ધૂપ-છાઁવ - 24 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 24

આપણે પ્રકરણ-23 માં જોયું કે
અપેક્ષા પોતાના કામમાં બિલકુલ મશગૂલ થઈ ગઈ હતી. સ્ટોર ગોઠવવામાં ને ગોઠવવામાં આજે પણ આખો દિવસ પૂરો થઈ ગયો હતો પછી ઈશાને અપેક્ષાને સાંજના ડિનર માટે પૂછ્યું અને પોતાને આજે પીઝા ખાવાની ઈચ્છા છે તો "મેકડોનાલ્ડ" માં ઑર્ડર કરીશું..?? તું મને કંપની આપીશને..?? એમ ઈશાને પ્રેમથી અપેક્ષાની સામે જોઈને તેને પૂછ્યું.

અને વિચારવા લાગ્યો કે, "આ મોંમાંથી કંઈક બોલે તો સારું..!!" પણ અપેક્ષાની વાચા તો જાણે તેની પરિસ્થિતિએ છીનવી જ લીધી હોય તેમ તેણે માથું ધુણાવીને જ "ના" નો જવાબ આપ્યો.

અપેક્ષાએ "ના" નો જવાબ આપ્યો તે ઈશાનને બિલકુલ ન ગમ્યું અને તે ફરીથી અપેક્ષાની સામે જોઈને બોલ્યો કે, "મેડમ તમે નહીં ખાવ તો આજે આપણે પણ ઉપવાસ બસ, અને તમે "હા" પાડો તો જ આપણે ખાવાનું બસ " અને અપેક્ષા ધર્મસંકટમાં આવી ગઈ હોય અને શું કરવું શું જવાબ આપવો..?? તેમ વિચારતી ઈશાનની સામે તાકતી રહી....હવે આગળ....

ઈશાન: મેડમ, મારી સામે શું જુઓ છો..?? હું તમને જ કહું છું. જો તમે પીઝા નહિ ખાવ તો આજે આપણે પણ ઉપવાસ જ કરવાનું નક્કી કર્યું છે.

અને અપેક્ષાને જાણે ઈશાનની દયા આવતી હોય તેમ તેણે "હા" ની ભાષામાં માથું ધુણાવ્યું. એટલે ઈશાન ફરીથી એની ઉપર બગડ્યો અને બોલ્યો કે, " પણ તું મોંએથી બોલીને ક્યારે જવાબ આપીશ..?? અને આ માથું ધુણાવવાનું ક્યારે બંધ કરીશ..??

પછી તેને વિચાર આવ્યો કે આ બિલકુલ નહીં બોલતી હોય તેવું તો નહીં હોય ને..?? પણ ન બોલતી હોય તો તો અક્ષત મને જણાવે તો ખરોને..?? લાવ એને હું ફોન કરીને જ પૂછી લઉં..?? અને અક્ષતને પૂછવા માટે ફોન લગાવે છે. અક્ષત ફોન ઉપાડે છે.
અક્ષત: બોલ, શું થયું..?? બધું બરાબર તો છે ને..??
ઈશાન: હા, બધું બરાબર છે પણ મારે તને એક પ્રશ્ન પૂછવો હતો.
અક્ષત: હા, બોલ ને..
ઈશાન: અરે, આ અપેક્ષાને કંઈપણ પૂછીએ તો એ માથું જ ધુણાવે છે કંઈજ બોલતી નથી તો શું એ બોલી જ નથી શકતી કે પછી અત્યારે એને કોઈ તકલીફ છે માટે નથી બોલી શકતી..??
અક્ષત: અરે, અપેક્ષા તો બહુ બોલે છે, એ જો બોલવાનું શરૂ કરશે તો તારું માથું પકવી દેશે એટલું બધું બોલ બોલ કરશે તારે એને ચૂપ કરવી પડશે. તેની સાથે જે કંઈ પણ બન્યું છે તેની તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર પડી છે અને તેની આ પરિસ્થિતિએ તેની વાચા છીનવી લીધી છે. હું તેને બોલતી જોવા માટે તડપી રહ્યો છું. અવાર-નવાર તેને બોલાવવાની ખૂબજ કોશિશ હું અને અર્ચના બંને ખૂબજ પ્રયત્ન કરીએ છીએ પણ તે બોલી શકતી જ નથી હવે તેને બોલતી કરવાની જવાબદારી તારી છે. એકવાર બોલતી થઈ જાય તો તેની તબિયતમાં પણ સુધારો થઇ જાય અને તેને શું તકલીફ છે તે પણ આપણે જાણી શકીએ પણ એ કંઈ બોલતી જ નથી તે જ તો સૌથી મોટી તકલીફ છે.
ઈશાન: ઑહ, આઈ સી. મારે ગમે તેમ કરીને તેને બોલતી કરવાની છે તેમ જ ને..?? આઈ વિલ ટ્રાય માય બેસ્ટ.અને હું તેને બે જ દિવસમાં બોલતી કરી દઈશ. ઓકે ચલ બાય માય ડિયર, ડોન્ટ વરી અબાઉટ અપેક્ષા. આઈ વિલ હેન્ડલ હર.
અક્ષત: ઓકે બાય ડિયર‌. મળીએ પછી.
ઈશાન: ઓકે.

એટલામાં પીઝાની ડિલિવરી લઈને પીઝા બૉય આવી ગયો એટલે ઈશાને પીઝાનું પાર્સલ પીકઅપ કર્યું અને ખુશ થઈને અપેક્ષાની સાથે જોઈને બોલી પડ્યો કે, " ચલો મૅડમ, પીઝા ખઈ લઈશું..??

અને અપેક્ષાએ ફરીથી "હા" કહેવા માટે માથું ધુણાવ્યું.
ઈશાન અપેક્ષાને બોલતી કરી શકશે..?? અને કરી શકશે તો ક્યારે..?? કેટલો સમય લાગશે..?? જાણવા માટે વાંચતાં રહો આગળનો ભાગ....