Dhup-Chhanv - 69 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 69

ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો ત્યારનું કોઈ અપેક્ષાને ફોન કરીને હેરાન કરી રહ્યું છે. મુસાફરી કરીને થાકેલી અપેક્ષાની આંખ જરાક વાર માટે મીંચાઈ ગઈ અને તેના મોબાઈલમાં રીંગ વાગી તેણે ફોન ઉપાડ્યો, સામેથી અવાજ આવ્યો, " અપેક્ષા, આઈ લવ યુ..આઈ લવ યુ..યાર હું તને ખૂબ ચાહું છું અને તને મળવા માંગુ છું. તું મને મળવા માટે આવીશ ? "
અપેક્ષા સફાળી બેઠી થઈ ગઈ અને ગુસ્સે થઈને બોલી કે, " એય, હુ આર યુ ? વ્હાય ટુ મીટ મી ? તારું નામ બોલને પહેલાં તું કોણ છે... અને સામેથી ફોન મૂકાઈ જાય છે... ઑહ નૉ... અપેક્ષાથી એકદમ બોલાઈ ગયું અને તે ફરી પાછી ચિંતામાં પડી ગઈ કે, કોણ છે યાર જે મને આ રીતે હેરાન કરે છે અને તેણે પોતાનો મોબાઈલ સાઈલેન્ટ મોડ ઉપર મૂકી દીધો અને તેનું મગજ, કોણ હોઈ શકે છે ? તે વિચારે ચઢી ગયું અને તે કોઈ જજમેન્ટ ઉપર આવે તે પહેલાં તો ફરીથી તેનો મોબાઈલ વાઈબ્રેટ થાય છે અનક્નોવ્ન નંબર ઉપરથી ફોન છે આ વખતે તે ફોન ઉપાડવાનું ટાળે છે અને પોતાનું ધ્યાન પણ તે તરફ ન જાય માટે ફોન ઉંધો કરીને મૂકી દે છે પરંતુ આ શું ?? ફોન તો આવવાનો ચાલુ જ રહે છે તેથી તેને થાય છે કે, કદાચ કોઈનો કામનો ફોન હોઈ શકે છે. તેણે ફોન ઉપાડ્યો..
સામેથી એક મીઠો મધુરો અવાજ આવ્યો, " અપેક્ષા, હું રિધ્ધિ બોલું, બોલ મજામાં ? કેમ ક્યારની ફોન નથી ઉપાડતી ? તારો નંબર મેં લક્ષ્મી આન્ટી પાસેથી લીધો હતો અને તું આવવાની છે તેવી પણ મને તેમણે ખબર આપી હતી એટલે થયું ઘણાં લાંબા સમય પછી તને મળાશે બોલ શું કરે છે ? તારી તબિયત હવે કેમ છે ? "
અપેક્ષા: યા, રિધ્ધિ બોલ મજામાં અનક્નોવ્ન નંબર ઉપરથી ફોન હતો એટલે અને હું સૂઈ ગઈ હતી...
રિધ્ધિ: ઑહ, સૂઈ ગઈ હતી ! સોરી યાર બોલ ક્યારે આવે છે મારા ઘરે ?
અપેક્ષા: હું તને પછી કોલ કરું.
રિધ્ધિ: ઓકે, પણ મને મળ્યા વગર પાછી યુએસએ જતી ન રહેતી
અપેક્ષા: ના ના, નહીં જવું યાર
રિધ્ધિ: પ્રોમિસ ?
અપેક્ષા: પ્રોમિસ
અને બંનેની વાતચીત પૂરી થઈ ત્યારે અપેક્ષાને થોડી હાંશ થઈ અને તેણે ફોન સાઈડમાં મૂક્યો અને પાછી આંખો મીંચીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી.
બરાબર અડધા કલાક પછી ફરીથી તેનો મોબાઈલ વાઈબ્રેટ થયો આ વખતે કોઈ પણ હોઈ શકે છે વિચારી તેણે તરત જ ફોન ઉઠાવ્યો,
" અપેક્ષા, આઈ લવ યુ યાર.. હું તને ભૂલી નથી શક્યો તને ખૂબ ચાહું છું તને મળવા માંગુ છું એકવાર ફક્ત એકવાર હું તને મળવા માંગુ છું. " સામેથી કોઈનો દર્દસભર અવાજ આવી રહ્યો હતો જે અવાજમાં ભરપૂર પસ્તાવો, અનહદ પ્રેમ અને પોતાની પ્રિય વ્યક્તિને મળવાની તીવ્ર ઈચ્છા વર્તાઈ રહી હતી.
અપેક્ષા: કોણ છે તું ? અને આ રીતે મને હેરાન કેમ કરે છે ? હું પોલીસ કમ્પલેઈન કરી દઈશ.
" તારે જે કરવું હોય તે બધુંજ તું કરી શકે છે હું તને ના નહીં પાડું ! પરંતુ ફક્ત એકવાર હું તને મળવા માંગુ છું... ફક્ત એકવાર.. હું તારી પાસે સમયની ભીખ માંગુ છું ! પ્લીઝ..."
અને આટલી બધી આજીજી કરનાર કોણ હોઈ શકે છે? એક બાજુ મગજ તે વિચારે ચઢી ગયું હતું અને બીજી બાજુ તેનો દર્દભર્યો અવાજ તેને મળવા માટેનું આકર્ષણ કરી રહ્યો હતો..
અપેક્ષા: બટ, હુ આર યુ ? અપેક્ષા પણ ધીમા અવાજે બોલી...
" મિથિલ, મિથિલ છું હું... કેટલાં સમયથી તારી રાહ જોઉં છું કે, તું ક્યારે ઈન્ડિયા આવે અને હું ક્યારે તને મળું ?

અને તેની વાત હજી તો અધુરી હતી અને અપેક્ષાએ ફોન કટ કરી દીધો....
શું કરશે હવે અપેક્ષા ? મિથિલને મળવા માટે જશે કે નહીં જાય કે પછી તેને બ્લોક કરી દેશે ? શું થાય છે જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
31/7/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED