ધૂપ-છાઁવ - 10 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 10

આપણે પ્રકરણ 9 માં જોયું કે, લક્ષ્મી પોતાની આપવીતી કહેતાં કહેતાં નર્વસ થઈ ગઈ હતી અને કહેતી હતી કે, "તકલીફો ભર્યું આ જીવન જીવીને હું પણ હવે થાકી ગઈ છું જીવનની સંધ્યાએ તમે મળ્યા તેનો આનંદ કંઈક અનેરો જ છે કદાચ, મારી એ વેદના તમે નહીં સમજી શકો. જો સમજી શક્યા હોત તો આમ છોડીને ચાલ્યા ગયા ન હોત..!! ખેર, હવે જે થયું તે..!!"

અને આપણો અક્ષત અત્યારે યુ.એસ.એ.માં છે, વેલસેટ છે. મને પણ ત્યાં બોલાવે છે પણ જવાની ઈચ્છા થોડી ઓછી હતી તેથી હું ન ગઈ... હવે આગળ....

વિજય: ઓહો. અક્ષત યુ.એસ.એ. માં છે..?? કઈ રીતે પહોંચ્યો..??
લક્ષ્મી: શામળાની પોળમાં આપણી સામે રહેતાં ત્રિલોકભાઈની દીકરી અર્ચના, આપણો અક્ષત અને અપેક્ષા બધા સાથે જ રમીને મોટાં થયા છે. અર્ચના અને અક્ષત કિશોરાવસ્થામાં થી યુવાવસ્થામાં પહોંચ્યા અને બંને વચ્ચેની દોસ્તી પ્રેમમાં પરિણમી...અક્ષત એન્જિનિયરિંગમાં ભણતો હતો અને અર્ચનાનું બી.સી.એ. પૂરું થયું ત્યારે અર્ચના માટે ત્રિલોકભાઈએ છોકરાઓ જોવાનું શરૂ કરી દીધું હતું પરંતુ અર્ચનાને આપણો અક્ષત ખૂબજ ગમતો હતો. બંને વચ્ચે બાળપણથી જ જાણે ગાઢ પ્રેમ હતો. બંને એકબીજા માટે જ સર્જાયા હોય તેવો પ્રેમ બંને એકબીજાને કરતાં હતાં.

પરંતુ આપણી પરિસ્થિતિ સાવ સામાન્ય હતી એટલે ત્રિલોકભાઈની ઈચ્છા અર્ચનાને આપણાં ત્યાં પરણાવવાની જરા પણ ન હતી પણ દીકરીની જીદ આગળ તે મજબૂર હતાં. અર્ચનાએ પોતાના મમ્મી-પપ્પાને અને ભાઈને ચોખ્ખું કહી દીધું હતું કે, " હું લગ્ન કરીશ તો, ફક્ત અક્ષત સાથે અક્ષત સિવાય હું બીજા કોઈ છોકરા સાથે લગ્ન નહીં કરું...! "

તેથી એક દિવસ ત્રિલોકભાઈ તેમજ સુહાસીની બેન અર્ચનાના મમ્મી-પપ્પા આપણાં ઘરે અર્ચનાનું માંગુ લઈને આવ્યાં હતાં પણ સાથે તે આડકતરી રીતે આપણાં વિજયને મારી પાસેથી જાણે છીનવીને લઈ જવા માટે આવ્યાં હોય તેમ તેમણે એક શરત મૂકી કે, " લગ્ન પછી અમે અક્ષતને અને અર્ચનાને, યુ.એસ.એ. અમારો દિકરો દિપક છે તેની સાથે મોકલી દઈશુ. જો તમને અને અક્ષતને કોઈ વાંધો ન હોય અમારી આ શરત મંજુર હોય તો જ અમે આ લગ્ન માટે રાજી છીએ..."

અક્ષત, અર્ચનાના મમ્મી-પપ્પાની આ વાત સાંભળીને ખૂબજ રોષે ભરાયો હતો. તેણે ત્રિલોકભાઈ અને સુહાસીબેનને સંભળાવી દીધું હતું કે, " તમારી દીકરીને તમારી જોડે તમારા ઘરે જ રાખો, મારે તેની સાથે લગ્ન કરવા નથી. હું તેને છોડી દેવા માટે તૈયાર છું પરંતુ હું મારી 'મા'ને અને 'બેન'ને અહીં ઇન્ડિયામાં એકલા છોડીને આમ યુ.એસ.એ. ચાલ્યો જવા માંગતો નથી. મારી બહેને અને માએ મારે માટે ખૂબ ભોગ આપ્યો છે. લોકોનાં ઘરનાં કામ કરીને મને ભણાવીને એન્જિનિયર બનાવ્યો અને સમાજમાં ઉભો રહેવા માટે કાબેલ બનાવ્યો છે. તેમના પગ ધોઈને હું પાણી પીવું તોપણ તેમના ઉપકારનો બદલો હું ચૂકવી શકું તેમ નથી તેથી તેમને છોડીને હું આ રીતે ચાલ્યો જાઉં તે મારે માટે શરમજનક છે અને હું તે કદાપિ નહીં કરી શકું..!! માટે મને માફ કરો હું તમારી દીકરી અર્ચનાને આજથી જ ફોન કે કોઈ કોન્ટેક્ટ નહીં કરું તેની ખાતરી રાખજો. " અને અક્ષત તેમને બે હાથ જોડીને પગે લાગ્યો અને ઘરની બહાર ચાલ્યો ગયો..!!

ત્રિલોકભાઈ અને સુહાસિનીબેને મને ખૂબ વિનંતિ કરી કે," તમે તમારા અક્ષતને સમજાવો તો સારું, એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે પછી તમારી ઈચ્છા. "

હવે હું શું કરું તે મારે માટે જ એક પ્રશ્ન હતો..?? આ જીવન મને ફરીથી એક ત્રિકોણીય જંગનો સામનો કરવાનું કહી રહ્યું હતું..!! અને મારી પરીક્ષા લઈ રહ્યું હતું..?? તેણે મને ફરીથી અસમંજસમાં મૂકી હતી..??

લક્ષ્મી વિજયને યુ.એસ.એ જવા માટે અને અર્ચના સાથે લગ્ન કરવા માટે સમજાવે છે કે નહીં.. અક્ષત અર્ચનાના મમ્મી-પપ્પાની આ શરતને સ્વીકારવા તૈયાર થાય છે કે નહીં... જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
તા. 6/2/2021