Dhup-Chhanv - 63 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 63

ઈશાન તો નમીતાના આવા દુઃખદ સમાચાર સાંભળીને જ ચોંકી ઉઠ્યો હતો અને તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. સતત એક જ સવાલ તેના વિચારશીલ મનને મૂંઝવી રહ્યો હતો કે, નમીતાની મેં આટલી બધી સેવા કરી, હું તેને આટલો બધો સપોર્ટ કરતો રહ્યો તો પછી તેણે આવું પગલું કેમ ભર્યું હશે ? મારી નમીતા મને છોડીને કેમ ચાલી ગઈ ? હે ઈશ્વર આ તેણે શું કર્યું ? અને પોતે નમીતાને અહીં હોસ્પિટલમાં પાછી મૂકી ગયો તે માટે તેને પસ્તાવો પણ થવા લાગ્યો. પણ હવે શું થાય ? હવે તેના હાથમાં કંઈ જ નહોતું. નમીતા આવું પગલું ભરશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.

ઈશાન ઉપર અને નમીતાની ટ્રીટમેન્ટ જે ડૉક્ટર તેમજ નર્સ કરી રહ્યા હતા તે બધાની પોલીસ ઈન્કવાયરી ચાલી રહી હતી.

સૌ પ્રથમ ડૉક્ટર સાહેબ અને નર્સની ઈન્કવાયરી કરવામાં આવી તો તેમાં એવું સાબિત થયું કે, નમીતા પોતાની જિંદગીથી ખૂબજ કંટાળી ગઈ હતી અને થાકી હારી ગઈ હતી. કદાચ તે પોતાની જાતને સાથ આપી રહી ન હતી અથવા તો પોતાના મમ્મી પપ્પા અને ભાઈની યાદમાં તેણે આ પગલું ભરી લીધું હશે તેવું પણ બની શકે એવું તારણ નીકળ્યું અને તેથી ડૉક્ટર સાહેબને તેમજ નર્સને નમીતાના સ્યુસાઈડ માટે જવાબદાર ગણવામાં આવ્યા નહીં.

ત્યારબાદ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ફિરોઝે ઈશાનની ઈન્કવાયરી કરવાની શરૂઆત કરી અને પહેલેથી નમીતા સાથે શું શું બન્યું અને કયા કારણોસર નમીતાને અહીં આ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી આ તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવી અને ત્યારે ફરીથી શેમનુ નામ ચર્ચામાં આવ્યું અને આ આખાયે ફસાદની જડ શેમ જ છે તેવું પોલીસ અધિકારી શ્રી ફિરોઝને લાગ્યું. આ બધીજ ઈન્કવાયરી બાદ ઈશાન પણ નિર્દોષ સાબિત થઈ ગયો અને તેણે નમીતા માટે જે કાંઈ પણ કર્યું તે નમીતાના ફાયદા માટે જ કર્યું છે તેવું સાબિત થઈ ગયું.

હવે નમીતાની આ હાલત માટે શેમ વધુ જવાબદાર હોઈ શકે તેમ સાબિત થઈ ગયું હતું અને પોલીસ ઇન્સ્પેકટર શ્રી ફિરોઝે પણ આ વાત ઉપર વધુ ભાર મૂક્યો હતો અને શેમની સજા હવે વધારવામાં આવશે તેવી પણ ખાતરી તેમણે આપી હતી.

નમીતાના આ સમાચારથી ઈશાન થોડા દિવસ સુધી ખૂબ ડિસ્ટર્બ રહ્યો અને પોતે નમીતા માટે કશું કરી ન શક્યો તેવું ફીલ કરતો રહ્યો પરંતુ અપેક્ષાએ તેને ખૂબ પ્રેમથી સાચવ્યો અને તે સતત તેને સમજાવતી રહી કે નમીતા માટે તારાથી બનતું બધું જ તે કર્યું છે માટે તેનાં મૃત્યુ માટે તું જરાપણ જવાબદાર નથી અને તેવો તેને અહેસાસ કરાવતી રહી.

ધીમે ધીમે ઈશાન નમીતાના શોકમાંથી બહાર આવતો ગયો અને નોર્મલ થતો ગયો. હવે અપેક્ષા અને ઈશાનના લગ્નની રાહ જોઈને બેઠેલા અક્ષતને ખૂબજ મનની શાંતિ લાગતી હતી કે, હવે મારી બહેન અપેક્ષાને ઈશાનનો બધોજ પ્રેમ મળશે અને સુખ શાંતિ બધુંજ મળશે.

અક્ષત અપેક્ષાના તેમજ ઈશાનના લગ્નની તારીખ નક્કી કરવા માટે ઈશાનના ઘરે આવ્યો અને તેનાં મમ્મી પપ્પાને મળીને ઘડિયા લગ્નની તારીખ નક્કી કરવામાં આવી.
અપેક્ષા તરફથી તો લગ્નની મોટાભાગની તૈયારી થઈ ગઈ હતી બસ થોડી ઘણી બાકી હતી તે અર્ચના ખૂબજ ધ્યાનપૂર્વક સંભાળીને પતાવી દે તેમ હતી.

હોલ બુક કરાવવાની, પૈસાની વ્યવસ્થા કરવાની અને અપેક્ષા તેમજ અક્ષતની માં લક્ષ્મી બાની ઈન્સટન્ટ ટિકિટ કરાવવાની આ બધી જવાબદારી અક્ષતની હતી જેને માટે અક્ષત પહેલેથી જ તૈયાર હતો. અક્ષત પોતાની ખૂબજ વ્હાલી તેમજ એકની એક બહેનને ખૂબજ ધામધૂમથી પરણાવવા માંગતો હતો કારણ કે પોતાના લગ્ન વખતે પોતે ખૂબ ગરીબ હતો તેથી પોતાના કોઈ શોખ પૂરા કરી શક્યો નહોતો જે બધાજ શોખ તે અત્યારે પોતાની પ્રાણથી પણ પ્યારી પોતાની બહેનના લગ્નમાં પૂરા કરવા ઈચ્છતો હતો.

લગ્નની તારીખ નક્કી થઈ ગયા બાદ એ દિવસે રાત્રે જ લક્ષ્મી બાને ફોન કરવામાં આવે છે જે હંમેશા પોતાના સંતાનોના સુખ અને શાંતિ માટે ઈશ્વરને સતત પ્રાર્થના કરતી રહે છે. લક્ષ્મી બાની તેમની યુએસએ આવવા માટેની ટિકિટ બુક કરાવવા માટે પૂછવામાં આવે છે.

લક્ષ્મી બા ગમે તે કારણ હોય પરંતુ જે યુએસએ એ પોતાનો પતિને પોતાની પાસેથી છીનવી લીધો છે તે યુએસએ ની ધરતી ઉપર હું કદાપી પગ નહીં મૂકું તેમ કહીને અપેક્ષાના લગ્ન માટે યુએસએ આવવાની ધરાર ના પાડી દે છે. અક્ષત હવે શું કરવું તેમ વિચારમાં પડી જાય છે અને પોતાના બધાજ પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યુ તેમ વિચારે છે. પોતાની માં લક્ષ્મીના આ નિર્ણયથી અપેક્ષા પણ ખૂબ નારાજ થઈ જાય છે. અને હવે શું થશે ? તેમ વિચારમાં પડી જાય છે.

તમને શું લાગે છે હવે શું થશે ? શું ખરેખર લક્ષ્મી બા યુએસએ નહીં આવે ? આ લગ્ન સાદાઈથી કરવામાં આવશે ? ખબર નહીં હવે તે તો સમય જ બતાવશે...
વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
6/6/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED