ધૂપ-છાઁવ - 80 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 80

ઈશાન અને અપેક્ષા બંને એકબીજાનામાં ખોવાયેલા હતા અને એટલામાં અપેક્ષાના સેલફોનમાં રીંગ વાગી અને તે પણ અડધી જ.. ફક્ત મીસકોલ.... કોણે કર્યો હશે મીસકોલ? અપેક્ષા એક સેકન્ડ માટે જાણે ધ્રુજી ઉઠી પણ પછી તેણે મનોમન નક્કી કર્યું કે, જે હોય તે મારે તે ભણી જોવું જ નથી અને ચિંતામાં પડવું જ નથી.
પરંતુ તેની ચિંતા જાણે ઈશાને વહોરી લીધી હોય તેમ તેણે અપેક્ષાને મીસકોલ જોવા કહ્યું, હવે અપેક્ષાને ઉભા થયા વગર છૂટકો જ નહોતો...અપેક્ષાએ જોયું તો અજાણ્યો નંબર હતો એટલે તેણે ઈશાનને કહ્યું કે, "અનક્નોવ્ન નંબર છે, હશે કોઈ છોડને અત્યારે..!!"
પરંતુ ઈશાનના દિલને તેમ ટાઢક વળે તેમ નહોતી એટલે તેણે અપેક્ષાને ભારપૂર્વક કહ્યું કે, "એવું કઈરીતે ચાલે જેનો મીસકોલ હોય તેને સામેથી ફોન કરીને વાત કરી લે, બની શકે કે કોઈને તારું કંઈ કામ હોય..અને ફોન સ્પીકર ઉપર રાખજે એટલે મને પણ ખબર પડે કે અત્યારે અડધી રાત્રે તને કોણ યાદ કરે છે?"
ઈશાનની આ વાતથી અને અઘરા શબ્દોથી અપેક્ષા થોડી ટેન્શનમાં આવી ગઈ પાછો ફોન સ્પીકર ઉપર રાખીને વાત કરવાની, ઑહ નો..એક સેકન્ડમાં તેનાં દિલોદિમાગમાં કંઈ કેટલાય વિચારો આવી ગયા કે, મિથિલનો ફોન હશે તો?? અને તે કંઈ આમતેમ બોલશે?? હું ઈશાનને શું જવાબ આપીશ?? આજે તો હું હવે પૂરેપૂરી ફસાઈ જ ગઈ છું અને મનોમન તે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે, હે ભોળાનાથ મને બચાવી લેજે... અને મિસકોલવાળા નંબર ઉપર ધ્રુજતા હ્રદયે અને ધ્રુજતા હાથે તેણે ફોન લગાવ્યો... (ઈશાનની નજર તેના મોબાઈલની સ્ક્રીન ઉપર જ હતી તેથી તે કંઈ ખોટું પણ બોલી શકે તેમ નહોતી) તેણે ફોન લગાવ્યો અને સામેથી જે અવાજ આવ્યો કે તરતજ તેણે એક ઉંડો રાહતનો શ્વાસ લીધો, સામે તેની બેસ્ટ ફ્રેન્ડ હતી...સુમન..
અપેક્ષા: બોલ, કેમ ફોન કર્યો હતો..
સુમન: એકદમ હસતાં હસતાં બોલે છે કે, બસ ખાલી તને હેરાન કરવા માટે...આઈ મીન તને ડિસ્ટર્બ કરવા માટે..
અપેક્ષા: યુ ઈડીયટ.. આવું કરવાનું...??
અને સુમન તેને આગળ બોલવા પણ દેતી નથી અને પોતે જ બોલે છે કે, "ઓલ ધ બેસ્ટ માય ડિયર.. સોરી.. એન્જોય યોર ડે..ઓહ નો.. સોરી એન્જોય યોર ફર્સ્ટ નાઈટ... જલસા કર બાબા જલસા કર..
અપેક્ષા: યુ ઈડીયટ.. તું બહુ માર ખાઈશ મારા હાથનો.. અને સામેથી ફોન મૂકાઈ ગયો અપેક્ષાને એક બાજુ ગુસ્સો આવતો હતો અને એકબાજુ હસું આવતું હતું.
ઈશાન: જો સારું થયું ને ફોન કર્યો તો તારા ચહેરા ઉપર કેવું હાસ્ય આવી ગયું, તું નાહકની ચિંતામાં ડૂબી ગઈ હતી અને વિચારોમાં ખોવાઈ ગઈ હતી તારી બેસ્ટ ફ્રેન્ડ હતી ને.. ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ.. ગમે તે કન્ડીશનમાં હસાવી દે...
અપેક્ષા: સાચી વાત છે તારી.. એમ બોલીને ઈશાનને વળગી પડી જાણે તે મિથિલ જેવા એટમબોમ્બ થી બચી ગઈ હતી અને ઈશાનને છોડીને તેનાથી દૂર હવે ક્યાંય જવા માંગતી નહોતી અને ઈશાને પણ પોતાની પ્રિય અપેક્ષાને પોતાની અંદર સમાવી લીધી.. બંને ફરીથી એકબીજાનામાં ખોવાઈ ગયા... હવે સવાર પડજો વહેલી....

