ધૂપ-છાઁવ - 73 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 73

મિથિલ અપેક્ષાના પગમાં પડી ગયો અને બોલ્યો કે, "મને માફ કરી દે અપેક્ષા, હું તને અને તારા પ્રેમને ઓળખી શક્યો નહીં મેં જે પણ કંઈ તારી સાથે કર્યું તે બદલ હું ખરા દિલથી તારી ખૂબ ખૂબ માફી ઈચ્છું છું. મને માફ કરી દે અપેક્ષા મને માફ કરી દે..." અને આટલું બોલતાં બોલતાં વળી પાછો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

હવે શું કરવું અપેક્ષાની સમજમાં કંઈ આવ્યું નહીં તેણે ફરીથી મિથિલને રડતાં અટકાવ્યો અને તે બોલી કે, "મિથિલ મેં તો તને ક્યારનોય માફ કરી દીધો છે અને માફ કરી દીધો છે માટે તો હું તને અહીં મળવા માટે આવી છું નહીંતો હું તને મળવા માટે જ ન આવત.."
તેની વાતને વચ્ચે જ અટકાવતાં મિથિલ બોલ્યો કે, "જો તે મને ખરા દિલથી માફ કરી દીધો હોય તો પછી તારે મારી બીજી એક વાત પણ માનવી પડશે..."

મિથિલની આ વાત સાંભળીને અપેક્ષા વિચારમાં પડી ગઈ કે, એવી શું વાત છે જેની મિથિલ મારી પાસેથી અપેક્ષા રાખી રહ્યો છે અને તે બોલી, "હા બોલ મિથિલ તું શું કહેવા માંગે છે?"

મિથિલે શરમ કે સંકોચ રાખ્યા વગર જ અપેક્ષાનો હાથ પકડી લીધો અને તે તેને કહેવા લાગ્યો કે, "અપેક્ષા હું તને ખૂબજ પ્રેમ કરું છું, મને ખબર છે કે તું પણ મને ખૂબજ પ્રેમ કરે છે મેં ભૂતકાળમાં તારી સાથે જે કંઈપણ કર્યું તે મારી ભૂલ હતી હું કબૂલ કરું છું મારે તારી સાથે કદીપણ એવું કરવું જોઈતું નહોતું પરંતુ તે હવે મારા હાથમાં નથી પરંતુ વર્તમાન મારા હાથમાં છે હવે પછી હું ક્યારેય તારી સાથે કોઈપણ જાતનું ખરાબ વર્તન નહીં કરું. હું સમજું છું કે મારા હિસાબે તારે ખૂબ દુઃખ વેઠવું પડ્યું છે પણ તે વખતે હું દારૂના નશાની ખરાબ લતે ચડી ગયો હતો અને મને બીજું કંઈ સૂઝતું જ નહોતું. નહીંતર અત્યારે આપણાં ઘરે આપણાં બંનેનો એક સુંદર દિકરો હોત અને આપણો ખૂબજ સરસ સુખી સંસાર હોત પરંતુ હું ભાન ભૂલી ગયો હતો ખબર નહીં મને શું થઈ ગયું હતું તે અપેક્ષા અત્યારે હું સાવ એકલો પડી ગયો છું. મારી મોમ કોરોનામાં મૃત્યુ પામી ડેડીની તબિયત પણ હવે એટલી બધી સારી નથી રહેતી. મારા મોમ ડેડે મને સુધારવા માટે ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી કારણ કે મને દારૂની એટલી બધી ખરાબ આદત પડી ગઈ હતી કે તે છોડવી મુશ્કેલ જ નહીં નામુમકીન હતું તારા મારા જીવનમાંથી ગયા પછી તો હું સવારથી જ દારૂના નશામાં ચકચૂર થઈ જતો હતો અને પછી તે છોડાવવા માટે મારા મોમ ડેડે મને હોસ્પિટલાઈઝ્ડ કરવો પડ્યો હતો પણ હવે બધું બરાબર છે બધું ઓકે છે ફક્ત તારી કમી છે હું તને ભૂલી નથી શક્યો અપેક્ષા અને મારી જાતને માફ પણ નથી કરી શક્યો" અને તેની આંખમાંથી ફરીથી અશ્રુધારા વહેવા લાગી.

અપેક્ષા આ બિલકુલ બદલાયેલા મિથિલને જોઈ જ રહી હતી અને વિચારી રહી હતી કે આ તે જ મિથિલ છે જેણે મને પેટમાં લાત મારી હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી તેને લીધે તો મારે અબોર્શન કરાવવું પડ્યું હતું અને અત્યારે આ બિલકુલ બદલાઈ ગયો છે, આઈ ડોન્ટ બીલીવ ધીસ... આ વાત મારા તો બિલકુલ માન્યામાં ન આવે તેવી છે કે પછી આ મિથિલ કોઈ નાટક કરી રહ્યો છે..અને અપેક્ષાના મનમાં આ વિચારો ચાલી રહ્યા હતા અને મિથિલ ફરીથી બોલ્યો કે, "અપેક્ષા, તારે મારી એક વાત તો માનવી જ પડશે."
અપેક્ષા પોતાના ઉંડા વિચારોમાંથી બહાર આવી અને તેણે મિથિલને પૂછ્યું કે, "હા બોલને પણ તું શું કહેવા માંગે છે?"
મિથિલ: ફરીથી હું તને મારી પત્ની બનાવવા માંગુ છું, વિશ્વાસ રાખજે મારી ઉપર હવે હું તને ધોખો નહીં દઉં. તને ખૂબજ સરસ રીતે રાખીશ મારા દિલની અને મારા ઘરની તને રાણી બનાવીને રાખીશ. મારે બસ મારી અપેક્ષા જોઈએ છે...

