Dhup-Chhanv - 85 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 85

ઈશાન અપેક્ષાને કહી રહ્યો હતો કે, "મને આ જ ક્ષણનો ઈંતજાર હતો કે તું ક્યારે મારા બાળકની "માં" બને થેન્કસ માય ડિયર મને આ ખુશીના સમાચાર આપવા બદલ તું બીલીવ નહીં કરે એટલો બધો હું આજે ખુશ છું. તારું અને મારું બાળક કેવું હશે..!! હું કલ્પના કરી રહ્યો છું. એક નાનકડું બચ્ચું આપણી વચ્ચે હશે..!! જે આપણાં બંનેનો અંશ હશે..ઑહ નો..આઈ ડોન્ટ બીલીવ કે ઉપરવાળાએ આટલી બધી જલ્દી મારી જોળી ખુશીઓથી ભરી દીધી..થેન્કસ માય ડિયર એન્ડ થેન્કસ માય ગોડ.." અને તેણે ફરીથી અપેક્ષાને પ્રેમથી ચૂમી લીધી...
હવે આગળ....
ઈશાન અપેક્ષાને પોતાના જીવ કરતાં પણ વધારે સાચવી રહ્યો હતો ખાવાપીવાથી લઈને તેને દવા આપવી રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવવા માટે લઈ જવી આ બધીજ જવાબદારી તે ખૂબજ પ્રેમથી ઉઠાવી રહ્યો હતો.
એ દિવસે અપેક્ષાની તબિયત સારી નહોતી તેને ખૂબજ વોમિટીંગ થતું હતું. તેણે અપેક્ષાને આખો દિવસ આરામ કરવાનું જ કહ્યું. તેના બાળક અને પેરેન્ટ્સ વિશેના વિચારો કંઈક આવા હતાં. તે કહી રહ્યો હતો કે, "માતા અને પિતા બનવું એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે બાળક એ તો ઈશ્વરે આપણી ઝોળીમાં નાંખેલી એક સુંદર ભેટ છે તેનો સહર્ષ સ્વીકાર કરીને આપણે તેને માટે તૈયાર રહેવાનું છે. એક બાળકની સાથે સાથે એક માતા અને એક પિતાનો પણ જન્મ થાય છે અને તેમનું બાળપણ પાછું આવે છે."
એ દિવસે અપેક્ષાએ આખો દિવસ આરામ કર્યો હતો એટલે રાત્રે તેને ઉંઘ આવતી નહોતી. તે ઈશાનના ખોળામાં માથું મૂકીને બેડ ઉપર આડી પડી હતી અને ઈશાન તેના વાળની લટોને પ્રેમથી પોતાની આંગળીઓ ફેરવીને રમાડી રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે, "મારો દિકરો કે દિકરી જે આવે તે ખૂબજ બહાદુર હશે મારા જેવા અને તેને હું પોલીસ ઓફિસર બનાવવાનો છું એક નિડર પોલીસ ઓફિસર અને તે.."
અપેક્ષાએ તેને વચ્ચે જ બોલતાં અટકાવ્યો અને કહ્યું કે, "તું સપના જોવાના બંધ કર અને હવે સૂઈ જા." બંને શાંતિથી સૂઈ ગયા.
બીજે દિવસે સવારે ઈશાન પોતાના સ્ટોર ઉપર હતો અને તેના સેલફોનમાં ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો કે, "શેમ ઉપર કરેલો કેસ પાછો ખેંચી લે નહીં તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે."
ઈશાન તેમ કોઈનાથી ડરે તેમ નહોતો તેણે જવાબ આપી દીધો કે, "તમારથી થાય તે કરી લો, હું કેસ પાછો ખેંચવાનો નથી." સામેથી ફોન મૂકાઈ ગયો.
