ધૂપ-છાઁવ - 37 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 37

ઈશાન અપેક્ષાને પોતાના નમીતા સાથેના પ્રેમનાં એકરારની વાત કરી રહ્યો હતો....
"નમીતા એ દિવસે ખૂબજ બ્યુટીફુલ લાગી રહી હતી તેણે બ્લેક કલરનું સ્લીવલેસ ગાઉન પહેર્યું હતું‌ અને ખુલ્લા વાળમાં તે હિરોઈનને પણ શરમાવે તેવી લાગી રહી હતી. તે મારા માટે નેવી બ્લ્યુ કલરની ટી-શર્ટ બર્થડે ગીફ્ટ લઈને આવી હતી. પરંતુ મેં તેની પાસે બર્થડે ગીફ્ટમાં તેનો પ્રેમ માંગ્યો હતો અને તેણે મારી પાસે રીટર્ન ગીફ્ટમાં જીવન ભરનો સાથ અને મારો પ્રેમ માંગ્યો હતો. આમ, અમે બંનેએ એકબીજાની સાથે અમારા પ્રેમનો એકરાર કરી લીધો હતો પણ કુદરતને અમારો સાથ મંજૂર નહીં હોય અને નમીતા મારી પાસેથી છીનવાઈ ગઈ હતી.

અપેક્ષા: ઈશ્વર પણ બે સાચો પ્રેમ કરવાવાળાને શું કરવા છૂટા પાડી દેતો હશે ?

ઈશાન અને નમીતા બંને શાંતિથી વાતો કરી રહ્યા હતા અને એટલામાં બે આફ્રિકનો ઈશાનની શોપમાં ઘૂસી ગયા અને ઈશાન તેમજ અપેક્ષા કંઈ સમજે તે પહેલાં ઈશાનને એકદમ જોરથી માર મારવા લાગ્યાં...

અપેક્ષા, "બચાવો બચાવો, છોડી દો એને, લીવ હીમ, લીવ હીમ" ની બૂમો પાડી રહી હતી પરંતુ તેની બૂમો સાંભળે તેવું ત્યાં કોઈ નહોતું.

તે બંને આફ્રિકન કાળીયાઓ ઈશાનને ધમકી આપી રહ્યા હતા કે, "લીવ નમીતા'સ હાઉસ, ઈટ ઈઝ હીઝ કઝીન બ્રધર્સ, અધરવાઈઝ વી વિલ કિલ યુ નેક્સ્ટ ટાઈમ એન્ડ ડોન્ટ કોન્ટેક્ટ ધ પોલીસ"

ઈશાન ન તો આ આફ્રિકનોને જવાબ આપી શકે તેમ હતો કે ન તો તેમને કંઈ પૂછવા માટે શક્તિમાન હતો એટલો બધો આ કાળીયાઓએ તેને ઢોર માર મારીને અધમૂઓ કરી દીધો હતો.

એ લોકોએ જે ધમકી આપીને ગયા હતા તેનાથી તે એટલું સમજી શક્યો હતો કે આ ગુંડાઓને નમીતાના કઝીન બ્રધર શેમે મોકલ્યા હતા અને નમીતાનુ જે સુંદર મોટું ઘર છે તે પડાવી લેવાની વાત કરી રહ્યા હતા.

નમીતાની સાથે જે કંઈ પણ બન્યું તે પછી ઈશાને નમીતાનો અને તેના ફેમિલીનો પર્સનલ સામાન પેક કરીને એક રૂમમાં લોક કરી દીધો હતો અને બાકીનું આખું ઘર ભાડે આપી દીધું હતું. જેની રકમમાંથી નમીતાની સારામાં સારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તે ઉપરાંત જે પૈસા વધે તે ઈશાન નમીતાના એકાઉન્ટમાં જમા કરાવી દેતો હતો.

પણ નમીતાનો કઝીન બ્રધર શેમ નમીતાની તમામ મિલકત પડાવી લેવા માંગતો હતો તે નમીતાની સારવાર કરવા પણ માંગતો ન હતો અને તેની તમામ મિલકત વેચીને પૈસા પડાવી લેવા માંગતો હતો. તેણે આ પહેલા પણ ઈશાનને બે થી ત્રણ વખત ધમકી આપી હતી.

પણ ઈશાને તેણે આપેલી ધમકીઓને
ન ગણકારતા પોતાનું ધાર્યું જ કર્યું હતું. તેથી શેમે આજે ગુંડાઓને મોકલીને ઈશાનને ધમકી અપાવી હતી.

શેમ નમીતાનો સગા કાકાનો દીકરો હતો તેના પપ્પા સૌથી પહેલાં અહીં યુએસએ આવ્યા હતા તેમણે અમેરિકન લેડી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનાથી તેમને એક દિકરો શેમ અને એક દીકરી સાયના એમ બે બાળકો હતા.

અહીં અમેરિકામાં પોતે બરાબર સેટલ થઈ ગયા બાદ તેમણે પોતાના નાના ભાઈ એટલે કે નમીતાના પપ્પાને યુએસએ બોલાવી લીધાં હતાં.

ઈશાન બિલકુલ બેભાન થઈ ગયો હતો અપેક્ષા તેને ભાનમાં લાવવાની કોશિશ કરી રહી હતી પણ તે ભાનમાં આવે તેવી કોઈ શક્યતા ન હતી. ઈશાનની આ હાલત જોઈને અપેક્ષા ખૂબ ગભરાઈ ગઈ હતી તેણે પહેલાં ઇશાનની મોમને ફોન કર્યો અને પછી પોતાના ભાઈ અક્ષતને ફોન કર્યો અને એમ્બ્યુલન્સ લઈને આવવા કહ્યું.

અક્ષત ફટાફટ એમ્બ્યુલન્સ લઈને ઈશાનની શોપ ઉપર આવી પહોંચ્યો અને તેણે ઈશાનને અને અપેક્ષાને બંનેને એમ્બ્યુલન્સમાં મોકલ્યા અને પોતે પોતાની કાર લઇને હોસ્પિટલ પહોંચી ગયો. ઈશાનને શહેરની સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાં તેની ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી.

ઈશાનની ઉપર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો છે? ઈશાન બચી તો જશે ને? ભાનમાં તો આવી જશે ને? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/7/2021


રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 3 અઠવાડિયા પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા

Usha Patel

Usha Patel 7 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 10 માસ પહેલા