ધૂપ-છાઁવ - 102 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 102

ધીમંત શેઠ મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે, વર્ષોથી ઉજ્જડ અને વેરાન બની ગયેલી મારી આ જિંદગીમાં અપેક્ષાના આગમનથી રોનક છવાઇ જશે. બસ પછી તો ચારેય તરફ બસ ખુશી જ ખુશી છવાયેલી રહેશે...અને તે પોતાના અપેક્ષા સાથેના લગ્ન થઈ ગયા છે અને પોતે તેને લઈને કોઈ હિલસ્ટેશન ઉપર હનીમૂન માટે ગયા છે તેવા સ્વપ્નમાં ખોવાઈ ગયા અને એકદમ અપેક્ષા જાણે સીડી ઉતરતાં ઉતરતાં પગથિયું ચૂકી ગઈ છે અને છેક નીચે પછડાઈ ચૂકી છે... અને તેમણે એકદમથી બૂમ પાડી કે, "અપેક્ષા.. અપેક્ષા.."
તેમની આ બૂમ સાંભળીને લાલજીભાઈ દોડીને તેમની રૂમ તરફ આવી પહોંચ્યા અને તેમના રૂમને નોક કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે, "શું થયું શેઠ સાહેબ આપે કેમ બૂમ પાડી...?"
ધીમંત શેઠ પણ આ બધું હકીકત હોય તેમ ગભરાઈ ચૂક્યા હતા અને એકદમથી સફાળા બેઠા થઈ ગયા અને પછીથી તેમને ખ્યાલ આવ્યો કે તે સ્વપ્ન જોઈ રહ્યા હતા તેમણે ઉભા થઈને બારણું ખોલ્યું તો સામે લાલજીભાઈ હતા જે તેમને પૂછી રહ્યા હતા કે, "શું થયું શેઠ સાહેબ, કેમ તમે એકદમથી બૂમ પાડી."
ધીમંત શેઠે હાથ વડે એક્શન કરી અને ધીમા અવાજે બોલ્યા કે કંઈ નહીં બસ એક ખરાબ સ્વપ્ન આવી ગયું હતું.
"શેઠ સાહેબ, હું તમારા માટે પાણી લઈ આવું."
"ના ના, કંઈ જરૂર નથી આઈ એમ ઓકે નાઉ."
અને ધીમંત શેઠ પોતાના વોશરૂમમાં ગયા અને વઓશબેઝિનમાં પોતાનું મોં ધોવા લાગ્યા અને સામે લગાવેલા મીરરમાં તેમની નજર પડી અને તે પોતાના ચહેરાને વાંચવાનો પ્રયત્ન કરવા લાગ્યા કે મને આટલી હદ સુધી અપેક્ષા ગમવા લાગી છે અને તો પછી..જો તે આ લગ્ન માટે ના જ પાડશે અને નહીં જ તૈયાર થાય તો..!! તો હું શું કરીશ..?? અને તેમણે એક ઉંડો શ્વાસ લીધો હાથમાં ટોવેલ લઈને મોં લૂછતાં લૂછતાં વિચારવા લાગ્યા કે, તો પછી જબરદસ્તીથી તેને ઉઠાવી લેવી પડે.. પણ મારી પાસે શું નથી? તે કયા કારણે મને ના પાડી શકે? કદાચ તેણે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય તેટલું સુખ તેને મળવાનું છે અને તો પછી તે ના શું કામ પાડે..અને ના પાડશે તો મારે તેની સાથે જબરદસ્તી જ કરવી પડશે..પણ પ્રેમમાં કઈરીતે જબરજસ્તી થાય..પરાણે પ્રીત ન થાય..!! તો હું શું કરું?? કંઈજ સમજાતું નથી. ધીમંત શેઠને પોતાનું માથું જાણે ભારે ભારે લાગવા લાગ્યું. સવાર સવારમાં ફ્રેશ મૂડને બદલે તે એક વિચિત્ર પ્રકારની ચિંતામાં ઘરકાવ થઈ ગયા. પોતાના બેડ ઉપર તકિયાને ટેકો દઈને બેઠા બેઠા બસ આ બધા વિચારોમાં ડૂબી ગયા.
લાલજીભાઈ ફરીથી તેમની રૂમ પાસે આવ્યા રૂમનું ખુલ્લું જ હતું છતાં તેમણે બહારથી જ નૉક કર્યું અને પૂછવા લાગ્યા કે, "આપની ચા હું અહીંયા લાવું કે આપ બહાર ડાઈનીંગ ટેબલ ઉપર આવો છો?"
"અપેક્ષા મેડમ ઉઠી ગયા?" ધીમંત શેઠે પૂછ્યું.