અને સૂર્યનું પહેલું કિરણ અપેક્ષાને ઉઠવા માટે ઢંઢોળી રહ્યું હોય તેમ સીધું તેનાં ચહેરા ઉપર પડી રહ્યું હતું અને તે ઉઠીને સાવર બાથ લેવા માટે ચાલી ગઈ અને સાવરબાથ લીધાં બાદ પોતાના ઈશાનની નજીક ગઈ તેને એક મીઠી મધુરી પ્રેમભરી કીસ કરી અને પોતાના ભીનાં વાળની વાછ્રોટથી પોતાના ઈશાનને જગાડવાની કોશિશ કરવા લાગી.

ઈશાન પણ આ ચાન્સ છોડવા માંગતા ન હોય તેમ તેણે પણ પોતાની અપેક્ષાને પોતાની બાહોમાં કેદ કરી લીધી અને તેને કીસ કરવા લાગ્યો..
અપેક્ષા પોતાની ફર્સ્ટ નાઈટ બદલ તેની પાસે એક ઈનામ માંગી રહી હતી.."ઈશુ, તારે મને ફર્સ્ટ નાઈટની ગીફ્ટ આપવાની બાકી છે તે તને ખબર છે ને?"
ઈશાન: હા, એ હું તને યુએસએ જઈને આપીશ..
અપેક્ષા: યુએસએ જઈને નહીં તે મને તારે અત્યારે અને અહીં જ આપવાની છે અને હું જે કહું તે તારે કોઈને કહેવાનું પણ નથી..
ઈશાન: એવી શું ગીફ્ટ તારે જોઈએ છે?
અપેક્ષા: પહેલા પ્રોમિસ આપ કે હું જે કહું છું તે તું કોઈને નહીં કહે..
ઈશાન: પણ એવી શું વાત છે?

અપેક્ષા ઈશાનને શું કહેવા જઈ રહી છે? તે મિથિલની વાત જણાવવા તો નથી જઈ રહી ને? કે પછી કોઈ બીજી વાત છે? આપે તે વિચારવાનું છે અને આપના અમુલ્ય પ્રતિભાવ ધ્વારા મને અચૂક જણાવવાનું છે તો મને ખૂબજ ગમશે... આપણી આ વાતચીત ધ્વારા આપણી વાર્તા આપણને સૌને જીવંત લાગશે... હું આપના અમુલ્ય પ્રતિભાવની રાહ જોઈ રહી છું....
આપની જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
~ 12/11/22


રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 1 માસ પહેલા

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 7 માસ પહેલા