ધૂપ-છાઁવ - 115 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 115

અપેક્ષાએ પોતાના પતિના ગાલ ઉપર એક મીઠું ચુંબન કરી લીધું.
આ સાથે જ ધીમંત શેઠના શરીરમાં જાણે વીજળી વ્યાપી ગઈ હતી અને તેમણે અપેક્ષાના ગળામાં પહેરાવેલો કિંમતી હિરાનો હાર સાચવીને કાઢી લીધો અને તેને બોક્સમાં પાછો ગોઠવી દીધો અને અપેક્ષાના સુડોળ ગળાની નીચેના ભાગમાં પોતાના હોઠ વડે ચુંબનોનો વરસાદ વરસાવી દીધો અને પોતાના હાથ વડે અપેક્ષાના વાંહાને પ્રેમથી પંપાળવા લાગ્યા અપેક્ષાના હાથ તેમના વાળમાં ફરી રહ્યા હતા અને બંનેનું મન તેમજ શરીર કાબૂ બહાર જઈ રહ્યું હતું.
ધીમંત શેઠના હોઠ અપેક્ષાના નાજુક નમણાં હોઠ ઉપર ચુસ્તરીતે ગોઠવાઈ ગયા અને બંને એકબીજાનામાં ખોવાઈ ગયા.

સુંદર સોહામણી સવારના તાજગીસભર કિરણો અપેક્ષા અને ધીમંત શેઠને તેમની મીઠી સુહાગરાતની મીઠી પળોમાંથી બહાર ખેંચી લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બંનેના સહિયારા જીવનની શરૂઆત એક સુંદર સોહામણી સવારથી થઈ. મધ્ય રાત્રી સુધીનો ઉજાગરો અને થાકને કારણે ધીમંત શેઠ આજે થોડા મોડા જ ઉઠ્યા હતા પરંતુ અપેક્ષા પોતાના દરરોજના સમયે જ ઉઠી ગઈ હતી.
નાહી ધોઈને ફ્રેશ થઈ અને ધીમંત શેઠને ઉઠાડવા માટે તેમની નજીક ગઈ અને તેમના ગાલ ઉપર એક સુંદર મીઠું ચુંબન કર્યું અને તેમને ગુડ મોર્નિંગ કહેવા લાગી.
ધીમંત શેઠે તેને પોતાની તરફ ખેંચી લીધી અને બેડ ઉપર પોતાની બાજુમાં સુવડાવી દીધી.
અપેક્ષા પોતાના પતિદેવની છાતી ઉપર પોતાના હાથ ટેકવીને તેમની આંખોમાં આંખો પરોવીને તેમને પૂછી રહી હતી કે, "આખી રાત ઓછી પડી હતી?"
"તારી સાથે તો આખી જિંદગી ઓછી પડે તેમ છે."અને ધીમંત શેઠે તેને પોતાની છાતી સોંસરવી ચાંપી લીધી.
બંને ખૂબ ખુશ હતાં. કદાચ એકમેકને માટે જ સર્જાયા હતા.
થોડી વારમાં ધીમંત શેઠ પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને બંને ચા નાસ્તો કરવા માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.
અપેક્ષા લાલજીભાઈને મદદ કરવા માટે કિચનમાં ગઈ હતી પરંતુ લાલજીભાઈએ તેને કહ્યું કે, "ના, ભાભીસાહેબ જ્યાં સુધી આપના હાથની મહેંદી ન ચાલી જાય ત્યાં સુધી આપે કશું જ કામ કરવાનું નથી. હું બધું જ કરી લઈશ."
અને અપેક્ષાને જાણે આખા ભવનો થાક ઉતરી રહ્યો હોય તેટલી શાંતિ તે અનુભવી રહી હતી.