"હા, શેઠ સાહેબ એ તો ક્યારના ઉઠી ગયા છે અને બહાર ગાર્ડનમાં ટહેલવા નીકળ્યા છે."
"ઓકે, તો તમે અમારો બંનેનો ચા નાસ્તો પણ ગાર્ડનમાં જ લઈ આવો અને અપેક્ષા મેડમને શું નાસ્તો કરવો છે તે પણ પૂછી લેજો પછી બનાવજો."
"જી શેઠ સાહેબ મેં પૂછી લીધું. તેમણે બટાકા પૌંવા બનાવવાના કહ્યા છે જે મેં બનાવી દીધા છે આપ ગાર્ડનમાં આવો એટલે હું ચા નાસ્તો લઈને આવું છું."
"ઓકે." કહીને ધીમંત શેઠ ઉભા થયા અને અપેક્ષા ગાર્ડનમાં છે તે જાણીને જરા મૂડમાં આવ્યા અને ટૂથબ્રશ કરીને મોં ધોઈને ફ્રેશ થઈને ગાર્ડનમાં આવીને હિંચકા ઉપર બેઠા અને અપેક્ષાને પોતાની બાજુમાં બેસવા કહ્યું.
અપેક્ષા હજીપણ જાણે પોતાના નેગેટિવ વિચારોથી ઘેરાયેલી હતી.
તેણે ધીમંત શેઠને ફરીથી પ્રશ્ન કર્યો કે, "આપણાં લગ્ન શક્ય બનશે ખરા અને તે સક્સેસ જશે?"
ધીમંત શેઠે અપેક્ષાની સામે જોયું અને તે બોલ્યા, "મેડમ તમે આટલી બધી ચિંતા ન કરશો આપણાં લગ્ન શક્ય પણ બનશે અને સક્સેસ પણ જશે મને મારા ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તમે ખાલી બસ આ બધી મૂંઝવણમાંથી બહાર આવી જાવ અને હા પાડી દો એટલે વાત પૂરી."
"આખી રાત હું બસ એ જ વિચારતી રહી પરંતુ મારું મન બસ હા પાડવા જ તૈયાર નથી તે જ તો તકલીફ છે."
"એનું પણ સોલ્યુશન આવી જશે."
અને ધીમંત શેઠે પોતાને સારી રીતે જાણતા મહારાજ શ્રી કૃષ્ણકાંતને ફોન કર્યો.
"હા બોલો ધીમંત શેઠ, શું કામ પડ્યું મારું?"
"હા, કૃષ્ણકાંતજી, નમસ્કાર કામ એવું હતું કે, મેં લગ્ન કરવાનું નક્કી કર્યું છે..
"ઓહો, તો તો ખુશીની વાત છે. બહુ સારો નિર્ણય લીધો આપે, હું તો ઘણાં વર્ષોથી આપને કહ્યા કરું છું પણ આપની તૈયારી નહોતી."
"હા પણ હવે હું એ બાબતે વિચારી રહ્યો છું અને આપે મને તે કાર્યમાં સહાયતા કરવાની છે."
"હા, થઈ જશે. સાહેબ."
"હા તો હું ક્યારે આવું આપને મળવા માટે?"
"આપને જો સમય ન હોય તો હું આવી જવું આપના ઘરે.."
"હા, તો તો ખૂબ સરસ તો ક્યારે આવશો આપને ક્યારે ફાવશે."
"આજે નહીં, આજે મારે એક જગ્યાએ હવન કરાવવા માટે જવાનું છે એટલે નહીં ફાવે..એક કામ કરીએ આવતીકાલે સાંજે આપણે મળીએ."
"આવતીકાલે સાંજે નહીં, રાત્રે આપ આવો, હું ઓફિસેથી આવું પછીથી."
"હા તો એવું કરીએ, સાહેબ."
"ઓકે તો મળીએ કાલે."
"હા, આવતીકાલે લગભગ નવેક વાગ્યે હું આપના બંગલે આવી જઈશ."
"જી, પધારો."
અને ધીમંત શેઠે ફોન મૂક્યો અને થોડી રાહત અનુભવી.
આ વાતચીત ચાલુ હતી તે દરમ્યાન લાલજીભાઈએ ગરમાગરમ પૌંઆ અને ચા બંને લાવી દીધા હતા એટલે ધીમંત શેઠે અપેક્ષાની સામે જોયું અને તે બોલ્યા કે, "ચાલો તો મેડમ, ચા નાસ્તો કરી લઈશું આપણે?"
અને અપેક્ષાને પણ થોડી માનસિક રાહત થઈ હોય તેમ તેણે ધીમંત શેઠની સામે જોઈને સ્માઈલ આપ્યું અને ચા ની કીટલી હાથમાં લઈને ચા તેમજ પૌંઆ બંનેની પ્લેટમાં પીરસવા લાગી...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/5/23