એ દિવસે રાત્રે ઈશાન સ્ટોર ઉપરથી ઘરે ન આવ્યો.‌ અપેક્ષાએ તેને ખૂબ ફોન કર્યા પરંતુ એકપણ ફોન તેણે રિસીવ ન કર્યો. અપેક્ષા અને તેના સાસુ સસરા બધા વિચારમાં પડી ગયા અપેક્ષા સ્ટોર ઉપર જવા માટે તૈયાર થઈ પણ ઈશાનના ડેડીએ તેને ના પાડી અને પોતે ગભરાતાં ગભરાતાં સ્ટોર ઉપર પહોંચ્યા. પહેલા થોડીકવાર તે સ્ટોરની બહાર જ ઉભા રહ્યા અને સ્ટોરની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ સ્ટોર ખૂલ્લો જ હતો અને તેની અંદર કોઈ જ દેખાઈ રહ્યું નહોતું તેમને વધુ ડર લાગ્યો અને વધારે ગભરામણ થવા લાગી કે, ઈશાન સ્ટોરમાં કેમ દેખાતો નથી તો પછી તે ક્યાં ગયો? તે ધીમે ધીમે સ્ટોરની નજીક ગયા છતાંપણ અંદર કોઈજ પ્રકારની હિલચાલ નહોતી થતી તે સ્ટોરના પગથિયા સુધી પહોંચી ગયા અને જોયું તો સ્ટોર આખો ખુલ્લો હતો અને સ્ટોરમાં કોઈ જ નહોતું. તે ખૂબજ ડરી ગયા હતા તેમનાં હાથ પગમાં ધ્રુજારી થઈ રહી હતી સ્ટોરમાં અંદર ગયા વગર અંદરનું શું દ્રશ્ય છે તેનો તાગ મેળવવો મુશ્કેલ હતો તે સ્ટોરની અંદર ગયા ત્યાં કોઈ જ નહોતું તેમણે હિંમત કરીને "ઈશાન ઈશાન" બૂમો પાડી પરંતુ તેમની બૂમોનો જવાબ આપવા વાળું પણ ત્યાં કોઈ જ નહોતું હવે તેમને આખાયે શરીરમાં ધ્રુજારી થઈ રહી હતી શું કરવું કંઈજ સમજણ પડતી નહોતી ફરીથી તેમણે ઈશાનને ફોન લગાવ્યો પરંતુ તેણે ફોન ન ઉપાડ્યો. તે કેશ કાઉન્ટર પાસે ગયા અને તેમણે કેશ મૂકવાનું ડ્રોવર ખોલ્યું તે બિલકુલ ખાલી હતું તેમાંથી એક કાગળ નીકળ્યો તેમાં લખેલું હતું કે, "ઈશાનને શોધવાની કોશિશ કરશો નહીં અને હજુપણ જો આ કેસ પાછો નહીં ખેંચાય તો આના કરતાં વધારે ખરાબ પરિણામ ભોગવવાની તૈયારી રાખજો." ઈશાનના ડેડના હાથમાંથી આ કાગળ સરકીને નીચે પડી ગયો તે જાણે પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠાં હતાં એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી તે ફોન ઉપાડીને જવાબ આપી શકે તેવી પણ તેમની પરિસ્થિતિ નહોતી. તે ચૂપચાપ બેસી રહ્યા અને ફોનની રીંગ વાગતી જ રહી બસ વાગતી જ રહી. થોડીવાર પછી એકદમ જાણે ફોનની રીંગ તેમનાં કાને અથડાઈ અને તેમણે ફોન ઉઠાવ્યો સામે અપેક્ષા હતી તે પૂછી રહી હતી કે, "શું થયું ડેડ તમે ફોન કેમ નથી ઉઠાવતાં?"
"તું અહીં આવી જા" એટલું જ તે બોલી શક્યા. તેમનાં અવાજમાં ધ્રુજારી હતી.
અપેક્ષાએ આ વાત પોતાના સાસુને કરી. તે અપેક્ષાને એકલી સ્ટોર ઉપર જવા દેવા માટે તૈયાર નહોતા બંને જણાં સાથે સ્ટોર ઉપર જવા માટે નીકળ્યા.
વધુ આગળના ભાગમાં....
શું ઈશાનનું કીડનેપીંગ થયું હશે કે પછી ખૂન?
અપેક્ષા અને ઈશાનના મોમ ડેડ હવે આગળ શું સ્ટેપ લેશે?
જોઈએ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/12/22

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED