ધૂપ-છાઁવ - 57 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 57

મિ.સ્મિથ કોઈ તરકીબ વિચારી રહ્યા હતા અને મીસ જેની તેમને ડિસ્ટર્બ કરી રહી હતી કે, " સર હવે શું કરીશું ? આપણે કઈરીતે આ લોકોને પકડીશું ? અને મિ.સ્મિથ મીસ જેની ઉપર ગરમ થઈ ગયા કે, " શાંતિ રાખને મને જરા વિચારવાનો સમય તો આપ દરેક પ્રશ્નનો કોઈ ને કોઈ જવાબ હોય જ છે નક્કી કોઈ ક્લૂ મળી જશે. " અને મિ.સ્મિથ ફરીથી પાછા પોતાના વિચારોમાં ખોવાઈ ગયા.

એટલામાં તેમને એક વિચાર એવો આવ્યો કે, આ કેસમાં ડોગની મદદ લેવી યોગ્ય રહેશે આ તરકીબ હું અજમાવી જોવું અને તેમણે પોતે પાળેલો હટ્ટોકટ્ટો બ્રુઝોની મદદ લેવાનું નક્કી કર્યું. હાઈટ બોડીવાળો બ્રુઝો એવો દેખાતો હતો કે કોઈને પણ તેને જોઈને જ ડર લાગી જાય.

મિ.સ્મિથ અને મીસ જેની બ્રુઝોને લઈને નમીતાના ઘરે ગયા અને બ્રુઝો નમીતાના ઘરમાં રઘવાયો થઈને ગોળ ગોળ ફરવા લાગ્યો અને પછી એકદમ દોડીને ઘરની બહાર નીકળી ગયો તેને ગળે બાંધેલો બેલ્ટ મિ.સ્મિથના હાથમાં હતો મિ.સ્મિથ પણ તેની પાછળ પાછળ બહાર દોડ્યા અને મીસ જેનીને ઘર લોક કરવાનું તેમણે જણાવ્યું અને તે પણ પછી સર વેઈટ, સર વેઈટ આઈ એમ કમીંગ... બોલતી ગઈ અને મિ.સ્મિથની પાછળ દોડતી ગઈ.

ડોગ તેમને બંનેને ઘણે દૂર સુધી લઈ ગયું પરંતુ પછી તે રસ્તામાં જ ઉભું રહી ગયું અને એટલી જ જગ્યામાં ગોળ ગોળ ફરવા લાગ્યું જ્યાં ફક્ત રસ્તો જ હતો આગળ પાછળ બીજું કંઈ જ ન હતું. મિ.સ્મિથ ડોગને પૂછી રહ્યા હતા કે, "વોટ હેપન બ્રુઝો ? તું કેમ અટકી ગયો અહીંયા ? પણ બ્રુઝોને આગળનો કોઈ જ રસ્તો મળતો ન હતો અને તે ફક્ત એટલામાં જ ફર્યા કરતુ હતું મિ.સ્મિથ થોડીકવાર ત્યાં રોકાઈ ગયા કે બ્રુઝો કંઈ રીએક્ટ કરી શકે છે પણ તે નાકામિયાબ રહ્યું છેવટે મિ.સ્મિથની આ તરકીબ પણ નાકામિયાબ રહી. હવે શું કરવું તેમ તે વિચારવા લાગ્યા અને મીસ જેની બબડી રહી હતી કે, સર હવે તો ફરીથી ઈશાન ઉપર શેમના માણસનો ફોન આવે ત્યાં સુધી આપણે રાહ જ જોવી રહી અને આ વખતે મિ.સ્મિથને જેનીની વાત સાચી લાગી એટલે તે બોલ્યા કે, " યુ આર રાઈટ જેની, વી આર વેઈટીંગ ફોર ધ નેક્સ્ટ કોલ " અને મિ.સ્મિથે તેમનો એક હાથ બીજા હાથ જોડે ગુસ્સાથી પછાડ્યો.

બરાબર ચોવીસ કલાક પછી ફરીથી ઈશાનના સેલફોનમાં કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો અને તે શેમના માણસનો જ ફોન હતો પહેલા જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો તેના કરતાં આ કોઈ બીજા જ નંબર ઉપરથી ફોન આવ્યો હતો આ વખતે તેણે કેસ પાછો ખેંચી લેવાની સાથે સાથે ઈશાન પાસે પૈસાની પણ ડીમાન્ડ કરી. આ બધીજ વાતો મિ.સ્મિથ સાંભળી રહ્યા હતા મિ.સ્મિથે ઈશાનને આ માણસ સાથે થોડી વાતચીત વધુ લાંબી ચલાવવા ઈશારો કર્યો જેથી તે કઈ જગ્યાએથી વાત કરી રહ્યો છે તે તાગ મેળવી શકાય. થોડી વાર વાતચીત કર્યા પછી ઈશાને ફોન મૂક્યો અને મિ.સ્મિથે શેમના માણસોને પકડવાનો એક જબરદસ્ત પ્લાન બનાવ્યો.

મિ.સ્મિથે ઈશાનને સમજાવી દીધું કે, હવે ફોન આવે ત્યારે તારે તેમની સાથે થોડી લાંબી વાતચીત જ ચલાવવાની છે જેથી તેમનું એક્ઝેટ લોકેશન પકડાઈ જાય અને હું તે સ્થળ ઉપર પહોંચી શકું અને તેમને પકડી શકું.

થોડી વારમાં જ શેમના માણસોનો ફરીથી ફોન આવ્યો અને તેમણે પચાસ લાખ રૂપિયા રોકડા તેમજ શેમ ઉપર દાખલ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું. પચાસ લાખ રૂપિયા લઈને તેમણે શહેરની બહાર એક નિર્જન સ્થળે ઈશાનને એકલા જ આવવાનું કહ્યું. ઈશાને નમીતાની માંગણી કરી. ઈશાને જણાવ્યું કે, " હું પૈસા લઈને આવીશ પરંતુ તમારે નમીતાને મારે હવાલે કરી દેવી પડશે." પૈસાની લાલચ ભલભલાને ભાન ભુલાવે છે તેમ શેમના માણસો પણ પૈસાની લાલચમાં આવીને નમીતાને ઈશાનને સોંપવા માટે તૈયાર થઈ ગયા. કેસ પાછો ખેંચવા બાબતે ચર્ચા થઈ તો ઈશાને જણાવ્યું કે, હમણાં મારા વકીલ આઉટ ઓફ સ્ટેટ ગયેલા છે જેવા એ હાજર થશે હું કેસ પાછો ખેંચી લઈશ. શેમના માણસોને થયું કે આટલા બધા પૈસા મળે છે તો લઈને આ છોકરીને સોંપી દેવામાં જ મજા છે વધારે સમય પોલીસથી સંતાઈને આને ક્યાં છુપાવીને રાખવી અને તેઓ તૈયાર થઈ ગયા. હવે ડીલ નક્કી થઈ ગઈ હતી. ઈશાને નક્કી કરેલી જગ્યાએ, નક્કી કરેલી રકમ લઈને ઈશાને એકલાએ પહોંચવાનું હતું. હવે આગળ શું થાય છે તે આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/3/22