ધૂપ-છાઁવ - 42 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 42

અક્ષત: અપેક્ષા બરાબર સેવા કરજે ઈશાનની એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને થોડી મારા વતી પણ કરજે અને તેને થોડો હેરાન પણ કરજે મારા વતી સારો ચાન્સ મળ્યો છે તેને હેરાન કરવાનો અને ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા.

ઈશાન: એ હેરાન કરવા વાળા અહીં આય તારી વાત છે. મારે તને એક વાત પણ પૂછવાની છે.

અક્ષત: બોલને યાર શું છે ?

ઈશાન: કંઈનઈ કંઈનઈ, એ તો પછી અત્યારે તું નીકળ તારે લેઈટ થતું હશે.

અને આખુંય વાતાવરણ હસતું મૂકીને અક્ષત પોતાના કામે જવા નીકળી ગયો અને ઈશાનને એક બેસ્ટ ફ્રેન્ડ મળ્યાની અનુભૂતિ કરાવતો ગયો. જે દુઃખ હળવું કરી આપે તેનું નામ સાચો મિત્ર....

અપેક્ષા: ઈશાન, તું અક્ષત પાસે મારો હાથ માંગી શકીશ તને અક્ષતનો ડર તો નહીં લાગે ને ?

ઈશાન: ના ના, એમાં ડર શાનો ? પ્યાર કીયા તો ડરના ક્યા ? અને અક્ષત મને બહુ સારી રીતે ઓળખે છે કે હું તેની બહેનને ખૂબજ સારી રીતે રાખીશ, મારા જીવ કરતાં પણ તેને વધારે સાચવીશ.

અપેક્ષા: અચ્છા તો એવું છે. જનાબ થોડા ઓવર કોન્ફીડન્સમાં જ છે એમ ને ?

ઈશાન: મેડમ, મારો જે કોન્ફીડન્સ છે તે સાચો છે ઓવર નથી ઓકે ?

અપેક્ષા: ઓકે, તું અક્ષતને શું કહીશ અને કઈરીતે મારો હાથ માંગીશ એ તો કહે ?

અક્ષત: પહેલા તો અક્ષતને અને તને સ્વીટ બહુ ભાવે છે એટલે હું જ્યારે તારા ઘરે તારો હાથ માંગવા આવીશ ત્યારે તારા માટે તેમજ અક્ષત માટે સ્વીટ લઈને આવીશ. બોલ સ્વીટમાં શું લાવું તમારા બંને માટે ?

અપેક્ષા: ઓકે એટલે તારો પ્લાન સારો છે ઈમોશનલી બ્લેકમેઇલ કરવાનો.

ઈશાન: ઓકે તું ના પાડતી હોય તો ન લઈને આવું બોલ ?

અપેક્ષા: અરે મજાક કરું છું બાબા શું આટલું સીરિયસ લઈ લે છે.

ઈશાન: હા તો શું લઈને આવું તે તો કહે.
અક્ષત: કાજુકતરી જ ને વળી ભાઈની ફેવરિટ.
ઈશાન: ઓકે, બોલ બીજું કંઈ ?

અપેક્ષા: ના, બીજું કંઈ નઈ. ઓકે ચલ પહેલા મીઠાઈ આપીશ પછી બીજું શું કરીશ ?
ઈશાન: પછી થોડીક વાર તો બધી આડી અવળી વાતો ચાલશે પછી હું ધીમે રહીને અક્ષતને તારા લગ્ન માટે પ્રશ્ન પૂછીશ.

અપેક્ષા: અને અક્ષત કંઈ આડો અવળો જવાબ આપીને વાતને ટાળી દે તો ?

ઈશાન: જો એવું થશે તો હું અક્ષતની સામે મારો હાથ ફેલાવીશ અને તેની પાસેથી તને માંગીશ.

અપેક્ષા: અને તે ના પાડે તો ?

ઈશાન: એ ના નહિ પાડે.

અપેક્ષા: તને એવો પાક્કો વિશ્વાસ છે કે એ ના નહીં જ પાડે.

ઈશાન: હા, મને મારી જાત ઉપર અને મારા ભગવાન ઉપર પણ પૂરેપૂરો વિશ્વાસ છે કે અક્ષત પ્રેમથી તારો હાથ મારા હાથમાં સોંપશે.

અપેક્ષા: અને એવું ન થાય તો ?

ઈશાન: તો હું તને ભગાડીને લઈ જઈશ પણ મારી તો તને બનાવીને જ રહીશ.

અને એટલામાં ઈશાનના સેલફોનમાં રીંગ વાગે છે એટલે અપેક્ષા ફોન ઉપાડે છે.

ફોન ઉપર ઈશાનની મોમ હોય છે જે ઈશાનને હોસ્પિટલમાં આવવા માટે પૂછે છે પરંતુ અપેક્ષા ચોવીસ કલાક ઈશાનની સેવામાં ખડેપગે ઉભી છે અને ઈશાન તેને અત્યારે પોતાનાથી જરા પણ દૂર કરવા ઈચ્છતો નથી તેથી ઈશાન મોમને હોસ્પિટલમાં ન આવવા જણાવે છે.

અપેક્ષા ફોન લઈને ઈશાનની નજીક જાય છે એટલે ઈશાન તેને પોતાની વધુ નજીક ખેંચી લે છે અને કહે છે કે, તું અહીં આવ તો મારે તને એક વાત કહેવી છે.

અપેક્ષા: હા બોલ

ઈશાન: તેને ગાલ ઉપર ચુંબન કરે છે અને આઈ લવ યુ માય ડિયર કહે છે.

અપેક્ષા પણ પોતાના પ્રેમનો એકરાર કરતાં " આઈ લવ યુ માય ડિયર ઈશુ " કહે છે અને બંને એકબીજાનામાં ખોવાઈ જાય છે....
ક્રમશઃ

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/10/2021