ધૂપ-છાઁવ - 66 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 66

ઈશાન અપેક્ષાને તે પોતાના ફ્લાઈટ માટે અંદર ગઈ ત્યાં સુધી તેને કાકલૂદી કરતો રહ્યો કે, આટલા વહેલા તારે ઈન્ડિયા જઈને શું કામ છે ? આટલી વહેલી તું ઈન્ડિયા ન જઈશ ને ? અને અપેક્ષા તેને પ્રેમથી સમજાવતી રહી કે, એક મહિનો તો ક્યાંય પૂરો થઈ જશે તેની ખબર પણ નહીં પડે અને પછી તો તું ત્યાં આવી જ જવાનો છે. હું તારી રાહ જોઈશ ઈશુ...અને એટલું બોલીને અપેક્ષા ઈશાનને ભેટી પડી અને તેની આંખમાં પાણી આવી ગયું ઈશાન પણ ઢીલો પડી ગયો...અને અપેક્ષાએ ઈન્ડિયા તરફ પોતાની ઉડાન ભરી લીધી.....

અને ઈન્ડિયામાં તેને લેવા માટે તેની ફ્રેન્ડ સુમન પોતાની કાર લઇને આવી ગઈ હતી. અપેક્ષાએ ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂકતાં જ પોતાની ધરતીની માટીની મહેંક અનુભવી અને નીચે ઉતરીને તે પોતાનો સામાન કલેક્ટ કરીને ફટાફટ બહાર આવી અને બહાર આવતા વેંત પોતાની ફ્રેન્ડ સુમનને તે ભેટી પડી.

સુમને અપેક્ષાને જોઈને તરત જ કમેન્ટ કરી કે, " અરે વાહ, તું તો અમેરિકા જઈને વધુ રૂપાળી થઈને આવી અને અપેક્ષાએ પણ હસીને સામે જવાબ આપ્યો કે, " હા યાર, ત્યાંના હવા પાણી એવા છે તો તેની અસર થયા વગર તો રહેવાની જ નથી ને... તેની આ વાત સાંભળીને સુમને બીજી કમેન્ટ કરી કે, " ખાલી દેખાવ ઉપર જ ત્યાંની અસર અડી છે ને સ્વભાવ ઉપર તો નથી અડીને ? " અને અપેક્ષાએ પણ તેને સામે જવાબ આપ્યો કે, " ના યાર તને ક્યારેય એવું લાગ્યું ? બસ આપણે તો જે હતા તે ના તે જ છીએ. અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા.

અપેક્ષા તો જાણે ઘણાં બધાં વર્ષો પછી ઈન્ડિયા આવી હોય તેમ કારના ગ્લાસમાંથી સતત બહાર જોયા કરતી હતી અને જાણે તેની પુરાની યાદો તાજી થતી જતી હતી અને મનમાં ને મનમાં વિચારી રહી હતી કે અહીં ઈન્ડિયામાં પોતાના દેશમાં પોતાના માણસો સાથે રહેવાની કંઈક મજા જ ઓર છે. અને તેને થયું કે, આઈ લવ માય ઈન્ડિયા... રોડ ઉપર ઉભેલી પાણીપુરીની લારી જોઈને અચાનક તેનાથી બોલાઈ ગયું કે, સુમન મારે શું શું ખાવાનું છે તેનું હું લાંબુ લિસ્ટ બનાવીને આવી છું. તારે મને બધેજ લઈ જવાની છે ઓકે?
સુમન પણ ઘણાં વર્ષો પછી જાણે પોતાની ઉપર કોઈ હક કરીને કોઈ પોતાની વ્યક્તિ તેની ઉપર હુકમ ચલાવતી હોય તેમ તેના હુકમને ફોલોવ કરવા માટે તૈયાર જ હોય તેમ તેને કહી રહી હતી કે, " સ્યોર યાર, તને ત્યાંથી આવતા પહેલા જ મેં નહોતું કહ્યું કે, હું બધેજ તારી સાથે આવીશ અને તારે જ્યાં જવું હશે ત્યાં પણ તને લઈ જઈશ તો તું તેને માટે બેફીકર થઈ જા ઓકે અને પહેલા તો તારે જે જે કામ હોય ખરીદી આ તે બધુંજ તેનું એક લિસ્ટ બનાવી દેજે અને પછી તે પ્રમાણે આપણે તેને ફોલોવ થતાં રહીશું ઓકે બોલ બીજું કંઈ હવે...

અપેક્ષા: ના બસ યાર બીજું કંઈ જ નહીં તે મારી અડધી ચિંતા ઓછી કરી દીધી.
સુમન: અરે યાર ફ્રેન્ડ કોને કહેવાય ?
અપેક્ષા: સાચી વાત છે તારી.

અને પછી બંને વચ્ચે બીજી બધી વાતો ચાલી કે, ઈશાન કેમ છે ? યુએસએ સેટલ થવા માટે કેવું છે ? વગેરે વગેરે અને એટલામાં લક્ષ્મી બાનું ઘર આવી ગયું લક્ષ્મી બા, ચાતક જેમ વરસાદની રાહ જુએ તેમ પોતાની દીકરીની રાહ જોઈને જ બેઠા હતા અને તેના સ્વાગતની તૈયારી પણ તેમણે કરીને રાખી હતી અને તેને માટે તેને ભાવતાં મમ્મીના હાથના ગરમાગરમ ઢોકળા બનાવીને રાખ્યા હતા.

પોતાનું ઘર આવતાં જ અપેક્ષા કારમાંથી નીચે ઉતરી અને હજી તો પોતાનો સામાન કારમાંથી કાઢવા માટે જાય તે પહેલા તો તેના સેલફોનમાં રીંગ વાગે છે તે ઉપાડે છે પરંતુ સામેથી કંઈજ રિપ્લાય આવતો નથી...કોનો ફોન હશે અપેક્ષાના સેલફોનમાં ? કે પછી ભૂલથી જ કોઈએ લગાવી દીધો હશે કે ઈરાદા પૂર્વક કોઈએ કર્યો હશે... તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/6/22


રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 અઠવાડિયા પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા

Usha Patel

Usha Patel 7 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 10 માસ પહેલા