Dhup-Chhanv - 61 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 61

અર્ચનાએ અક્ષતની સામે જોયું અને બે મિનિટ તેને ચૂપ રહેવા ઈશારો કર્યો....
એક સ્ત્રીની વેદના એક સ્ત્રી કરતાં વધારે બીજું કોણ સમજી શકે ?
(ભાભી મળજો તો અર્ચના જેવી....)
અને બધાજ એકદમ ચૂપ થઈ ગયા... વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ... અર્ચના અપેક્ષાને સાંત્વના આપતી રહી અને પોતાની બોડી લેન્ગવેજથી એમ સમજાવતી રહી કે, તું લેશ માત્ર ફીકર ન કરીશ તને જે ગમશે તે જ થશે...!!
આમ, ઈશાન, "હું, અપેક્ષા સાથે જ લગ્ન કરીશ" તેમ ખાતરી આપીને ત્યાંથી નીકળી ગયો અને પોતાના સ્ટોર ઉપર ગયો. ત્યાં જઈને તે વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું ?
જો અક્ષતના કહેવા પ્રમાણે નમીતાને
છોડી દઉં તો હું મારી ફરજ ચુકી જવું છું અને જો નમીતાનું ધ્યાન વધારે રાખું છું તો અક્ષત અને અપેક્ષાને દુઃખ થાય છે, હે ભગવાન કંઈક રસ્તો બતાવ મને...
ઈશાન મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો.

આ બાજુ નમીતા ઊંઘમાંથી ઉઠી એટલે થોડું તોફાન કરવા લાગી અને પાછી પોતાના ઘરે જવા માટેની જીદ કરવા લાગી. ઈશાનની મોમે ઈશાનને ફોન કરીને ઘરે બોલાવ્યો. ઘરે જઈને ઈશાને નમીતાને થોડી શાંત પાડી અને તે તેને તેના પોતાના ઘરે લઈ જશે તેવી પ્રોમિસ આપી.

ઈશાને હવે નમીતાને તેના ઘરે મોકલવાનું નક્કી કરી દીધું જેથી અક્ષત અને અપેક્ષાને પણ થોડી શાંતિ થાય. તેણે નમીતાની કાળજી લે તેવી ચાળીસેક વર્ષની એક લેડી મિસ ડીસોઝા શોધી કાઢી જે તેની ટેક કેર કરે અને તેની સાથે ચોવીસ કલાક તેના ઘરે રહે.
ઈશાન નમીતાને તેના ઘરે મૂકી આવ્યો અને શાંતિથી આ લેડી મિસ ડીસોઝા સાથે તેને આ ઘરમાં રહેવાનું છે તેમ પણ તેને સમજાવતો આવ્યો.

એક દિવસ તો એમ શાંતિથી પસાર થઈ ગયો પરંતુ બીજે દિવસે સવારથી જ નમીતાએ તો તોફાન કરવાનું શરૂ કરી દીધું. મિસ ડીસોઝાની તે એકપણ વાત સાંભળતી નહીં અને મિસ ડીસોઝા વધારે પડતું તેને સમજાવવા જાય એટલે જે વસ્તુ હાથમાં આવે તે છુટ્ટી હાથમાં લઈને તેની ઉપર ઘા કરવા લાગી. તેણે મિસ ડીસોઝાની ઉપર પોતાની બાજુમાં રહેલી ફુલદાની છુટ્ટી ફેંકી જે મિસ ડીસોઝાને માથામાં વાગી અને તે લોહીલુહાણ થઈ ગઈ.

મિસ ડીસોઝા ગભરાઈ ગઈ તેણે પોતાના માથામાં જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં પોતાનો હાથ દબાવી દીધો અને પોતે નમીતાને ઘરમાં પૂરીને ઘરની બહાર નીકળી ગઈ અને ડૉક્ટર પાસે જવા માટે નીકળી ગઈ. રસ્તામાંથી તેણે ઈશાનને ફોન કરીને આ બધીજ વાત જણાવી અને પોતે હવે આવી પાગલ વ્યક્તિ સાથે રહેવા માટે તૈયાર નથી તેમ પણ તેણે જણાવી દીધું.

ઈશાન માટે એક નવો પ્રોબ્લેમ ઉભો થયો. નમીતા આગળ કોઈ બીજું સ્ટેપ ભરે તે પહેલા તે નમીતાના ઘરે જવા માટે નીકળી ગયો. પરંતુ તે નમીતાને ઘરે પહોંચે તે પહેલા તો નમીતાએ આખાયે ઘરમાં ખૂબજ તોડફોડ કરી દીધી હતી અને ખૂબજ ગુસ્સાથી તે બારણું ખોલાવવા માટે બારણું પછાડી રહી હતી.

ઈશાને પોતાની પાસે રહેલી બીજી ચાવીથી બારણું ખોલ્યું તો નમીતા ખૂબજ ગુસ્સામાં હતી અને બંને હાથ વડે ઈશાનને મારવા લાગી અને એમ કહેવા લાગી કે મને ઘરમાં કેમ પૂરી દીધી છે ?

નમીતાના આ પ્રશ્નનો ઈશાન પાસે કોઈ જવાબ ન હતો તેણે નમીતાને પાણી પીવડાવ્યું અને થોડી શાંત પાડવાની કોશિશ કરી. પછી ડૉક્ટર સાહેબને ફોન કરીને તે તેને તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યાં હોસ્પિટલમાં લઈ ગયો અને નમીતાને તેના ઘરે લઈ ગયા પછીથી અત્યાર સુધીમાં નમીતા સાથે જે કંઈપણ બન્યું અને નમીતાએ મિસ ડીસોઝા સાથે જે વ્યવહાર કર્યો તે તમામ બાબતો તેણે ડૉક્ટર સાહેબને જણાવી અને નમીતાને અહીં આ હોસ્પિટલમાં જ એડમીટ રાખવા માટે રીક્વેસ્ટ કરી.

હવે શું ડૉક્ટર સાહેબ નમીતાને ફરીથી હોસ્પિટલમાં એડમીટ કરવા માટે તૈયાર થશે ? અક્ષત અપેક્ષાના લગ્ન ઈશાન સાથે જ થાય તે માટે સમય આપી શકશે ? નમીતાને કારણે ઈશાન અને અપેક્ષાની સગાઈ તોડી કાઢવામાં તો નહીં આવેને ? વધુ આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/5/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED