ધૂપ-છાઁવ  - 36 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ  - 36

ઈશાન પોતાની પહેલી મુલાકાત નમીતા સાથે ક્યાં અને ક્યારે થઈ તેની રસપ્રદ વાતો અપેક્ષા સાથે શેર કરી રહ્યો હતો. "અપેક્ષા, સાંભળ એક વાર હું અને મારો ફ્રેન્ડ નિક મેકડોનાલ્ડમાં બર્ગર ખાવા માટે ગયા હતા ત્યાં નમીતા પણ તેનાં નાના ભાઈને લઈને આવી હતી. ત્યાં થોડી ભીડ વધારે હતી અમે બંને એકજ ટેબલ ઉપર અમારી બર્ગરની ટ્રે એકસાથે મૂકી. એ છોકરી હતી એટલે મેં પહેલો ચાન્સ તેને આપ્યો પણ તે મને તે ટેબલ ઉપર બેસવા માટે કહી રહી હતી. આમ થોડી વાર તો, પહેલે આપ, પહેલે આપ ચાલ્યું પણ પછી મેં કહ્યું "ઈફ યુ ડોન્ટ માઈન્ડ, વી ઓલ ટેક ટુગેધર"અને તેણે મને એક નિખાલસ સુંદર સ્માઈલ આપ્યું અને તે બોલી કે, "આઈ ડોન્ટ માઈન્ડ" એ દિવસની અમારી એ પહેલી મુલાકાત અને એણે મને આપેલું એ નિખાલસ સ્માઈલ મને હજીપણ યાદ છે.
અપેક્ષા: પછી ફરી બીજીવાર ક્યારે મળ્યાં તમે ?

અને એટલામાં ઈશાનની શોપ આવી ગઈ એટલે બંને ગાડી પાર્ક કરીને શોપમાં ગયા.

શોપમાં ઈશાનના મૉમ વનિતા બેન ઈશાનની રાહ જોઈને જ બેઠાં હતાં તેમને ગ્રોસરી લેવા માટે જવું હતું ઈશાનને શોપ સોંપીને તે પોતાના કામે જવા માટે નીકળી ગયા.

ઈશાન લોંગ ડ્રાઈવ કરીને આવ્યા પછી થોડી વાર રેસ્ટ લેવા માંગતો હતો પણ અપેક્ષા તેને આજે શાંતિથી બેસવા દે તેમ ન હતી.

તેણે ફરીથી ઈશાનને કહ્યું કે, "બાય ધ વે ઈશુ આપણી નમીતાની વાત અધૂરી હતી તે વાત તારે પૂરી કરવાની છે."

ઈશાન: હા બાબા કરું છું, કરું છું થોડી વાર બેસવા તો દે.
અપેક્ષા: ના ના, મારાથી વેઈટ નહિ થાય ફટાફટ તું બોલને મારે તારી અને નમીતાની એ રસપ્રદ વાતો સાંભળવી છે.

ઈશાન: ઓકે તો સાંભળ, નમીતા સાથે મારી બીજી મુલાકાત સ્વામિનારાયણ મંદિરમાં થઈ હતી.
અપેક્ષા: મંદિરમાં ?
ઈશાન: હા, મંદિરમાં. હું અવાર-નવાર મૉમને લઈને મંદિરમાં જતો હતો. એકવાર હું મંદિરમાં દર્શન કરતો હતો અને નમીતા દર્શન કરવા માટે આવી તે મારી પાછળ જ ઉભી હતી તેનો અવાજ સાંભળીને જ હું તેને ઓળખી ગયો મેં પાછળ વળીને જોયું તો નમીતા જ હતી.

દર્શન કર્યા પછી હું મંદિરની બહાર તેની રાહ જોતો ઊભો રહ્યો તે પણ મને જોઈને ચોંકી ઉઠી અમે બંનેએ એકબીજાને જોતાં જ હસી પડ્યા.

પછીતો મેં તેને પૂછી જ લીધું કે તે ક્યારે મંદિર આવે છે અને આમ અમારી મુલાકાતો વધતી ગઈ.

અમે બંને એકબીજાને ખૂબજ પસંદ કરવા લાગ્યા બસ હવે પ્રેમનો એકરાર કરવાનો જ બાકી હતો.

અને એ દિવસે અમે બંનેએ એકબીજાના પ્રેમનો એકરાર કર્યો.
મારી બર્થ ડે હતી હું એને ગ્રીન લીફ, આ સીટીની સારામાં સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો હતો.

નમીતા એ દિવસે ખૂબજ બ્યુટીફુલ લાગી રહી હતી તેણે બ્લેક કલરનું સ્લીવલેસ ગાઉન પહેર્યું હતું‌ અને ખુલ્લા વાળમાં તે હિરોઈનને પણ શરમાવે તેવી લાગી રહી હતી. તે મારા માટે નેવી બ્લ્યુ કલરની ટી-શર્ટ બર્થડે ગીફ્ટ લઈને આવી હતી. પરંતુ મેં તેની પાસે બર્થડે ગીફ્ટમાં તેનો પ્રેમ માંગ્યો હતો અને તેણે મારી પાસે રીટર્ન ગીફ્ટમાં જીવન ભરનો સાથ અને મારો પ્રેમ માંગ્યો હતો. આમ, અમે બંનેએ એકબીજાની સાથે અમારા પ્રેમનો એકરાર કરી લીધો હતો પણ કુદરતને અમારો સાથ મંજૂર નહીં હોય અને નમીતા મારી પાસેથી છીનવાઈ ગઈ હતી.
અપેક્ષા: ઈશ્વર પણ બે સાચો પ્રેમ કરવાવાળાને શું કરવા છૂટા પાડી દેતો હશે ?

ઈશાન અને નમીતા બંને શાંતિથી વાતો કરી રહ્યા હતા અને એટલામાં બે આફ્રિકનો ઈશાનની શોપમાં ઘૂસી ગયા અને ઈશાન તેમજ અપેક્ષા કંઈ સમજે તે પહેલાં ઈશાનને એકદમ માર મારવા લાગ્યાં...

કોણ હશે આ લોકો ? અને કેમ ઈશાનને આ રીતે મારવા લાગ્યા હશે ? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/7/2021


રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 3 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 4 અઠવાડિયા પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા

Mamta Ganatra

Mamta Ganatra 2 વર્ષ પહેલા