ધૂપ-છાઁવ - 86 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 86

ઈશાનના ડેડના હાથમાંથી ધમકીભર્યો કાગળ સરકીને નીચે પડી ગયો તે જાણે પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠાં હતાં એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી તે ફોન ઉપાડીને જવાબ આપી શકે તેવી પણ તેમની પરિસ્થિતિ નહોતી. તે ચૂપચાપ બેસી રહ્યા અને ફોનની રીંગ વાગતી જ રહી બસ વાગતી જ રહી. થોડીવાર પછી એકદમ જાણે ફોનની રીંગ તેમનાં કાને અથડાઈ અને તેમણે ફોન ઉઠાવ્યો સામે અપેક્ષા હતી તે પૂછી રહી હતી કે, "શું થયું ડેડ તમે ફોન કેમ નથી ઉઠાવતાં?"
"તું અહીં આવી જા" એટલું જ તે બોલી શક્યા. તેમનાં અવાજમાં ધ્રુજારી હતી.
અપેક્ષાએ આ વાત પોતાના સાસુને કરી. તે અપેક્ષાને એકલી સ્ટોર ઉપર જવા દેવા માટે તૈયાર નહોતા બંને જણાં સાથે સ્ટોર ઉપર જવા માટે નીકળ્યા.
હવે આગળ...
અપેક્ષા અને તેના સાસુ પણ આ કાગળ વાંચીને ખૂબજ ગભરાઈ ગયા અપેક્ષા વારંવાર ઈશાનને ફોન લગાવી રહી હતી પરંતુ સામેથી કોઈ જ ઉત્તર મળી રહ્યો નહોતો. પોલીસ સ્ટેશને જવું પણ જોખમકારક હતું કારણકે ઈશાનનો જીવ જોખમમાં મૂકાઈ જાય તેમ હતું. અપેક્ષાએ પોતાના ભાઈ અક્ષતને ફોન કર્યો થોડીવારમાં અક્ષત અને અર્ચના બંને ત્યાં આવી પહોંચ્યા અને અક્ષતે આ વાતની આપણે પોલીસને જાણ કરી દેવી જોઈએ તેવી જ સલાહ આપી પરંતુ ઈશાનના મોમ અને ડેડ પોતાના દિકરા માટે હવે વધુ રીસ્ક લેવા તૈયાર નહોતા તેમણે આમ કરવાની ચોખ્ખી "ના" જ પાડી. થોડીવાર સુધી બધાજ ત્યાં સ્ટોર ઉપર કોઈ ફોન આવે છે કે કોઈ સમાચાર આવે છે તેની રાહ જોતાં બેસી રહ્યા પરંતુ કોઈ જ ફોન કે કોઈ સમાચાર ન આવતાં અક્ષતે ઘરે જવા માટે સૂચવ્યું. અક્ષત અને અર્ચનાએ અપેક્ષાને તેમજ તેના સાસુ સસરાને પોતાના ઘરે આવવા વિનંતી કરી પરંતુ તેમને આશા હતી કે કદાચ અમારા ઘરે કોઈ સમાચાર આવે તો અત્યારે અમે અમારું ઘર છોડીને ક્યાંય નહીં જઈએ. અક્ષત અને અર્ચના અપેક્ષાને અને તેના સાસુ સસરાને આરામ કરવાનું કહીને પોતાના ઘરે જવા માટે નીકળ્યા.
એ રાત તો બસ કોઈ સમાચાર આવે છે કે નહીં તેનાં ઈંતજારમાં જ પસાર થઈ ગઈ પરંતુ ઈશાન તરફથી કે તેને ઉપાડીને લઈ જનાર તરફથી કોઈ સમાચાર ન આવતાં અપેક્ષા અને તેના સાસુ સસરા ખૂબજ નર્વસ થઈ ગયા હતા. અપેક્ષા અને તેના સાસુની આંખમાંથી આંસુ સૂકાતાં નહોતાં.
હવે શું કરવું તે કાંઈજ સમજમાં આવતું નહોતું.
એ દિવસે ઈશાનના ડેડના કહેવાથી અક્ષતે વકીલ મારફતે શેમ ઉપર દાખલ કરેલો કેસ પાછો ખેંચાવી લીધો હવે તેમને આશા બંધાઈ કે મારો ઈશાન ઘરે આવી જશે પરંતુ આખો દિવસ પસાર થઈ ગયો પણ ઈશાનના કોઈ જ સમાચાર ન આવ્યા. હવે ઈશાનના મોમ ડેડને કોઈ જ રસ્તો સૂઝતો નહોતો.
