થોડીવાર પછી અપેક્ષાએ ફરીથી પોતાનો ફોન ચાલુ કર્યો અને ફરીથી તેમાં રીંગ વાગી જોયું તો તે જ મિથિલનો જ નંબર.. આ વખતે તેને લાગ્યું કે, એક વખત મિથિલ સાથે મારે શાંતિથી વાત કરી લેવી જોઈએ અને તેને એ વાત મારે સમજાવી દેવી જોઈએ કે, હવે હું પહેલાની અપેક્ષા નથી..અને છેવટે તેણે વાત કરવા માટે ફોન ઉપાડ્યો... ફરીથી આજીજી ભર્યો તે જ આવાજ તેના કાને પડ્યો, " અપેક્ષા... એકવાર મને મળવાનો ચાન્સ આપ.. પ્લીઝ.. હું તને મળવા માંગુ છું.. તને જોવા માટે ઘણાં લાંબા સમયથી હું તડપી રહ્યો છું.. પ્લીઝ.. મારી આટલી વાત તું નહીં માને ? "
અપેક્ષા જાણે પથ્થર દિલ બનવાની કોશિશ કરી રહી હતી પરંતુ મિથિલના અતિશય દર્દસભર આગ્રહભર્યા અવાજે તેને થોડી હચમચાવી મૂકી અને તે ફક્ત એટલું જ બોલી કે, " આઈ વીલ ટ્રાય..." અને વધુ આગળ કંઈજ બોલવા ન માંગતી હોય તેમ તેણે ફોન કટ કરી દીધો...
બીજે દિવસે સવારના પહોરમાં મિથિલનો ફોન આવ્યો અને તે અપેક્ષાને પૂછવા લાગ્યો કે, " બોલ આજે તું મને મળવા માટે આવીશને, તને મળવા માટે હું ખૂબજ તડપી રહ્યો છું મારો એક એક દિવસ એક એક ભવ જેવો જાય છે હવે હું વધારે રાહ નહીં જોઈ શકું આજે તું મને મળવા માટે આવે તો તારો ખૂબ ખૂબ આભાર. "
અપેક્ષા: હું આજનું મારું શું સીડ્યુલ છે તે જોઈને તને ફોન કરું.
મિથિલ: આપણે જ્યાં મળતા હતા અને બેસતા હતા " ગુજરાત કોલેજની પાછળના ભાગમાં ત્યાં જ તારે આવવાનું છે ખાલી તું કેટલા વાગે આવીશ તે તારે મને કહેવાનું છે. "
અપેક્ષા: હા હું તને ફોન કરું.
અને અપૂક્ષાએ પોતાનું એ દિવસનું સીડ્યુલ જોઈ લીધું અને પછી મિથિલને ફોન કર્યો કે, તે સાંજે સાત વાગ્યે તેને નક્કી કરેલી જગ્યા ઉપર મળવા માટે જશે.
હવે મિથિલ સાંજે સાત વાગે તેની બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો અને સમય કરતાં વહેલો જ તે જગ્યાએ પહોંચી ગયો હતો. એક એક સેકન્ડ તેને એક વર્ષ જેટલી લાગી રહી હતી તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા કે, અપેક્ષા આવશે કે નહીં આવે પણ તે વિચારતો હતો કે અપેક્ષા વાયદાની ખૂબ પાક્કી છે એકવાર તેણે કહી દીધું કે હું આવીશ પછી આકાશ પાતાળ એક થઈ જાય પણ તે પોતાને મળવા માટે આવીને જ રહે પણ અત્યારની અપેક્ષા અને પહેલાની અપેક્ષામાં ફરક પણ હોઈ શકે છે તે અપેક્ષા કોલેજકાળની સાદી સીધી ભોળી અપેક્ષા હતી અત્યારે તે બદલાઈને હોંશિયાર અને ચાલાક પણ થઈ ગઈ હોય... પછી તેને થયું કે, ના ના હોંશિયાર અને ચાલાક થઈ ગઈ હોય તો મને મળવા માટે જ ન આવે... પણ ના તે મને મળવા માટે એટલે આવે છે કે, તે મને ખૂબજ પ્રેમ કરતી હતી, મારા માટે તેણે બધુંજ છોડી દીધું હતું તેની માં અને ભાઈને પણ તેણે છોડી દીધા હતા પરંતુ મારી જ ભૂલ હતી હું જ અવળે રસ્તે ચઢી ગયો હતો અને તેને વફાદાર ન રહી શક્યો તે મારા બાળકની માં બનવાની હતી અને મેં તેને લાત મારીને તરછોડી દીધી હતી હું અત્યારે તેની જ સજા ભોગવી રહ્યો છું હવે હું તેની સાથે ખૂબજ પ્રેમથી અને ખૂબજ સારી રીતે રહીશ તેને હાથમાં ને હાથમાં રાખીશ, તેને જરાપણ ખોટું નહીં લાગવા દઉં... પણ હવે તે મારી સાથે રહેવા માટે તૈયાર થશે...? તે જ તો મોટો પ્રશ્ન છે...ના ના હું તેના પગમાં પડી જઈશ.. તેને કગરીશ...તેને ખૂબ વિનંતી કરીશ...તે જે કહેશે તેમ કરીશ પણ હું તેને મેળવીને જ રહીશ.. હું તેના વગર જાણે અધૂરો છું...કેટલો બધો પ્રેમ કરતી હતી તે મને.. તે મને છોડવા પણ તૈયાર નહોતી મેં તેને ખૂબજ હેરાન કરી છે મેં તેને ખૂબ દુઃખ આપ્યું છે.. આટલા બધા સમય પછી તે મને માફ કરી શકશે... હા કરશે કારણ કે તે મને પ્રેમ કરે છે ખૂબજ પ્રેમ કરે છે. હું તેને મેળવવા માટે બધુંજ કરી છૂટીશ પણ તેને મેળવીને જ રહીશ...
શું અપેક્ષા મિથિલને મળવા માટે આવશે ? તે મિથિલને માફ કરી શકશે ? મિથિલની વાતોમાં આવી જશે ?? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે ??
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/9/22