Dhup-Chhanv - 41 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 41

ઈશાન તેમજ અપેક્ષા બંને એકબીજામાં સંપૂર્ણ ખોવાઈ ગયા હતા અને ઈશાને અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને પોતાની છાતી સરસો ચાંપી દીધો જાણે અપેક્ષા તેની પોતાની જ હોય અને પોતાના પ્રેમનો એકરાર કરતાં તે બોલ્યો, " આઈ લવ યુ ટુ મચ માય ડિયર અને તું મને છોડીને તો ક્યાંય નહીં ચાલી જાય ને ? "

અને અપેક્ષાએ ફક્ત નકારમાં જ માથું ધુણાવ્યું.

ઈશાન: લગ્ન કરીશ મારી સાથે ?

અપેક્ષા: હા પણ, અક્ષતને તો પૂછવું પડશે ને ?

અને ઈશાન જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ, તે ખુશી તેને આજે મળી ગઈ હતી અને અપેક્ષાનું પણ એવું જ હતું તે પણ એક સાચા પ્રેમીની અને સાચા પ્રેમની શોધમાં હતી જે તેને આજે મળી ગયો હતો.

એટલામાં નર્સ દવા અને ઇન્જેક્શન લઈને આવે છે એટલે તેણે ડોર નોક કર્યું અને તે અવાજ સાથે જ ઈશાન તેમજ અપેક્ષા પ્રેમની એક અનોખી દુનિયામાંથી બહાર આવ્યા અને નર્સને ડોર ઓપન કરવા માટે સંમતિ આપી.

નર્સ બંનેને ડિસ્ટર્બ કરવા માટે સોરી કહે છે અને રૂમનું ડોર બંધ કરીને બહાર નીકળી જાય છે. અક્ષત તો જાણે નર્સની બહાર જવાની રાહ જ જોઈ રહ્યો હોય તેમ તેના ગયા પછી અપેક્ષાને પોતાની તરફ ખેંચે છે અને પોતાની છાતી સરસી ચાંપી લે છે અને બોલવા લાગે છે કે, " તું ક્યાં હતી અત્યાર સુધી બિલકુલ એકલો પડી ગયો હતો હું. હવે મને છોડીને ક્યાંય ન જતી " અને અપેક્ષા પણ ઈશાનને કહે છે કે, " તું પણ મને પ્રોમિસ આપ કે તું પણ આજીવન મારો સાથ નહીં છોડે "

ઈશાન: હા, નહીં છોડુ આજીવન તારો સાથ નહીં છોડુ

અપેક્ષા: પણ, તારા મમ્મી-પપ્પા, એમને પણ તો પૂછવું પડશેને અને તેઓ સમાજની બહાર તારા લગ્ન કરી આપવા માટે તૈયાર થશે ?

ઈશાન: મારા મમ્મી-પપ્પાએ તો મને છૂટ જ આપેલી છે કે મને જે છોકરી ગમે તેની સાથે હું લગ્ન કરી શકું છું. માટે તું એ ચિંતા ન કરીશ. તું અક્ષતની અને તારી મમ્મીની પરમિશન લઈ લેજે.

અપેક્ષા: ઓકે

અને એટલામાં તો ફરી ડોર ઉપર કોઈએ નોક કર્યું એટલે અપેક્ષાએ ઉભા થઈને જોયું તો અક્ષત હતો.

અક્ષત ઈશાનની ખબર પૂછવા માટે અને શેમના કેસ બાબતે થોડી વાતચીત કરવા માટે આવ્યો હતો.

અક્ષત ઈશાનને પૂછી રહ્યો હતો કે, " આપણે કેસ પાછો લેવાનો નથીને ? અને સાથે એમ પણ જણાવી રહ્યો હતો કે, શેમના જામીન નામંજૂર થયા છે તેથી તે ધૂંઆપૂંઆ થયેલો છે તેથી આપણે તેનાથી સાવચેત રહેવું પડશે. "

ઈશાન: ના ના, આપણે કોઈ પણ સંજોગોમાં કેસ પાછો લેવાનો નથી અને હવે તે જેલમાં છે તો અંદરથી થોડો મારી ઉપર હુમલો કરી શકવાનો છે ?

અક્ષત: એ ભલે અંદર રહ્યો પણ તેના માણસો તો બહાર છે ને ? એ ગમે ત્યારે ગમે તેની સાથે હુમલો કરાવે તેમ છે.

ઈશાન: આપણે પણ આ વાત પોલીસ સ્ટેશનમાં જણાવી દેવાની છે.

અક્ષત: હા, એ વાત તારી બરાબર છે. આપણે પોલીસ સ્ટેશનમાં જાણ તો કરેલી જ છે પરંતુ ફરીથી એકવાર આપણે આ વાતની જાણ કરી દઈશું.
અને ચાલ, હવે હું નીકળું ? અપેક્ષા છે ને તારી સાથે ?

અપેક્ષા: જ્યાં સુધી ઈશાન ઓકે નહીં થાય ત્યાં સુધી હું તેની સાથે જ રહેવાની છું.

અક્ષત: હા, અપેક્ષા બરાબર સેવા કરજે તેની એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને થોડી મારા વતી પણ કરજે અને તેને થોડો હેરાન પણ કરજે સારો ચાન્સ મળ્યો છે તેને હેરાન કરવાનો અને ત્રણેય જણ ખડખડાટ હસી પડ્યા.

ઈશાન: એ હેરાન વાળા અહીં આય તારી વાત છે. મારે તને એક વાત પણ પૂછવાની છે.

અક્ષત: બોલને યાર શું છે ?

ઈશાન: કંઈનઈ કંઈનઈ, એ તો પછી અત્યારે તું નીકળ તારે લેઈટ થતું હશે.

અને આખુંય વાતાવરણ હસતું મૂકીને અક્ષત પોતાના કામે જવા નીકળી ગયો. જે દુઃખ હળવું કરી આપે તેનું નામ મિત્ર....

શું ઈશાન અક્ષત પાસે તેની બહેનનો હાથ માંગી શકશે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/9/2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED