ધૂપ-છાઁવ - 31 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 31

આપણે પ્રકરણ-30 માં જોયું કે,
અપેક્ષાના પોતાના જીવનમાં છવાયેલા ગહેરા વિષાદ બાદ તેની બોલતી બંધ થઈ ગઈ હતી પણ આજે અચાનક પોતાના મનનો ઉભરો ઇશાનની આગળ ઠાલવ્યા બાદ ચમત્કાર થયો હોય તેમ, તે પહેલાં જેવી નોર્મલ અને બોલતી થઈ ગઈ હતી. અને ત્યારબાદ અક્ષતની ખુશીનો કોઈ પાર ન હતો તેથી તેણે ખૂબજ ખુશી સાથે અપેક્ષાને, અર્ચનાને અને ઈશાનને પણ પોતાની બાહોમાં લઈ લીધો અને ચારેય જણાં જાણે એકાકાર થઈ જાય છે.

અક્ષતના માથા ઉપરથી તો જાણે આજે ઘણોબધો ભાર ઉતરી ગયો હોય તેમ તે એકદમ હળવાશ મહેસૂસ કરે છે અને ઈશાનને કહે છે કે, "થેન્ક યુ દોસ્ત, તારા લીધે જ આ બધું આટલું જલ્દી પોસીબલ બન્યું થેન્ક યુ વેરીમચ યાર"

અને ઈશાન ખેલદિલી પૂર્વક જવાબ આપે છે કે, " થેન્ક યુ ઉપરવાળાને કહે દોસ્ત મને નહીં. "

અક્ષત: ઉપરવાળાને તો સો મચ થેન્કસ...

ક્યારની ચૂપ રહીને પોતાની નવી જિંદગીની શરૂઆતને માણી રહેલી અપેક્ષા જરા અકળાઈને બોલી, "ઈશ, આપણે લોન્ગ ડ્રાઈવ પર જવાનું પણ છે કે નહિ...?? "

અને બધાં ખડખડાટ હસી પડ્યા...
હવે આગળ....

એકધારી સ્પીડે ગાડી ચાલી રહી હતી અંદર ધીમા પણ મધુર સ્વરે લવ સોન્ગ્સ વાગી રહ્યાં હતાં. ઈશાન અપેક્ષાને તેની ચોઈસના ગીત પૂછી રહ્યો હતો અને અપેક્ષા ઈશાનને જણાવી રહી હતી કે મને જૂના પિક્ચરના સોન્ગ્સ વધારે ગમે છે. એટલે ઈશાને એક સુંદર ગીત વગાડ્યું કે, " ‌ચલો દિલદાર ચલો, ચાંદકે પાર ચલો " અને પછી પોતે સાથે જ ગાવા લાગ્યો કે, " હમ ભી તૈયાર ચલો "

અને અપેક્ષા પણ તેના અવાજને દાદ આપતી હોય તેમ બોલી કે, "વાહ વાહ ક્યા ખૂબ, ક્યા આવાઝ હૈ આપકી બહોત ખૂબ" અને બંને આજે ખૂબજ ખુશ નજરાઈ રહ્યા હતા.

અપેક્ષા તો આજે એક અરશા પછી ખુશ નજરે આવી રહી હતી.

સમય વીતી રહ્યો હતો. ઈશાન અપેક્ષાને જલ્દી શોપ ઉપર લઈને આવવાની ઉતાવળમાં બ્રેકફાસ્ટ કર્યા વગર જ ઘરેથી નીકળી ગયો હતો તેથી તેને ખૂબજ ભૂખ લાગી હતી અને અપેક્ષાએ પણ પોતાની ઉદાસીનતાને કારણે કંઈજ ખાધું ન હતું. ઈશાને અપેક્ષાને બ્રેકફાસ્ટ માટે પૂછ્યું કે, "ડિયર, બ્રેકફાસ્ટ કરીશું ? આઈ એમ હન્ગ્રી અને આજે તો જવાબ આપજે હોં.."

એટલે અપેક્ષા થોડું હસી પડી અને મારકણી નજરે ઈશાનની સામે જોવા લાગી.

ઈશાન જરા આજે મસ્તીના મૂડમાં જ હતો તેથી તેણે પણ અપેક્ષાની મારકણી નજરનો જવાબ જરા તીરછી નજરે અને તીખા શબ્દોથી જ આપ્યો કે, "ખાઈ જઈશ મને કે શું ? બાપરે તારી નજર તો જો આ રીતે ન જોઈશ હોં.."

એટલે અપેક્ષા પણ મસ્તીના મૂડમાં આવી ગઈ અને બોલી કે આજે તો તને ખાઈ જ જવો છે. જોવું જરા તીખો લાગે છે કે મીઠો ?" અને ઈશાનને પોતાની તરફ ખેંચીને જોરદાર લીપ કિસ કરી લીધી.

ઈશાનને તો કલ્પના માત્ર ન હતી કે અપેક્ષા આટલી બધી નટખટ હશે અને આમ પ્રેમથી મને ખેંચી લેશે અને આ રીતે એક બ્યુટીફુલ કિસ કરી લેશે.

ઈશાને એક સારી રેસ્ટોરન્ટ આવતાં જ કાર રોકી લીધી અને બંને એકબીજાનો હાથ પકડી રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા.

ઈશાને પોતાના માટે કોફી અને બર્ગર ઓર્ડર કર્યું અને અપેક્ષાને પૂછ્યું કે, "તું શું લઈશ ડિયર ?"

અપેક્ષાએ પોતાને માટે કોફી અને સેન્ડવીચ મંગાવ્યા.

ઈશાનનું અહીં યુએસએમાં ઘણું મોટું ગૃપ હતું ઘણીબધી છોકરીઓ પણ તેની ફ્રેન્ડસ હતી પરંતુ અપેક્ષા એ બધાથી કંઈક અલગ જ હતી અને અલગ જ પર્સનાલિટી ધરાવે છે તેવું ઈશાન મહેસૂસ કરી રહ્યો હતો.

અને અપેક્ષાને પણ ખેલદિલ, બોલકણો અને ભોળો ભાળો ઈશાન ખૂબજ ગમી ગયો હતો. બંને વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટી નીકળ્યાં હતાં.બસ, હવે બંનેએ પ્રેમનો એકરાર કરવાનો જ બાકી હતો.

હવે ક્યારે બંને ખુલ્લા દિલે એકબીજા સાથે પ્રેમનો એકરાર કરે છે ? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/6/2021