ધૂપ-છાઁવ - 21 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 21

આપણે પ્રકરણ-20 માં જોયું કે, ઈશાન પોતાની જગ્યાએથી ઉભો થયો અને તેણે અપેક્ષાને પાણીનો ગ્લાસ ધર્યો. અપેક્ષાને પણ જાણે ગળામાં ડૂમો બાઝી ગયો હોય તેમ તેણે ઈશાનના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ લીધો અને બધું જ પાણી ફટાફટ ગટ ગટાવી ગઈ પછી તેણે ઈશાનની સામે ગ્લાસ પાછો ધર્યો. ઈશાને ગ્લાસ તેની જગ્યાએ મૂક્યો અને એક સ્ટુલ લઈ તે અપેક્ષાની સામે બેસી ગયો અને ફ્રેન્ડશીપ માટે તેણે અપેક્ષાની સામે હાથ લંબાવ્યો અને બોલ્યો કે, " અપેક્ષા,‌ ફ્રેન્ડ બનીશ મારી..?? "

અપેક્ષા ઈશાનના પ્રશ્નનો કંઈજ જવાબ આપી શકી નહીં પણ તેના મગજમાં શું વિચાર આવ્યો કે તરત જ તેણે ઈશાનની દોસ્તીનો સ્વિકાર કરતી હોય તેમ તેણે પણ ઈશાન સામે હાથ લંબાવી દીધો અને ઈશાને તેનો હાથ એ રીતે દબાવ્યો કે જાણે તે તેનો કોઈ જૂનો દોસ્ત હોય અને વર્ષો પછી તેને પ્રેમથી મળી રહ્યો હોય.

અપેક્ષાને પણ એક સાચા દોસ્તની પ્રેમસભર હુંફ મળી હોય તેમ તેના ચહેરા ઉપર ઘણાં લાંબા સમય બાદ એક શાંતિની લકીર નજરે પડી.

આજે ઈશાનને ખૂબજ આનંદ થયો કે જે છોકરી આટલા બધા દિવસથી અહીં યુએસએ આવી હતી તેને બોલાવવા માટે અક્ષત અને અર્ચનાએ ઘણાં પ્રયત્ન કર્યા છતાં તે કંઈજ બોલવા તૈયાર ન હતી પણ આજે તેણે પોતાની ફ્રેન્ડશીપનો સ્વિકાર કરીને નવા માહોલમાં અજાણ્યા વ્યક્તિ સાથે એક નવા રિલેશનની શરૂઆત કરી હતી.

હવે ઈશાનને લાગ્યું કે પોતાને જે જવાબદારી અક્ષતે સોંપી છે કે, "અપેક્ષાને નોર્મલ કરવામાં તું મારી મદદ કરે તો આ કામ હું સહેલાઈથી કરી શકું તેમ છું." તે સહેલાઈથી શક્ય બની શકશે.

ત્યારબાદ તેણે અપેક્ષાને પૂછ્યું કે, "આ સ્ટોર બરાબર ગોઠવવાનો છે તો તેમાં તું મારી મદદ કરીશને..??"

અપેક્ષાએ માથું ધુણાવીને "હા" પાડી.
અને ઈશાનના મુખ ઉપર એક છૂપું હાસ્ય છવાઈ ગયું.

તેણે અપેક્ષાને ઉભા થવા માટે કહ્યું અને એક પછી એક વસ્તુ ગોઠવવા માટે પ્રોત્સાહિત કરી.

ઈશાન અપેક્ષાના હાથમાં એક એક વસ્તુ આપે જતો હતો અને અપેક્ષા પ્રોગ્રામ સેટ કરેલા રોબર્ટની જેમ દરેક વસ્તુ ગોઠવે જતી હતી.

ઈશાનને જ્યાં અપેક્ષાની ભૂલ જણાતી ત્યાં તે અપેક્ષાને ટોકતો પણ ખરો પરંતુ અપેક્ષા " હા હં " તેનાથી વધારે કંઈજ બોલતી ન હતી જાણે તેને બોલવું પસંદ જ ન હોય તેમ..!!

ઈશાન તેને બોલાવવા માટે પ્રશ્ન પૂછવા લાગ્યો કે, " અપેક્ષા આ અહીં બરાબર છે ને..?? કે બીજે ક્યાંક મૂકીશું..?? " પણ અપેક્ષા જાતે જ ઉભી થઈને, કંઈપણ જવાબ આપ્યા વગર તે વસ્તુની જગ્યા બદલી કાઢતી.

આમને આમ આખોયે દિવસ પસાર થઈ ગયો પણ અપેક્ષા ચૂપ જ રહી તેથી ઈશાનને થોડું અજુગતું લાગ્યું.
આટલો બધો પ્રયત્ન કરવા છતાં અપેક્ષા કેમ ચૂપ રહી શકી..?? તેના દિલોદિમાગ ઉપર કેવી ગંભીર અસર પડી હશે..?? તેની સાથે કેટલું ખરાબ વીત્યું હશે..?? વગેરે પ્રશ્નો ઈશાનને મૂંઝવી રહ્યા.

સાંજ પડતાં સ્ટોર બંધ કરવાનો સમય થતાં જ અર્ચના અપેક્ષાને લેવા માટે આવી ગઈ હતી. નાના બાળકને શીખવાડવામાં આવે તેમ અર્ચનાએ અપેક્ષાને ઈશાનને " બાય " કહેવા માટે સમજાવ્યું.

અપેક્ષાએ હાથ હલાવીને ઈશાનને "બાય" કહ્યું અને અર્ચના અને અપેક્ષા બંને નીકળી ગયા.

ઈશાન પણ જાણે એકલો પડી ગયો હોય તેમ બે મિનિટ થંભી ગયો અને પછી સ્ટોર બંધ કરીને ઘર તરફ રવાના થયો.

મમ્મી-પપ્પા સાથે બેસીને જમવાનું જમ્યા પછી ઈશાન પોતાની રૂમમાં સૂઈ જવા માટે ગયો પણ આજે નીંદર રાણી તેનાથી રીસાઈ ગયા હોય તેમ તેને ઊંઘ આવતી જ ન હતી અને આખીયે રાત બસ અપેક્ષાના વિચાર જ આવ્યા કર્યા.

અર્ચના અપેક્ષાને પૂછી રહી હતી કે, તેને ઈશાનના સ્ટોરમાં ઈશાન સાથે કામ કરવાની મજા આવી કે નહીં..??


~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

19/3/2021

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 1 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Bhakti Sayta

Bhakti Sayta 6 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા