Dhup-Chhanv - 15 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 15

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
અપેક્ષાના મિથિલ સાથે કોર્ટમાં લગ્ન કરવામાં આવ્યા. અપેક્ષાની ખુશીનો કોઈ પાર ન હતો કારણ કે તેણે સાચા હ્રદયથી મિથિલને ચાહ્યો હતો અને તેને મિથિલ સાથે જ લગ્ન કરવા હતાં અને એક સુંદર અને નવા જીવનની શરૂઆત કરવી હતી.

લગ્ન કર્યા બાદ મિથિલ અપેક્ષાને લઈને પોતાના ઘરે ગયો પરંતુ મિથિલના પપ્પાએ અપેક્ષાનો દિકરાની વહુ તરીકે સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો અને તેને તેમજ અપેક્ષાને ઘરમાંથી કાઢી મૂક્યા. હવે ક્યાં જવું તે મિથિલ અને અપેક્ષા માટે એક પ્રશ્ન હતો..??

અપેક્ષાએ પોતાની મમ્મીના ઘરે જવાનું નક્કી કર્યું. મિથિલે તેમ કરવાનો સાફ ઇન્કાર કર્યો પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. તેથી મિથિલ અને અપેક્ષા બંને લક્ષ્મીના ઘરે રોકાઈ ગયા.
ત્યારબાદ તેમણે પોતાના માટે એક ફ્લેટ ભાડે શોધી કાઢ્યો અને અપેક્ષાએ મિથિલ સાથે આ ઘરમાં પોતાના નવા જીવનની શરૂઆત કરી.

તેણે આ ઘરને પોતાના સપનાઓથી સુંદર રીતે સજાવ્યું અને હવે તે પોતાના ઘર-સંસારમાં વ્યસ્ત રહેવા લાગી પરંતુ મિથિલ પોતાના પિતાના પૈસાથી એસો-આરામ કરવા માટે ટેવાયેલો હતો અને દારૂ પીવાની ખરાબ લતે ચઢી ગયેલો હતો તેથી તેને આ કપરી જિંદગી પસંદ આવી નહીં.

તે આખા દિવસ દરમ્યાન રખડી ખાતો હતો અને રાત પડે એટલે દરરોજ દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવતો અને અપેક્ષા તેને કંઈપણ કહેવા જાય એટલે તેને બિભત્સ ગાળો બોલતો તેમજ ઢોર માર મારતો, આ હવે દરરોજનું થઈ ગયું હતું.

ઘર ચલાવવા માટે દરરોજ પૈસા પણ ક્યાંથી લાવવા તે પણ અપેક્ષા માટે એક પ્રશ્ન હતો તેથી તેણે એક નજીકના બ્યુટી પાર્લરમાં જોબ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે હેરકટીંગથી લઈને મેકઅપ કરવાનું અને બ્યુટીપાર્લરનું બધુંજ કામ શીખી ગઈ હતી અને આમ તેનું ઘર ચાલતું હતું.

અપેક્ષા મિથિલને સમજાવવાની ખૂબજ કોશિશ કરી રહી હતી કે, " તું દારૂ પીવાનું છોડી દે અને શાંતિની સારી જિંદગી જીવવાની શરૂઆત કર" પરંતુ સીધી અને સરળ જિંદગી જીવવાનો જાણે તેને કોઈ શોખ જ ન હોય તેમ તે હવે ચોવીસ કલાક દારૂના નશામાં ધૂત રહેવા લાગ્યો અને અપેક્ષા પાસે દરરોજ દારૂ પીવા માટે પૈસાની માંગણી કરવા લાગ્યો.

એક દિવસ અપેક્ષાએ તેને પૈસા આપવાની "ના" પાડતાં તેણે અપેક્ષાને એટલો બધો ઢોર માર અને પેટમાં લાતો મારી કે અપેક્ષા બીજે દિવસે પથારીમાંથી ઊભી પણ થઈ શકી નહીં.

અપેક્ષાએ ફોન કરીને લક્ષ્મીને પોતાના ઘરે બોલાવી અને પોતાને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું.

લક્ષ્મી‌ આ બધીજ વાતો જાણીને ખૂબજ દુઃખી થઈ ગઈ તેણે અપેક્ષાને કહ્યું કે, " તારે બહુ પહેલા જ મિથિલને છોડી દેવાનો હતો તે તારે લાયક છોકરો હતો જ નહીં અને બેટા, તું મારું કહેવું ન માની તેનું જ આ પરિણામ છે જે હવે તારે ભોગવ્યા વગર છૂટકો જ નથી. "

લક્ષ્મી અપેક્ષાને લઈને હોસ્પિટલ પહોંચી અને અપેક્ષાને ત્યાં‌ ઍડમિટ કરવી પડી, મિથિલના ઢોર માર મારવાને કારણે અપેક્ષાને અબોર્શન કરાવવું પડ્યું અને પોતાના પ્રાણથી પણ પ્યારા પોતાના બાળકને, જેણે હજુ આ દુનિયામાં જન્મ પણ નહોતો લીધો તેને ગુમાવી ચૂકી હતી.

આજે તેના દુઃખનો કોઈ પાર ન હતો.આજે તેને પોતાની ભૂલ, મિથિલ સાથે લગ્ન કર્યા તે સમજાઈ રહી હતી અને પોતાની માં લક્ષ્મીના એકે એક શબ્દો તેને યાદ આવી રહ્યા હતાં પણ હવે જે બનવાનું હતું તે બની ચૂક્યું હતું હવે તેને આ બધુંજ સહન કર્યા સિવાય છૂટકો જ ન હતો..!!

હવે તે મિથિલ પાસે પાછી જવા માંગતી ન હતી તેથી તેણે પોતાની માં લક્ષ્મી સાથે લક્ષ્મીના ઘરે જ રહેવાનું નક્કી કર્યું અને મિથિલથી હંમેશ માટે છૂટકારો મેળવવા માટે મિથિલ પાસે ડાયવોર્સ માંગી લીધાં.

હવે મિથિલ તેને ડાયવોર્સ આપે છે કે નહીં વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/2/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED