Dhup-Chhanv - 28 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 28

આપણે પ્રકરણ-27 માં જોયું કે,
અપેક્ષાની તબિયત સારી ન હતી તેથી તે ઈશાનના સ્ટોર ઉપર જઈ ન શકી તો ઈશાનને જાણે તે પોતે એકલો હોય તેવું ફીલ થવા લાગ્યું અને સ્ટોર ઉપર કે બીજા કોઈ પણ કામમાં તેનું મન લાગ્યું નહિ તેમજ તેને અપેક્ષાની કમી વર્તાવા લાગી તેથી તેણે અર્ચનાને ફોન કર્યો અને અપેક્ષાને હવે સારું હોય તો સ્ટોર ઉપર મૂકી જવા માટે રીક્વેસ્ટ કરી.
પરંતુ અર્ચના પોતાના કામમાં થોડી બીઝી હતી તેથી તેણે પોતે મૂકવા નહિ આવી શકે તેમ જણાવ્યું.

ઈશાનને તો ભાવતું'તુ અને વૈદ્યે કીધું હોય તેમ તે અપેક્ષાને લેવા જવા માટે તૈયાર જ હતો. છેલ્લા ઘણાં સમયથી તે અપેક્ષાને પોતાની ન્યુ કારમાં બેસાડી બહાર ફરવા જવા માટે વિચારી રહ્યો હતો, જેથી અપેક્ષા પોતાના દુઃખમાંથી થોડી બહાર આવી શકે અને નોર્મલ થઈ શકે. પરંતુ અપેક્ષા કંઈ બોલતી જ ન હતી તેથી તે પોતાનો વિચાર માંડી વાળતો હતો. પણ આજે આમ અચાનક અપેક્ષાને લેવા જવાનું થયું તો તે ખુશ થઈ ગયો હતો.

ઈશાન પોતાની મમ્મીને સ્ટોર ઉપર બેસાડીને પોતે અપેક્ષાને લેવા જવા માટે ચડે ઘોડે નીકળી ગયો.

પોતાની ન્યૂ પેટીપેક સ્ટીલ ગ્રે કલરની કાર કાઢી ઈશાન અક્ષતના ઘર તરફ જવા માટે નીકળી ગયો અને અક્ષતના ઘર પાસે આવી પહોંચ્યો.

ઘર લૉક હતું તેથી તેણે ડોરબેલ વગાડ્યો, ઘરમાં અપેક્ષા એકલી જ હતી, લાઈટ પીંક કલરની રેેશમી નાઈટીમાં બ્યુટીક્વીન જેવી લાગતી શાંત અને ધીર ગંભીર અને ઉદાસ ચહેરે અપેક્ષાએ એક જ મિનિટમાં બારણું ખોલ્યું તો સામે ઈશાન હતો.

ઈશાનને જોતાંજ તેનાં ચહેરા ઉપર સ્માઈલ આવી ગયું અને તે પોતાના ઊંડા વિચારોમાંથી બહાર આવી ગઈ. પરંતુ ઈશાનને આમ અચાનક અંહી પોતાના ઘરે જોઈને અપેક્ષા એકદમ વિચારમાં પડી ગઈ અને હંમેશાં મૌન રહેતી અપેક્ષાથી બોલાઈ ગયું કે, "કેમ અહીંયા..??"

અને ઈશાનને તો ચારસો ચાલીસ વૉલ્ટનો કરંટ લાગ્યો હોય તેવો ઝાટકો લાગ્યો અને તે એકીટસે અપેક્ષાની સામે જ તાકી રહ્યો કે આ એ જ અપેક્ષા છે જેની આગળ હું માથા પછાડું છું તો પણ તે બોલતી નથી.

અરે, હું તો એમ જ સમજી બેઠેલો કે આ મૂંગી હશે, " ઑહ માય ગૉડ... આઈ કાન્ટ બીલીવ " અને અપેક્ષા તેને તેના વિચારોમાંથી બહાર લાવવા તેણે તેની સામે હાથ રાખીને ચપટી વગાડી અને પછી ફરી તે બોલી, "કમ ઈન સાઈડ, ઈશાન"

અને ઈશાનને તો આજે ચક્કર જ આવી ગયા હતાં, અપેક્ષાની સાથે શું રીએક્ટ કરવું...?? તે જ તેને ખબર પડતી ન હતી.

ગુસ્સો કરવો, નારાજ થવું કે પછી ખુશ થવું. પણ પછી તેણે વિચાર્યું એની વે... હાંશ, આ છોકરી મોંમાંથી કંઈક બોલી તો ખરી...!!
અને એક અજબ ખુશીના ભાવ સાથે તે અંદર ઘરમાં પ્રવેશ્યો.

અને અપેક્ષાને પૂછવા લાગ્યો કે, "વ્હાય આર યુ નોટ કમીગ એટ ધ સ્ટોર...??"

અને અપેક્ષાએ જવાબ આપ્યો કે, "બસ, થોડી તબિયત ખરાબ હતી."
ઈશાન: નાઉ, આર યુ ઓકે..??
અપેક્ષા: નો, નોટ શો ગુડ
ઈશાન: પણ, તને થયું છે શું..એ તો કહે...??
અપેક્ષા: બસ, કંઈ નહીં એ તો આજે મમ્મીનો ફોન આવ્યો હતો મારી ખબર પૂછવા માટે અને બસ થોડી જૂની વાતો યાદ આવી ગઈ એટલે...
ઈશાન: જો અપેક્ષા, હવે તારે એ બધી જૂની વાતો અને જૂની યાદોને હંમેશ માટે ભૂલવી જ પડશે અને તો જ તું તારી આ નવી જિંદગી શાંતિથી અને સારી રીતે જીવી શકીશ નહીં તો એનાં એ જ જૂના ખયાલોમાં ખોવાયેલી રહીશ તો તારી તબિયત વધારે ને વધારે બગડતી જશે અને તું આમ ગુમસુમ રહીશ તો તેનું પરિણામ ખૂબજ ખરાબ આવશે અને અક્ષત, અક્ષતનો તો વિચાર કર....

અને અપેક્ષા ઈશાનના ખભા ઉપર ઢળી પડી અને ખૂબજ રડવા લાગી....

ઈશાન અપેક્ષાને શું સમજાવે છે અને ભૂતકાળમાંથી વર્તમાન તરફ કઈરીતે પાછી લાવે છે...?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ.


~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

14/5/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED