Dhup-Chhanv - 99 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 99

લક્ષ્મીએ પોતાના દીકરા અક્ષત સાથે વાત કરીને ફોન મૂક્યો અને તે અપેક્ષા વિશે વિચારવા લાગી કે, જો અપેક્ષાનું મન માનતું હોય તો ધીમંત શેઠ ખૂબજ ખાનદાન માણસ છે અને તેમણે સામેથી પ્રપોઝલ મૂકી છે તો અપેક્ષાને તેમની સાથે પરણાવવામાં કંઈ વાંધો નથી એનું જીવન તો સુખેથી પસાર થાય."
અને આમ વિચારતાં વિચારતાં લક્ષ્મી રસોડામાં પ્રવેશી અને પોતાની દીકરી માટે આજે ટિફિનમાં શું બનાવડાવવું તે વિચારવા લાગી અને અપેક્ષાની સાથે વાત કરવાના ઈરાદાથી તે અપેક્ષા બેટા તું આજે ટિફિનમાં શું લઈ જઈશ?"
પણ અપેક્ષા તો સાવરબાથ લેવા માટે વોશરૂમમાં ચાલી ગઈ હતી એટલે લક્ષ્મીએ પોતે જ તેની ભાવતી બટાકાની શુકીભાજી અને ફુલાવેલી ભાખરી પોતાના ઘરે રહેતી સુખી પાસે બનાવડાવી દીધા.
સાવરબાથ લઈને અપેક્ષા જરા ફ્રેશ થઈ હોય તેવું તેને લાગ્યું અને પછીથી તે તૈયાર થઈને પોતાનું ટિફિન લઈને ઓફિસ જવા માટે નીકળી ગઈ.
ઓફિસ પહોંચીને પોતાના પેન્ડિંગ કામ પતાવવા લાગી અને થોડી વાર પછી ધીમંત શેઠ ઓફિસમાં આવ્યા તેમણે પણ અપેક્ષાની સામે જોઈને એવું નોટિસ કર્યું કે જાણે એક જ દિવસમાં શું થઈ ગયું તો અપેક્ષા આજે પહેલા જેવી ખીલેલી ખીલેલી નથી દેખાતી અને મૂડમાં નથી. થોડા સમય માટે તે પણ પોતાના કામમાં બીઝી થઈ ગયા અને લંચ બ્રેક પહેલા તેમણે ઈન્ટકોમ કરીને અપેક્ષાને પોતાની કેબિનમાં બોલાવી અને પોતાની સાથે લંચ શેર કરવા કહ્યું.
અપેક્ષા પોતાનું ટિફિન લઈને ધીમંત શેઠની કેબિનમાં આવી અને પહેલા પોતાનું ટિફિન ખોલ્યું અને પછી ધીમંત શેઠનું ટિફિન ખોલ્યું અને જોયું તો બંનેમાં એકસરખું જ બટાકાની શુકીભાજી અને ફુલાવેલી ભાખરી મેનૂ હતું એટલે તરત જ તેનાથી બોલાઈ ગયું, "અરે આપણાં બંનેનું ટિફિન આજે તો એકસરખું થઈ ગયું."
ધીમંત શેઠ જરા હસીને બોલ્યા, "લાલજીએ આજે તારું ભાવતું ભોજન બનાવ્યું છે એટલે તો મેં તને લંચ કરવા માટે અંદર બોલાવી."
અપેક્ષા પણ હસી પડી અને બોલી કે, "ઑહ નો, મોમે પણ બટાકાની શુકીભાજી અને ફુલાવેલી ભાખરી બનાવી છે અને લાલજીભાઈએ પણ.. આટલું બધું આપણાં બંનેથી કઈરીતે ખવાશે?"
"તું ચિંતા ન કર જે વધશે તે વોચમેનને આપી દઈશું તે જમી લેશે, આમેય તે બિચારો ભૂખ્યો જ હોય છે."
"ઓકે, એ આઈડિયા બેટર છે. ચાલો તો હવે જમવાનું શરૂ કરીશું?"
અને ધીમંત શેઠે પોતાની કેબિનમાં રહેલા વોશરૂમમાં હાથ ધોયા અને અપેક્ષાની બાજુની ચેરમાં જમવા માટે ગોઠવાયા.
તેમને આમ પોતાની બાજુમાં બેસતાં જોઈને અપેક્ષા તરતજ બોલી કે, "તમે તમારી ચેર ઉપર જ બેસો ને, હું તમને પીરસી દઉં છું."
"ના આજે હું અહીંયા તારી સાથે બેસીને જ જમીશ તો જરા મને એકલું નહીં લાગે મારી સાથે કોઈ જમવાનું શેર કરવાવાળું છે તેવું મને પણ ફીલ થવું જોઈએ ને!"
ધીમંત શેઠની ઈમોશનલ વાત અપેક્ષાના દિલ સોંસરવી ઉતરી ગઈ પણ તેણે પોતાના ફેસ ઉપર એવું રિએક્ટ કર્યું કે પોતાને કંઇ જ સમજમાં નથી આવ્યું.
બંને ચૂપચાપ જમવામાં બીઝી થઈ ગયા. જમી લીધા પછી અપેક્ષાએ લાલજીભાઈની રસોઈના વખાણ કરતાં કહ્યું કે, "ખરેખર, લાલજીભાઈ ખૂબ સરસ રસોઈ બનાવે છે."
