ધૂપ-છાઁવ - 13 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 13

આપણે પ્રકરણ-12 માં જોયું કે,
અપેક્ષાએ મિથિલને બહાર મળવા માટે બોલાવ્યો અને પોતે તેના બાળકની માતા બનવાની છે તે વાત જણાવી પરંતુ મિથિલે આ આખીયે વાત હસવામાં કાઢી નાંખી અને અપેક્ષાને આ બાળક કઢાવી નાંખવા માટે, અબોર્શન કરાવવા માટે ફોર્સ કર્યો. અપેક્ષા આમ કરવા માટે તૈયાર ન હતી.

અપેક્ષાએ તેને ધમકી આપી કે તે પોલીસ ફરિયાદ કરશે અને તેને પોલીસ કસ્ટડીમાં પૂરાવી દેશે.

પણ અપેક્ષાની આ ધમકીની મિથિલ ઉપર કોઈજ અસર થઈ નહીં અને તેણે અપેક્ષાને અબોર્શન કરાવવા માટેનો ફોર્સ ચાલુ જ રાખ્યો.

લક્ષ્મીની રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી, " હવે શું કરવું..?? " તે પ્રશ્ન તેને પળે પળે સતાવતો હતો. કંઈજ સમજાતું ન હતું કે કંઈજ સૂઝતું‌ પણ ન હતું...!!

અંતે, ખૂબ વિચાર કરીને તે એક નિર્ણય ઉપર આવી કે અપેક્ષાને સમજાવીને અબોર્શન કરાવી લેવું જેથી તે મિથિલ જેવા ગુંડાના ત્રાસમાંથી હંમેશ માટે મુક્તિ મેળવી શકે. આ વાત તેણે અપેક્ષાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવવાની કોશિશ કરી પરંતુ અપેક્ષા મિથિલને સાચા હ્રદયથી ચાહતી હતી તેને એવો વિશ્વાસ હતો કે મિથિલને હું પ્રેમથી સમજાવીશ તો તે ચોક્કસ માની જશે અને મારી સાથે લગ્ન🤝 કરવા તૈયાર થઈ જશે. પણ અપેક્ષાને ક્યાં ખબર હતી કે, મિથિલ માટે આ વાતની કોઈ નવાઈ ન હતી ભૂતકાળમાં તે ઘણીબધી છોકરીઓ સાથે આવું કરી ચૂક્યો હતો...!!

અપેક્ષાએ ફરીથી મિથિલને મળવા માટે બોલાવ્યો, બંને જે રેસ્ટોરન્ટમાં અવાર-નવાર મળતાં હતાં ત્યાં ફરીથી ફેમિલીરૂમમાં મળ્યાં, અપેક્ષા ખૂબજ પ્રેમથી મિથિલને ભેટી પડી અને રડવા લાગી😭, પ્રેમપૂર્વક આજીજી કરવા લાગી કે, " મિથિલ મેં હ્રદયના🥰 ઊંડાણથી તને ચાહ્યો છે, હું તને ખૂબજ પ્રેમ કરું છું. સાચા દિલથી❤️ પ્રેમ કરું છું. આપણું આ બાળક આપણાં બંનેનાં સાચા પ્રેમની👩‍❤️‍👨 નિશાની છે હું તેને જન્મ આપવા માંગુ છું. જન્મ લેતાં પહેલાં જ હું તેને મારી નાખવા નથી ઈચ્છતી. 🙏પ્લીઝ, તું મારા પ્રેમને અને મને સમજવાની કોશિશ કર, આપણે બંને લગ્ન🤝 કરીને ખૂબજ સરસ જિંદગી જીવીશું. આપણું પણ એક સુંદર 🏠 ઘર હશે તેમાં એક નાનું બાળક👩‍👩‍👦 કિલ્લોલ કરતું હશે.આપણી પણ એક સરસ જિંદગી હશે. સ્વર્ગથી પણ વધુ સુંદર આપણું એક 🏠 ઘર હશે.

પણ, અપેક્ષાની આ બધીજ વાતોની મિથિલ ઉપર કોઈજ અસર થવાની ન હતી, તેને માટે તો અપેક્ષા પોતાની હવસ સંતોષવા માટેનું એક સાધન માત્ર હતી..!!

તેથી મિથિલે અપેક્ષાને ચોખ્ખું કહી દીધું કે, " આ બધાં નાટક કરવાના બંધ કર, તારા જેવી કેટલીયે છોકરીઓ જોઈ છે મેં જે પેટમાં કોઈ બીજાનું સંતાન લઈને ફરતી હોય અને તેનો આરોપ બીજા ઉપર થોપી દેતી હોય, હું તારી આવી કોઈ ભોળી- ભાળી વાતોમાં આવી જવું તેવો મૂર્ખ નથી. જેની જોડે ઉંઘવા ગઈ હોઉં, જેનું પાપ તારા પેટમાં લઈને ફરતી હોઉં તેની પાસે જઈને આ બધું નાટક કરજે મારી પાસે નહીં.. અને આજે મને મળવા બોલાવ્યો તે બોલાવ્યો હવે પછી કદીપણ મને ફોન-બોન કરવાની હિંમત કરતી નહીં, નહિતો તારી વાત તું જાણીશ. "

મિથિલ ધમકી આપીને, અપેક્ષાને ત્યાં જ 😭 રડતી છોડીને ચાલ્યો🏃 ગયો.💔
🤔હવે શું કરવું..?? અને ક્યાં જવું..?? તે અપેક્ષા માટે એક પ્રશ્ન હતો. પોતે મમ્મીને પણ અબોર્શન કરાવવા માટે "ના" પાડીને આવી હતી અને મમ્મીને સમજાવીને કહીને આવી હતી કે, " હું મિથિલને પ્રેમ કરું છું તેમ મિથિલ પણ મને ખરા હ્રદયથી🥰 ચાહે છે, હું તેને પ્રેમથી સમજાવીશ એટલે તે માની જશે અને પછી અમે બંને લગ્ન કરી લઈશું. " હવે તે વિચારી રહી હતી કે, હું હવે કોઈને મોં બતાવવાને લાયક રહી નથી. તેથી હવે સ્યૂસાઈડ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી.

અપેક્ષા અબોર્શન કરાવે છે કે નહીં..?? સ્યુસાઈડ કરવા જતાં તેને કોણ અટકાવે છે.‌‌.?? વાંચો આગળના પ્રકરણમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/2/2021