ધૂપ-છાઁવ - 18 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 18

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
અપેક્ષા કોઈપણ નાના બાળકને જોઈને, પોતાના ખોળામાં પણ આવું નાનું માસુમ બાળક રમતું હોત તેમ વિચારીને ઈમોશનલ થઈ જતી હતી અને રડવા લાગતી હતી.

હવે આ વાત તેના દિલોદિમાગમાંથી કઈ રીતે કાઢવી તે એક પ્રશ્ન છે.લક્ષ્મી વિચારી રહી હતી કે, અપેક્ષાને વર્તમાન તરફ કઈ રીતે પાછી વાળવી..??

લક્ષ્મી તેને પ્રેમથી સમજાવતી હતી કે, " બેટા, આપણાં કર્મોને આધીન આપણાં નસીબમાં જે લખ્યું હોય તે હંમેશા બનીને જ રહે છે. તેને કોઈ મિથ્યા કરી શકે તેમ નથી. આપણે કરેલા કર્મોનો ભોગવટો આપણે જ કરવો પડે છે. છૂટકો નથી બેટા. "

પણ જાણે અપેક્ષાને સમજાવવી‌ મુશ્કેલ જ નહીં નામુમકીન હોય તેમ તે રડવાનું બંધ જ કરતી ન હતી. તેથી લક્ષ્મી વિચારી રહી હતી કે, અપેક્ષાને ઘરની બહાર લઈને પણ કઈરીતે નીકળવી..?? અને અપેક્ષાની આવી કફોડી હાલત જોઈને લક્ષ્મીની આંખમાં પણ આંસુ આવી જતાં હતાં...

આજે તેણે ફરીથી પોતાના દિકરા અક્ષતને ફોન કરીને અપેક્ષાની આટલી બધી ખરાબ હાલત છે તે જણાવ્યું અને અપેક્ષાની આવી કફોડી હાલતની વાત કરતાં કરતાં લક્ષ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને પોતાની બહેનની આટલી ખરાબ હાલત છે તે જાણીને અક્ષત પણ રડી પડ્યો અને તે બોલી પડ્યો કે, " મમ્મી, તું જરા પણ ચિંતા કરીશ નહિ અને હવે રડ રડ પણ કરીશ નહિ. હું પોતેજ આજે ઈન્ડિયા આવવા માટે ટિકિટ કરાવી લઉં છું. "

અને પંદર દિવસ પછી અક્ષત ઈન્ડિયા આવી જાય છે. અક્ષતને જોઈને અપેક્ષા અક્ષતને ભેટી પડે છે અને ખૂબ રડે છે, ખૂબ રડે છે જાણે પોતાની આખીયે જિંદગીની ફરિયાદ એકસાથે કરવા માંગતી હોય તેમ.

અક્ષત અને લક્ષ્મી તેને પરાણે પરાણે શાંત પાડે છે. અપેક્ષાની આ હાલત જોઈને અક્ષતને મિથિલ ઉપર ખૂબજ ગુસ્સો આવે છે અને તે લક્ષ્મીને મિથિલ ઉપર પોલીસ ફરિયાદ કરવા માટે જણાવે છે પરંતુ લક્ષ્મી અક્ષતને તેમ કરવા માટે ના પાડે છે કારણ કે હવે તે કોઈ માથાકૂટમાં પડવા માંગતી નથી અને અક્ષતને પણ સમજાવે છે કે, દરેક માણસે પોતે કરેલા કર્મો પોતે ભોગવવા જ પડે છે તેમાંથી કોઈનો પણ છૂટકારો થતો નથી. આપણાં કર્મો ખરાબ હશે તેથી આપણને મિથિલ જેવો ખરાબ માણસ ભટકાયો, તેને નિયતિ સમજીને ભૂલી જવામાં જ મજા છે.

લક્ષ્મીએ અક્ષતને શાંતિથી સમજાવ્યો તેથી તે માની ગયો. ત્યારબાદ તે અપેક્ષાની દવા ચાલતી હતી તે ડૉક્ટરને મળવા માટે ગયો અને તેણે ડૉક્ટર સાહેબને અપેક્ષાને પોતાની સાથે યુએસએ લઈ જવા માટે પરમીશન માંગી અને દવા વિશે બધીજ પૂછપરછ કરી લીધી.

આ વખતે અક્ષત અપેક્ષાને અને લક્ષ્મીને પોતાની સાથે યુએસએ લઈને જ જવાનો હતો. તેથી તેણે લક્ષ્મીને યુએસએ જવા માટેની તૈયારી કરવા માટે કહ્યું પરંતુ લક્ષ્મી યુએસએ જવા માંગતી ન હતી તેથી તેણે ચોખ્ખી ના પાડી અને કહ્યું કે, " મારી યુએસએ આવવાની જરા પણ ઈચ્છા નથી. મારે તો અહીંયા હું ભલી ને મારો ભગવાન ભલો. અને જો ડૉક્ટર સાહેબ છૂટ આપતા હોય તો તું અપેક્ષાને તારી સાથે લઈજા. મને કંઈ વાંધો નથી. "

અક્ષત: પણ મમ્મી, તને આમ સાવ એકલી મૂકીને જવાનો મારો જીવ ચાલતો નથી. તું અહીં એકલી પડી જઈશ, એના કરતાં મારી સાથે જ ચાલને.

લક્ષ્મી: ના બેટા, હું એકલી નથી. મારી સાથે મરો ભગવાન છે અને કોકીમાસી પણ એકલા જ છે ને.. હું તેમને મારી સાથે જ રહેવા માટે બોલાવી લઈશ.

અક્ષત: પણ મમ્મી, તને એકલી મૂકીને જવાનો મારો જરા પણ જીવ ચાલતો નથી. અને તો પછી અપેક્ષાને પણ મારી સાથે ન લ‌ઈ જવું..??

અક્ષત અપેક્ષાને પોતાની સાથે યુએસએ લઈ જાય છે કે નહીં..??
વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
6/3/2021

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 3 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 4 અઠવાડિયા પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Usha Patel

Usha Patel 7 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 10 માસ પહેલા