ધૂપ-છાઁવ - 127 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 127

અમદાવાદ તરફ રવાના થવા અપેક્ષાએ પોતાનું ફ્લાઈટ પકડી લીધું..તે વિચારી રહી હતી કે સમય મારી સાથે કેવો ખેલ ખેલી રહ્યો છે..
આ દિવસ તેની જિંદગીનો યાદગાર દિવસ હતો..
ધીમંત શેઠ તેની રાહ જોતાં એરપોર્ટ ઉપર ઉભા હતા...
હવે આગળ...
અપેક્ષા નીચે ઉતરતાં જ પોતાના ધીમંતને વળગી પડી અને તેની આંખમાંથી ગરમ ગરમ અશ્રુ ધીમંતના હાથ ઉપર સરી પડ્યા જેણે ધીમંતને લાગણીસભર બનાવી દીધો.
"માય ડિયર અપુ.." ધીમંતે પોતાની અપેક્ષાને પોતાના આલિંગનમાં લઈ લીધી..
અપેક્ષાના આંસુ પાછળના રાઝથી તે અજાણ હતાં પરંતુ તે એવું જાણતાં હતાં કે અપેક્ષા ખૂબજ નાજુક દિલની વ્યક્તિ છે જે ક્યારે પણ ડિપ્રેશન માં સરી પડે તેમ છે.
તેમને થયું કે અપેક્ષા પોતાના વગર બિલકુલ રહી શકતી નથી બંને પોતાના તરફ રવાના થયા..
બે દિવસના ટ્રાવેલીંગને કારણે અને ઈશાન સાથે કરેલા ઉજાગરાને કારણે અપેક્ષા ખૂબજ થાકી ગઈ હતી તેથી આજે પોતાના ઘરમાં પોતાના ધીમંતની બાહોમાં નીંદર રાણીએ તેને પોતાની આગોશમાં લઈ લીધી અને થોડીક જ વારમાં તે ઘસઘસાટ સૂઈ ગઈ.. તેના નસકોરા બોલવા લાગ્યા.
ધીમંત પોતાની રૂપાળી અને પ્રાણથી પણ પ્યારી પોતાની અપેક્ષાની સુંદરતાને નીરખી રહ્યા. તે વિચારી રહ્યા હતા કે, સૂઈ ગયેલી અપેક્ષા વધારે સુંદર લાગી રહી છે અને તેમણે અપેક્ષાના માથા ઉપર અને સીલ્કી વાળમાં પ્રેમથી હાથ ફેરવ્યો અને તેને પંપાળવા લાગ્યા તેમજ તેની તકદીરથી ચમકી રહેલા તેના ભાગ્યશાળી લલાટમાં હળવેથી પ્રેમભર્યુ એક મીઠું ચુંબન કર્યું અને પછી પોતે પણ તેની બાજુમાં લંબાવી દીધી.
સવારે અપેક્ષા થોડી વહેલી જ ઉઠી ગઈ હતી લાલજીભાઈને પોતાના માટે અને ધીમંત શેઠ માટે ગરમાગરમ ઉપમા અને ચા તૈયાર રાખવાનું કહીને પોતે સાવરબાથ લેવા માટે બાથરૂમમાં ગઈ.
અપેક્ષા નાહી ધોઈને તૈયાર થઈ અને દરરોજની જેમ પોતાના આછા ભીનાં વાળ અને મીઠાં આલિંગનવડે ધીમંત શેઠની નજીક આવીને તેમને જગાડવા લાગી.
ધીમંત શેઠે પણ પોતાની અપેક્ષાને પોતાની બાહોમાં કેદ કરી લીધી અને બંને જણાં વચ્ચે મીઠી રકઝક ચાલી.
એટલીવારમાં ચા અને નાસ્તો તૈયાર થઈ જતાં લાલજીભાઈ બેડરૂમનો દરવાજો ખખડાવ્યો.
અપેક્ષા પ્રેમથી ધીમંત શેઠના આલિંગનમાંથી મુક્ત થઈ અને દરવાજો ખોલીને અમે દશ મિનિટમાં આવીએ છીએ કહીને પાછો દરવાજો બંધ કરીને પોતાના ધીમંતને વળગી પડી અને તેને સમજાવીને ઉભા કરીને ફટાફટ નાહી ધોઈને તૈયાર થવાનું કહેવા લાગી.
થોડી વારમાં બંને જણાં તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ ઉપર ગરમાગરમ ચા અને નાસ્તો કરવા માટે ગોઠવાઈ ગયા અને સાથે સાથે બંનેની વચ્ચે યુએસએની નવી ઓફિસની ગરમાગરમ ચર્ચા પણ ચાલી રહી હતી.
અપેક્ષા પોતાની નવી ઓફિસ વિશેની તમામ વાતો ધીમંતને જણાવી રહી હતી અને ધીમંત શેઠ તે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા.
બંને સાથે જ ઓફિસ જવા માટે નીકળી ગયા અને રસ્તામાં શિવજીના દર્શન કરવા માટે અને તેમને જળ ચઢાવવા માટે મંદિરે રોકાઈ ગયા.
થોડી વારમાં જ બંને પોતાની ઓફિસે પહોંચી ગયા. અપેક્ષા ઘણાં દિવસે આજે ઓફિસમાં આવી હતી એટલે તેનું પેન્ડિન્ગ કામ પહેલા કરતાં બમણું થઇ ગયું હતું.
ધીમંત શેઠ તેમજ અપેક્ષા બંને પોત પોતાના કામમાં પરોવાઈ ગયા.
ઓફિસેથી સાંજે ઘરે જતાં અપેક્ષાએ પોતાની મમ્મીને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે ધીમંત શેઠે ગાડી લક્ષ્મી બાના ઘર તરફ વાળી.
ઘણાં બધા દિવસો પછી પોતાની વ્હાલી દીકરી અપેક્ષાને જોઈને લક્ષ્મી બા જાણે ગાંડા ઘેલા થઈ ગયા હતા.
ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ લક્ષ્મી બા પોતાની દિકરીના શરીર ઉપર પ્રેમથી હાથ ફેરવીને તેને પંપાળી રહ્યા હતા.
અપેક્ષા પોતાના ભાઈ ભાભી અને લાડકા ભત્રીજા રુષિની વાતો કરીને પોતાની માં નું હૈયું હરખાવી રહી હતી.
સાંજનું જમવાનું લક્ષ્મી બાના ઘરે જ પતાવીને ધીમંત શેઠ તેમજ અપેક્ષા પોતાના ઘર તરફ પાછા વળ્યા.
થોડા દિવસો બસ આમ જ પસાર થઈ ગયા.
અપેક્ષા ફોન ઉપર પોતાની યુએસએની ઓફિસના સમાચાર જાણતી રહી અને જરૂર પડે ત્યાં ધીમંત શેઠનું ધ્યાન દોરતી રહી અને તેમની સલાહ લેતી રહી.
અચાનક એક દિવસ અપેક્ષાની તબિયત બગડી.
તે સરવારથી ઉઠી ત્યારથી જ તેને ચક્કર આવતાં હતાં અને વોમિટીંગ થતું હતું. ધીમંત શેઠ તેને પોતાના ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા.
ફેમિલી ડોક્ટરે અપેક્ષાને લેડી ડોક્ટર પાસે લઈ જવા સૂચના આપી.
લેડી ડોક્ટરે અપેક્ષાને ચેક કરીને ખુશીના સમાચાર આપ્યા કે અપેક્ષા માં બનવાની છે.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
8/2/24