Dhup-Chhanv - 30 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 30

આપણે પ્રકરણ-29 માં જોયું કે,‌ અપેક્ષા ખૂબજ દુઃખી હતી અને તેને ઈશાને શાંત પાડી અને પ્રેમથી સમજાવી કે ભૂતકાળને ભૂલી જવામાં અને વર્તમાનમાં જીવવામાં જ આપણી ભલાઈ છે અને જો આપણો વર્તમાન સારો હશે તો ભવિષ્ય તો ઉજ્જવળ જ બનશે અને આમ અપેક્ષાને પોતાના‌ વર્તમાનમાં જીવવા માટે તૈયાર કરી. ત્યારબાદ અપેક્ષા પોતાના દુઃખમાંથી બહાર આવી શકે માટે તેને પોતાની સાથે બહાર ફરવા લઈ જવા માટે તૈયાર કરી.

રેડ ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સ પહેરીને, ખુલ્લા વાળ રાખીને અપેક્ષા તૈયાર થઈને બહાર આવી એટલે ઈશાન તરત જ બોલી ઉઠ્યો, " ઑહ, બ્યુટીફુલ માય ડિયર. " ઈશાને અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને નીકળવા જ જાય છે ત્યાં ડોરબેલ રણક્યો એટલે ઈશાને તરત બારણું ખોલ્યું તો સામે અર્ચના, અક્ષત અને તેનું નાનું બચ્ચું એટલે કે તેમનો દિકરો લવ હતાં.

ઈશાનને જોઈને અક્ષત અને અર્ચના બંને ખુશ થઈ ગયા અને અર્ચના તરત બોલી પડી કે, "તું હજી અહીંયા જ છે ગયો નથી..??"

ઈશાન: અરે, હું તો આ મેડમને લેવા માટે આવ્યો હતો પણ અહીં આવીને જોયું તો આ મેડમ તો ટોટલ ડિપ્રેશનમાં હતાં અને ખૂબ રડતાં હતાં એટલે પછી એમને સમજાવ્યા કે, જિંદગી ખૂબજ બ્યુટીફુલ છે,‌જે ભૂતકાળમાં બની ગયું તેને ભૂલીને નવેસરથી જિંદગી જીવવામાં આવે તો તે ખૂબજ સરળ, સુંદર અને માણવાલાયક છે.

ભૂતકાળના ખરાબ સમયને યાદ કરીને આપણે દુઃખી થઈએ છીએ અને સાથે પરિવારના સભ્યોને પણ દુઃખી કરીએ છીએ.

અને કહેવત છે કે, ભગવાને તમારી પાસેથી એક તારો લઈ લીધો છે પણ તમને તારાઓથી ભરેલું આખું આકાશ આપ્યુ છે તો તમે તેમાંથી તમારો મનપસંદ બીજો કોઈ તારો લઈ શકો છો...!!

અને ત્યારે કંઈક કરતાં આ મેડમ મૂડમાં આવ્યા છે અને હવે હું તેમને મારી કારમાં લોન્ગ ડ્રાઈવ પર લઈ જઈ રહ્યો છું.

અને હા યાર, હું આ વાત તો કહેવાની ભૂલી જ ગયો કે, મારી પાસે એક સખત સરપ્રાઈઝ છે. તમારા બંને માટે તમે બંને ગેસ કરો તે શું હશે..??

અક્ષત અને અર્ચના ખૂબ વિચારે છે કે શું સરપ્રાઈઝ હશે..??

અર્ચના તો જુદી જુદી અટકળો પણ કરે છે કે, "તું તારો સ્ટોર મોટો કરી રહ્યો છે..??"
ઈશાન: નો
અર્ચના: તું ક્યાંય આઉટ કન્ટ્રી ફરવા જઈ રહ્યો છે..??
ઈશાન: નો
અર્ચના: ડેડને કંઈ જોબમાં પ્રમોશન મળ્યું..??
અર્ચના અટકળો કર્યે જતી હતી અને ઈશાન મનમાં ને મનમાં ખૂબ મલકાતો જતો હતો.
ઈશાન: નો નો નો...
અર્ચના અને અક્ષત બંને એકસાથે જરા અકળાઈને બોલી ઉઠ્યા કે, " એવું તે શું છે ભાઈ કે તું આટલો બધો ખુશ છે અને અમને જણાવતો નથીને હેરાન કરી રહ્યો છે.જે સરપ્રાઈઝ હોય તે સીધી રીતે કહી દે ને યાર.."

અરે શેમ્પેઈન છે ઘરમાં એ વાત ઉપર તો શેમ્પેઈન ફોડવી પડશે અને તમારે બંનેએ મને પાર્ટી પણ આપવી પડશે...

અર્ચના: પાર્ટી પણ આપીશું અને શેમ્પેઈન પણ ફોડીશુ પણ પહેલા તું સરપ્રાઈઝ તો આપ..

ઈશાન: પહેલા તું શેમ્પેઈન લઈ આવ જા.

અર્ચના શેમ્પેઈન લઈને આવે છે એટલે ઈશાન ફુલ ફોર્મમાં આવીને, "વન, ટુ થ્રી બોલે છે અને આખાય ડ્રોઈંગ રૂમમાં શેમ્પેઈન ઉડાડે છે અને સાથે બોલે છે કે, આપણી અપેક્ષા બોલતી થઈ ગઈ છે..."

અને આખોય માહોલ રંગીન બની જાય છે આખાય ઘરમાં ખુશી છવાઈ જાય છે અર્ચના અને અક્ષત અપેક્ષાને ભેટી પડે છે બંનેની આંખમાંથી હર્ષના આસું વહેવા લાગે છે આજે ખુશીનો કોઈ પાર નથી.

અને પછી અક્ષત ઈશાનને પણ પોતાની બાહોમાં લઈ લે છે અને અપેક્ષાને પણ પોતાની બાહોમાં લઈ લે છે ચારેય જણાં જાણે એકાકાર બની જાય છે.

અક્ષતના માથા ઉપરથી તો જાણે આજે ઘણોબધો ભાર ઉતરી ગયો હોય તેમ તે એકદમ હળવાશ મહેસૂસ કરે છે અને ઈશાનને કહે છે કે, "થેન્ક યુ દોસ્ત, તારા લીધે જ આ બધું આટલું જલ્દી પોસીબલ બન્યું થેન્ક યુ વેરીમચ યાર"

અને ઈશાન ખેલદિલી પૂર્વક જવાબ આપે છે કે, " થેન્ક યુ ઉપરવાળાને કહે દોસ્ત મને નહીં. "

અક્ષત: ઉપરવાળાને તો સો મચ થેન્કસ...

ક્યારની ચૂપ રહીને પોતાની નવી જિંદગીની શરૂઆતને માણી રહેલી અપેક્ષા જરા અકળાઈને બોલી, "ઈશ, આપણે લોન્ગ ડ્રાઈવ પર જવાનું છે કે નહિ...?? "

અને બધાં ખડખડાટ હસી પડ્યા...

વધુ આવતા અંકમાં...વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/5/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED