઈન્ડિયાથી યુ એસ એ મોકલવામાં આવી હતી અને આજે તે બિલકુલ સ્વસ્થ સાજી-સમી એક ફોરેઈન રીટર્ન કોલેજીયન યુવતી લાગી રહી હતી તેની આભા ઉડીને આંખે વળગે તેવી હતી તેને કોઈની પણ નજર લાગી જાય તેવી તે લાગી રહી હતી તેની પર્સનાલિટી કોઈને પણ આકર્ષીત કરી લે તેવી હતી.


પોતાની લાડલી દીકરીને આટલા બધા સમય બાદ જોઈને તેની માં લક્ષ્મી હરખપદુડી થઈ ગઈ હતી તેની ખુશી આજે તેના દિલમાં સમાય તેમ નહોતી તે પાણીનો લોટો ભરીને આવીને ક્યારની વાટ જોતી બારણે એકીટશે નજર નાંખીને જ બેઠી હતી અપેક્ષાને આવતી જોઈને તરત જ પાણીનો લોટો લઈને આગળ વધી અને અપેક્ષાને બારણામાં જ રોકી લીધી અને પોતાના સાડલાના પાલવ તળે લોટો રાખીને અપેક્ષાની નજર ઉતારવા લાગી તેને આમ નજર ઉતારતાં જોઈને અપેક્ષાએ કમેન્ટ કરી કે, " શું માં તું પણ જુનવાણી રિવાજો જેવું કરે છે..!" અને લક્ષ્મી તરતજ હરખાઈને પોતાની દીકરી અપેક્ષાને જવાબ આપવા લાગી કે, " એ બધું તને ખબર ન પડે બેટા જે જુનવાણી રિવાજો આપણાં પૂર્વજો મૂકીને ગયા છે તે બરાબર જ છે તારી ઉપર રસ્તામાં કોઈની ખરાબ દ્રષ્ટિ થઈ હોય તને કોઈની નજર લાગી ગઈ હોય તો તે ઉતારવી જ પડે...અને લક્ષ્મી લોટો રસોડામાં ઉંધો વાળીને આવે છે અને પછી પોતાની લાડલીના ઓવારણાં લે છે અને તેને ઘરમાં મીઠો આવકારો આપે છે.


અપેક્ષા પોતાની માંને ભેટી પડે છે અને તેની આંખમાં આંસુ આવી જાય છે. " તું ખૂબ સુકાઈ ગઈ છે માં.." એટલું બોલતાં બોલતાં અપેક્ષાના ગળામાં ડૂમો ભરાઈ જાય છે. તેને આમ રડતી જોઈને લક્ષ્મીની આંખમાં પણ આંસુ આવી જાય છે. " તમે બેય મારા દિકરાઓ હવે મારાથી આઘે વસ્યા એટલે હું એકલી પડી ગઈ બેટા..એટલે થોડું લાગી આવે પણ બેય ખૂબ સુખી છો એટલે મારા જીવને શાંતિ બેટા.."


"આ વખતે તો હું તને મારી સાથે લઈને જ જવાની છું.." અપેક્ષા અને લક્ષ્મીની મીઠી પ્રેમભરી વાતો ક્યારની સાંભળી રહેલી અપેક્ષાની ફ્રેન્ડ સુમન વચ્ચે જ બોલી ઉઠે છે કે, " હવે માં દીકરીની વાતો પૂરી થઈ હોય તો હું રજા લઉં મારે મોડું થાય છે..? "


લક્ષ્મી: બેટા, આ અપેક્ષા માટે તેને ભાવતાં ગરમ ગરમ ઈડલી સંભાર બનાવીને રાખ્યા છે તું પણ થોડું ખાઈને જ જા...


સુમન: ઓકે આન્ટી, મને પણ તમારા હાથના ઈડલી સંભાર ખૂબ ભાવે છે.


અને બધા સાથે બ્રેકફાસ્ટ કરવા માટે બેસે છે. થોડીવાર પછી અપેક્ષા પોતાના રૂમમાં આરામ કરવા માટે જાય છે અને ફરીથી તેના સેલફોનમાં રીંગ વાગે છે તે ઉપાડવા જાય તે પહેલાં તો ફોન કટ થઈ જાય છે. હવે અપેક્ષાથી રહેવાતું નથી તે ટ્રુકોલર ખોલીને જુએ છે તો કોઈ અજાણ્યું નામ લખાઈને આવે છે તે કંઈ સમજી શકતી નથી અને સામેથી તેને ફોન કરવાનો પ્રયત્ન કરે છે તો ફોન સ્વીચ ઓફ આવે છે...તે વિચારે ચઢી જાય છે કે હજુ તો મેં અહીં ઈન્ડિયામાં પગ જ મૂક્યો છે અને આ રીતે કોઈ મને ભૂલથી ફોન કરી રહ્યું છે કે જાણી જોઈને કોઈ મને હેરાન કરવાની કોશિશ કરી રહ્યું છે અને કોઈ હેરાન જ કરી રહ્યું છે તો કોણ હશે એ ?? બે મિનિટ માટે તે વિચારે ચઢી જાય છે અને એટલામાં તેને પોતાનો ઈશાન યાદ આવે છે એટલે તે ઈશાનને મેસેજ કરે છે કે, " હું શાંતિથી પહોંચી ગઈ છું. મારી ચિંતા કરીશ નહીં. આઈ મીસ યુ સો મચ એન્ડ આઈ લવ યુ સો...સો..મચ... " અને ઈશાન યાદ આવતાં જ તેનાં ચહેરા ઉપર એક અનેરું સ્મિત છવાઈ જાય છે અને પોતાને આટલો બધો સમજુ જીવનસાથી મળ્યાનું સુકૂન તેના ગોરા રૂપાળા ચહેરા ઉપર તરી આવે છે.


અપેક્ષાએ ઈન્ડિયામાં પગ મૂક્યો ત્યારથી કદાચ કોઈ તેનો પીછો કરી રહ્યું હોય તેમ લાગે છે...કોણ છે જે અપેક્ષાને આ રીતે ફોન કરીને હેરાન કરે છે..??


જોઈએ આપણે આગળના ભાગમાં....


~ જસ્મીના શાહ'જસ્મીન'


દહેગામ


12/7/22


રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 અઠવાડિયા પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા

Usha Patel

Usha Patel 7 માસ પહેલા

Neepa

Neepa 9 માસ પહેલા