બે જ દિવસમાં યુ એસ એ ની ટૂર માટે નીકળવાનું હતું એટલે ધીમંત શેઠે ચા નાસ્તો કરતાં કરતાં અપેક્ષાને પેકિંગ કરી લેવાનું સમજાવી દીધું અને અક્ષત, અર્ચના તેમજ તેના નાના ટેણિયા ઋષિને માટે જે લઈ જવું હોય તે આપણે ખરીદી લઈએ તેમ પણ સમજાવ્યું.
અપેક્ષાની ખુશીનો કોઈ પાર ન્હોતો.
ચા નાસ્તો કરીને બંને જણાં નિયમ પ્રમાણે શિવજી મંદિરે દર્શન કરવા તેમજ જળ ચઢાવવા માટે પહોંચી ગયા અને ત્યાંથી પોતાના કુળદેવી માં આશાપુરાના મંદિરે પણ દર્શન કરી આવ્યા.
અપેક્ષાને ઓફિસ જવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ ધીમંત શેઠે આજે નથી જવું આપણે આવતીકાલે ઓફિસની વિઝીટ લગાવી આવીશું તેમ સમજાવ્યું એટલે અપેક્ષા ચૂપ રહી.
બંને જણાં દર્શન કરીને ઘરે પરત આવ્યા અને અપેક્ષા પોતાની તેમજ પોતાના પતિની બેગ તૈયાર કરવામાં બીઝી થઈ ગઈ.
ધીમંત શેઠ પણ આજે ઘણાં બધાં વર્ષોનો થાક ઉતારી રહ્યા હતા. સતત કામના બોજા હેઠળ રહેલા માણસના જીવનમાં કામ સિવાય બીજું કોઈ લક્ષ્ય જ નહોતું.
આજે અપેક્ષાના પોતાના જીવનમાં આવ્યા પછી પોતાના સ્થૂળ જીવનને જાણે કોઈ ચોક્કસ દિશા પ્રાપ્ત થઈ હતી અને અનેરી ખુશીઓ તેમજ મનથી ખૂબજ સંતોષ તે અનુભવી રહ્યા હતા. સમૃદ્ધિ તો તેમની પાસે અઢળક હતી પરંતુ તે સમૃદ્ધિનો સાચા અર્થમાં ઉપયોગ કરવાવાળું કે તે સંપત્તિને વાપરવાવાળું કોઈ નહોતું જે કમી આજે પૂરી થઈ હતી.
આજે તેમને પોતાનું જીવન સાર્થક થયું હોય તેમ લાગી રહ્યું હતું.
બસ હવે અપેક્ષાને ખુશ રાખવી છે ખૂબજ ખુશ રાખવી છે અને તેને ખુશ જોઈને ખુશ રહેવું છે.
એ વિચાર સાથે જ તેમણે એક ઊંડો શ્વાસ લીધો.
અને પોતાના હાથમાં રહેલા રીમોટ કંટ્રોલ વડે ટીવીની ચેનલો ફેરવવા લાગ્યા.
એટલામાં તેમના મોબાઈલ ફોનની ઘંટડી રણકી ઉઠી.
જોયું તો બોમ્બેથી પોતાના મિત્રમેહૂલ પટેલનો ફોન હતો.
"કોન્ગ્રેચ્યુલેશન્સ માય ડિયર."
"લગ્નમાં તો આવ્યો નહીં હવે શું કોન્ગ્રેચ્યુલેશન્સ?"
"સોરી યાર, નહોતું નિકળાય તેવું.. તને ખબર છે ને દર્શનાની તબિયત અને ક્લિનિક ને એ બધું સંભાળવું જ મુશ્કેલ છે. સોરી યાર.."
"ઈટ્સ ઓકે.."
"કેવું રહ્યું બધું બરાબર ને? બધું શાંતિથી સુખરૂપ પૂર્ણ થયું ને?"
"બસ બધું જ શાંતિથી પૂર્ણ થયું ફક્ત મારા બેસ્ટ ફ્રેન્ડની કમી વર્તાઈ રહી હતી."
"ખૂબ ટ્રાય કર્યો પરંતુ ન નીકળી શક્યો.. બોલ શું કરે છે અપેક્ષા મજામાં છે ને? તે ખુશ છે ને?"
"હા તેને આપું ભાઈ તું જ પૂછી લે ને.."
ધીમંત શેઠે અપેક્ષાને બૂમ પાડી..
"બોમ્બે ક્યારે આવે છે?"
"હમણાં નહીં,પરમ દિવસે પરોઢિયે યુ એસ એ જવા માટે નીકળું છું."
"અપેક્ષાને લઈને ને?"
"અફકોર્સ યાર.."
"ઑહ, તો તો હનીમૂન માટે?"
"યસ યાર.."
"ઓકે ઓકે, લોટ્સ ઓફ એન્જોય યોર ન્યૂ મેરેજ લાઈફ એન્ડ ઓલ ધ બેસ્ટ માય ડિયર.."
"થેન્ક્સ માય ડિયર..લે અપેક્ષાને આપું.."
અપેક્ષાએ મેહૂલ પટેલ સાથે વાતચીત કરી અને તેમના આશિર્વાદ લીધા અને ફોન મૂક્યો અને પાછી પોતાની યુ એસ એ ની તૈયારીમાં લાગી ગઈ....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
16/10/23