આમ કરતાં કરતાં એક દિવસ.. બે દિવસ.. ત્રણ દિવસ.. ચાર દિવસ.. દિવસો ઉપર દિવસો પસાર થઈ રહ્યા હતા‌ પરંતુ ઈશાનના કોઈ જ સમાચાર નહોતા.
અક્ષતે પોતાની રીતે એક ખાનગી ટીમ રોકીને ઈશાનની ભાળ મેળવવાની પણ ખૂબ કોશિશ કરી પરંતુ તેની ભાળ ન મળી તે ન જ મળી...
હવે અપેક્ષા અને તેના સાસુ સસરાને માટે આંખ કરતાં આંસુ મોટા થઈ ગયા હતા અને ધીમે ધીમે આ બધીજ અસર અપેક્ષાના મન ઉપર પડી રહી હતી. તેના ગાયનેક ડોક્ટરના કહેવા પ્રમાણે જો અપેક્ષા આ જ રીતે ઈશાનના વિચારોમાં ખોવાયેલી રહેશે તો ફરીથી તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસશે અને માનસિક રોગની ભોગ બની જશે. અક્ષત અને અર્ચના અપેક્ષાના ઘરે આવીને તેનાં સાસુ સસરાને વિનંતી કરીને અપેક્ષાને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા અને તેને તેના દુઃખમાંથી બહાર લાવવા માટે તેની સાથે જાતજાતની વાતો કરીને તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ આ બધું અપેક્ષાને ફક્ત નાટકીય લાગતું હતું તે સમજતી હતી કે હકીકત કંઇક જુદી જ છે. તેની પરિસ્થિતિ દિવસે દિવસે વધારે બગડતી જતી હતી છેવટે ડોક્ટરની સલાહ મુજબ અપેક્ષાને ઈન્ડિયા પોતાની માં લક્ષ્મી પાસે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.
અક્ષત ભૂતકાળમાં દુઃખી હ્રદયે જે રીતે અપેક્ષાને ઈન્ડિયાથી યુએસએ લઈ આવ્યો હતો તે જ રીતે દુઃખી હ્રદયે યુએસએથી તેને ઈન્ડિયા મૂકવા માટે તેને જવું પડ્યું. જે તેને માટે સહન ન કરી શકાય તેવી વાત હતી.
'ઈશાન પોતાની સાથે નથી કોઈ અલગ જ દુનિયામાં ચાલ્યો ગયો છે' તે વાત સ્વીકારવા માટે અપેક્ષાનું મન બિલકુલ તૈયાર નહોતું.
કદાચ તેની માં લક્ષ્મી સાથે થોડા દિવસ પસાર કર્યા પછી અપેક્ષાનું મન અને તબિયત બરાબર થાય તો સારું તેમ બધાજ વિચારી રહ્યા હતા.
પોતાની માંને જોઈને અપેક્ષા તેને ભેટી પડી અને ખૂબ રડી ખૂબ જ રડી. લક્ષ્મી તેને શાંત પાડવાની કોશિશ કરી રહી હતી.
અક્ષત પાછો યુએસએ ચાલ્યો ગયો અને ઈશાનના કોઈ ખબર અંતર આવે છે તેની રાહ જોવા લાગ્યો.
યુએસએ હોય કે ઈન્ડિયા અપેક્ષા આખો દિવસ સૂનમૂન રહેવાનું જ પસંદ કરતી હતી તેને કોઈની સાથે બોલવું કે વાતચીત કરવી બિલકુલ પસંદ નહોતી. તેને હવે પાંચમો મહિનો બેસી ગયો હતો. લક્ષ્મી અપેક્ષાને તેનાં બાળક માટે તેણે ખુશ રહેવું જોઈએ તેમ સમજાવી રહી હતી અને આપણો ઈશાન એક દિવસ ચોક્કસ પાછો આવશે તેવી આશા તેને બંધાવી રહી હતી. ખાવા પીવાથી માંડીને દરેક વસ્તુમાં લક્ષ્મી પોતાની દિકરી અપેક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખી રહી હતી.
વધુ આગળના ભાગમાં...
અપેક્ષા દિકરાને જન્મ આપશે કે દીકરીને? તેનું બાળક તંદુરસ્ત તો હશે ને?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/1/23