અને પોતાના હાથ લૂછતાં લૂછતાં અને ઓડકાર ખાતાં ખાતાં ધીમંત શેઠ પણ બોલ્યા કે, "આન્ટીએ પણ જોરદાર સુકીભાજી બનાવી હતી મજા આવી ગઈ આજે તો જમવાની, મારા તરફથી તેમને થેન્કયુ કહેજે."
અને અપેક્ષા બચેલું જમવાનું વોચમેન માટે પેક કરી રહી હતી અને પેક કરતાં કરતાં તેણે ધીમંત શેઠની સામે જોયું અને હસીને તે "ઓકે" એટલું બોલી અને પછી વોચમેનને જમવાનું આપવા માટે બોલાવવા તેમને ફોન કરવા લાગી.
થોડીવારમાં વોચમેન આવીને જમવાનું લઈ ગયો અને ત્યારબાદ ધીમંત શેઠે અપેક્ષાને એક બીજી સરપ્રાઈઝ આપી કે, "અપેક્ષા આજે આપણે બંનેએ સાથે મૂવી જોવા જવાનું છે મેં ટિકિટ મંગાવી લીધી છે."
"પણ સર..."
"પણ બણ કંઈ નહીં ચાલે. હું ઘણાં વર્ષો પછી થિયેટરમાં મૂવી જોવા માટે જવું છું એટલે તારે મને કંપની આપવી જ પડશે છ થી નવ વાગ્યાનો શૉ છે અને પછી રાત્રે આપણે જમવાનું પણ બહાર જ છે એટલે તું તારી મોમને ફોન કરીને જણાવી દેજે."
અપેક્ષા કંઈ ન બોલી શકી અને બહાર પોતાની ચેર ઉપર આવીને બેસી ગઈ અને વિચારવા લાગી કે, હું જેટલી આમનાથી દૂર જવાની કોશિશ કરું છું તેટલી જ તે મારી નજીક આવી રહ્યા છે. હું શું કરું? કંઈજ સમજમાં નથી આવતું.
અને તે વિચારોમાં ખોવાયેલી હતી અને લક્ષ્મીને આજે તેની થોડી ચિંતા થતી હતી એટલે લક્ષ્મીનો ફોન આવી રહ્યો હતો ફોન ટેબલ ઉપર વાગતો હતો અને અપેક્ષા વિચારોમાં ખોવાયેલી હતી એટલે તેને ખબર જ નહોતી તેની સાથે કામ કરતી તેની ફ્રેન્ડ પ્રિયાએ તેનું ધ્યાન દોર્યું અને તેણે ફોન ઉપાડ્યો.
લક્ષ્મી તેને પૂછી રહી હતી કે, "જમી લીધું બેટા? બરાબર હતી ને સુકીભાજી?"
અપેક્ષા પોતાના વિચારોમાંથી ખેંચાઈને જરા બહાર આવી અને બોલી હા મોમ, બહુ જ સરસ હતી સુકીભાજી સરને તો બહુ જ ભાવી એમણે તો વખાણી વખાણીને ખાધી અને તને થેન્કયુ કહેવાનું કહ્યું છે. આજે અમે બંને સાથે જ લંચ લેવા માટે બેઠા હતા અને સાંભળને રાત્રે મારું જમવાનું ન બનાવતી હું સર સાથે મૂવી જોવા માટે જવાની છું અને પછી અમે બંને સાથે બહાર જ જમી લઈશું અને પછીથી એ મને આપણાં ઘરે ડ્રોપ કરી જશે."
"અચ્છા એવું છે તો તું આજે મૂવી જોવા જવાની છે. ઓકે ચલ તો બીજું કંઈ કામ નથી ને બેટા તો મૂકું?"
"હા મોમ, જય શ્રી કૃષ્ણ"
"હા બેટા જય શ્રી કૃષ્ણ, સારું તો ચલ રાત્રે ઘરે આવી જજે બેટા."
"હા મોમ"
અને લક્ષ્મીએ ફોન મૂક્યો અને તેણે ઉપર જોયું અને તે બોલી, "હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર 🙏, મારી દીકરી સ્ટ્રેસ માંથી બહાર આવી ગઈ નહીં તો પાછી ક્યારે તેના માઇન્ડ ઉપર અસર થઈ જાય તે કંઈ કહેવાય નહીં અને તેણે બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો.
અને પછી વિચારવા લાગી કે, ધીમંત શેઠ ધીર ગંભીર અને ઠરેલા છે તે અપેક્ષાને સમજી શકે છે અને મને લાગે છે કે તે પ્રેમથી અપેક્ષાને પોતાની તરફ વાળી લેશે અને તેને પોતાની કરીને જ રહેશે‌. સારું જો એવું થાય તો મારી દીકરીનું જીવન સુધરી જાય હું તો આજે છું અને કાલે નથી પછી એનું કોણ ધ્યાન રાખે? અને હવે તેને યુ એસ એ પણ ન મોકલી શકાય નહીં તો ઈશાનને યાદ કરી કરીને તે ફરીથી પાગલ થઈ જાય. ઈશાનનો તો હજી કોઈ જ પત્તો નથી મને લાગે છે એ ગુંડાઓએ ઈશાનને મારી જ નાખ્યો લાગે છે. હે ભગવાન! આ બધું શું થઈ ગયું. બસ હવે અપેક્ષાને મારે સંભાળી લેવાની છે જો તે ધીમંત શેઠ સાથે ખુશ હોય તો તે ઘણી સારી વાત છે બસ પ્રભુ, તે ધીમંત શેઠ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય અને લક્ષ્મી મનોમન પોતાની એકની એક દીકરી અપેક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગી.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/4/23


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED