ધૂપ-છાઁવ - 48 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 48

ઈશાને પણ નમીતાને છાતી સરસી ચાંપી લીધી અને તેને કીસ કરવા લાગ્યો વર્ષો પછી પોતાનું કોઈ ખોવાઈ ગયેલું પાછું મળ્યું હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો.

અપેક્ષા તો જાણે સૂનમૂન થઈ ગઈ હતી. શું કરવું ? શું બોલવું ? તેની કંઈજ સમજમાં આવતું ન હતું. તેની વાચા મૌન બનીને ઈશાન અને નમીતા, બે સાચા પ્રેમીઓના દર્દભર્યા મિલનને જોતી જ રહી ગઈ...!!

એટલામાં ઈશાન આવી ગયો છે તેવી જાણ થતાં જ નમીતાના ડૉક્ટરે ઈશાનને પોતાની કેબિનમાં બોલાવ્યો અને એક ક્રીટીકલ કેસનું સચોટ અને પોઝીટીવ સોલ્યુશન મળ્યાં પછી તેમનાં ચહેરા ઉપર જે સંતોષ અને ખુશીના ભાવ હતાં તે સાથે તેમણે ઈશાનને નમીતાની વાત કરવાની શરૂઆત કરતાં કહ્યું કે, " તમે અને હું ખૂબ નસીબદાર છીએ અને નમીતાની ઉપર ઈશ્વરની મહેરબાની છે તો નમીતાના કેસમાં આપણને પોઝીટીવ રિઝલ્ટ જોવા મળ્યું છે.

મેં ખૂબજ વાંચન કરીને નમીતા જેવા કેસ માટે અભ્યાસ કરીને તેને એક એવી દવા આપવાનું શરૂ કરી જે મેં જાતે જ બનાવી હતી અને આ દવા આપવાથી નમીતાના કેસમાં ધીમે ધીમે સુધારો આવતો ગયો અને થોડા સમયમાં તો નમીતા બિલકુલ નોર્મલ થઈ ગઈ.

હવે મિ.ઈશાન તમે નમીતાને ઘરે લઈ જઈ શકો છો પરંતુ તમારે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે, તેને જે બાબતથી આવી ગંભીર તકલીફ ઉભી થઈ હતી તેવી કોઈ પણ વાત કે કોઈ પણ બાબત જે તેના મન ઉપર ઊંડી અસર પાડી જાય તેવું ફરીથી તેની સાથે કંઈજ બનવું ન જોઈએ નહીં તો તે ફરીથી કોમામાં જઈ શકે છે અથવા તો પોતાના મગજ ઉપરનું સંતુલન ગુમાવી શકે છે માટે ટેક કેર ઓફ હર, ઓલ ધ બેસ્ટ અને તમે હવે નમીતાને તમારી સાથે લઈ જઈ શકો છો. "

ઈશાને પોતાની મોમને ફોન કરીને નમીતાને હવે બિલકુલ ઓકે છે અને તે તેને પોતાના ઘરે લઈને આવી રહ્યો છે તેમ જણાવી દીધું.

હવે ઈશાન માટે તો પોતાના જીવનની સૌથી અઘરી અને વિકટ પરિક્ષા ચાલુ થઈ હતી. હવે તે એક ગજબ પ્રકારની ધ્વીધામાં મૂકાઈ ગયો હતો. નમીતાને સારું થઈ ગયું તે ખુશીની વાત હતી તો પોતે હવે અપેક્ષાને પોતાનું દિલ દઈ બેઠો છે અને તેની સાથે સપ્તપદીના સાત ફેરા ફરવાની કસમ ખાધી છે તે વાતનું શું ?

હવે આ અસમંજસમાંથી બહાર આવવું તેને માટે ખૂબ અઘરું હતું. બસ આમ વિચારતો વિચારતો તે નમીતાના રૂમમાં ગયો અને નમીતાને તેણે જણાવ્યું કે, " તને હવે બિલકુલ સારું છે ડૉક્ટર સાહેબે આપણને ઘરે જવા માટે છૂટ આપી દીધી છે તો ચાલ આપણે મારા ઘરે જવાનું છે. "

ઈશાને નમીતાને પોતાના ઘરે લઈ જવા માટે કહ્યું તો નમીતા વિચારવા લાગી કે મારે મારા ઘરે નહીં જવાનું ? અને તેણે ઈશાનને પૂછી પણ લીધું કે, કેમ મને તારા ઘરે લઈ જાય છે ? મારે તો મારા ઘરે જ જવું છે, તું મને મારા ઘરે જ લઈ જા. ત્યારે ઈશાન તેને સમજાવે છે કે તારું ઘર બરાબર મેન્ટેઈન રહે માટે મેં તેને રેન્ટ ઉપર આપેલું છે હવે આપણે તે ખાલી કરાવી દઈશું પછી તું ત્યાં જ રહેજે અત્યારે તારે મારી સાથે મારા ઘરે જ આવવાનું છે અને નમીતા થોડી હાંશ અનુભવે છે.

ઈશાન નમીતાને લઈને હોસ્પિટલમાંથી બહાર નીકળે છે અને ત્યાં જ અપેક્ષા ઈશાનની રાહ જોતી ઉભી છે.

નમીતા પોતે કંઈક અલગ જ દુનિયામાં આવી ગઈ હોય તેવું તેને લાગે છે અને જાણે તેને કોઈનો ડર લાગતો હોય તેમ તે જોરથી ઈશાનનો હાથ જરા દબાવીને ફીટ પકડી લે છે કે મને જાણે કોઈ અહીંથી ઉપાડી ન જાય..!!

ઈશાન પણ તેના હાથને પ્રેમથી સ્પર્શ કરીને ખાતરી અપાવે છે કે, ચિંતા ન કર હું હરપળ તારી સાથે જ છું...!!

બંને ઈશાનની કારમાં ગોઠવાઈ જાય છે અને પાછળની સીટ ઉપર અપેક્ષા બેસી જાય છે.

અપેક્ષાને જોઈને તરતજ નમીતા સ્વાભાવિકપણે જ તેના વિશે ઈશાનને પૂછે છે...??
હવે ઈશાન અપેક્ષા વિશે નમીતાને શું જવાબ આપે છે જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/12/2021