અપેક્ષા તો મિથિલના આ વણઉકલ્યા શબ્દો સાંભળીને જ અવઢવમાં પડી ગઈ અને વિચારવા લાગી કે આ બધું શું ચાલી રહ્યું છે? હું શું કરું? મિથિલની સાથે "ના.. ના.." એ તો હવે શક્ય જ નથી અને તેણે મક્કમ અવાજે મિથિલને જવાબ આપ્યો કે, "વિતેલો સમય કદી પાછો નથી આવતો, ઈશ્વર તમને જીવનમાં એક તક આપે છે જે ઝડપી લેવી કે જવા દેવી તે આપણાં હાથમાં છે...જો તે તક તમે ચૂકી ગયા તો જીતેલી બાજી પણ હારમાં પલટાઈ જાય છે અને પછીથી તમારી પાસે કશુંજ બચતું નથી..
મિથિલ તારી સાથે પણ કંઈક એવું જ બન્યું છે તું તે તકને ચૂકી ગયો છે અને હવે.. હવે ખૂબ મોડું થઈ ગયું છે. હવે.. હવે.. હું બીજાની થઈ ચૂકી છું. હું ચાહું તો પણ તારી પાસે પાછી આવી શકું તેમ નથી. થોડા દિવસ પછી મારા લગ્ન છે. મારા સદનસીબે મને ખૂબ સારો છોકરો મળ્યો છે તે મને ખૂબ ચાહે છે. હવે હું પણ તેના વગર જીવી શકું તેમ નથી માટે તું મને ભૂલી જા અને કોઈ સારી છોકરી શોધીને તેની સાથે લગ્ન કરી લે જે તારો અને તારા ડેડીનો પૂરેપૂરો ખ્યાલ રાખે તેવી હોય અને તે જ બરાબર છે." અને અપેક્ષાની આંખમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા... કે સમય પણ માણસ સાથે કેવો ખેલ ખેલી જાય છે જો તમે તેને ચૂકી જાવ તો તે પણ તમારા હાથમાં નથી રહેતો અને અપેક્ષાના ગરમ આંસુ મિથિલના હાથ ઉપર પડ્યા તેણે અપેક્ષાના નરમ ગાલ ઉપર હાથ ફેરવીને તેનાં આંસુ લૂછ્યા અને તે અપેક્ષાને ફરીથી વિનંતી કરીને કહેવા લાગ્યો કે, "તું મારી નહીં બની શકે અપેક્ષા?"
અપેક્ષા કંઈજ બોલી ન શકી તેણે ફક્ત માથું ધુણાવ્યું અને પછી પોતાનું મોં લૂછીને તે બોલી કે, "હું તો ફક્ત અને ફક્ત તારી જ હતી મિથિલ, મારી જાત કરતાં પણ વધુ મેં તને ચાહ્યો હતો મારી જુવાનીના સાત થી આઠ વર્ષ મેં તારી સાથે ગાળ્યા હતા તને અનહદ પ્રેમ કર્યો હતો. મોમ અને ભાઈની વિરુદ્ધમાં જઈને તારી સાથે લગ્ન કર્યા, હું તારી બાળકની માતા બનવાની હતી અને તે જે મારી સાથે કર્યું છે.. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, કોઈ છોકરીને એવું દુઃખ ન આપતો પ્રભુ.. ખૂબ સહન કર્યો મેં તને ખૂબ સહન કર્યો.. કારણ કે, હું તને ખૂબ ચાહતી હતી અને અત્યારે પણ એ ચાહત જ મને અહીંયા તારી પાસે ખેંચીને લાવી છે. મેં અબોર્શન કરાવ્યું પછી મારા બાળકને ગુમાવ્યાનો મને ખૂબજ આઘાત લાગ્યો હતો હું પાગલ થઈ ગઈ હતી, મારી વાચા પણ ચાલી ગઈ હતી હું બિલકુલ સૂનમૂન થઈ ગઈ હતી પછી મારો ભાઈ યુએસએથી આવીને મને ત્યાં લઈ ગયો અને તેના ફ્રેન્ડ ઈશાનના સ્ટોરમાં મને તેણે કામ કરવા માટે મૂકી... ઈશાન ખૂબજ સારો માણસ છે હું તેના વખાણ જેટલા કરું તેટલા ઓછા છે અને પછી અમારી બંનેની પણ દોસ્તી થઈ તેને કારણે જ હું બોલતી થઈ અને પછી અમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. એ મને ખૂબજ લવ કરે છે..અને હું પણ તેની સાથે ખૂબ ખુશ છું. હવે મારો રસ્તો અલગ છે માટે તું મને ભૂલી જા અને કોઈ સારી છોકરી સાથે લગ્ન કરીને સારી જિંદગી જીવી લે...તેજ તારા માટે યોગ્ય છે અને આજે હું તને પહેલી અને છેલ્લી વખત મળવા માટે આવી છું. આજ પછી ક્યારેય મને મળવાની કે ફોન કરવાની કદી કોશિશ ન કરતો નહીં તો પછીથી મારે લીગલ પ્રોસેસ કરવી પડશે....
મિથિલ: પણ અપેક્ષા...અપુ... મારી વાત તો સાંભળ....

હવે અપેક્ષા મિથિલની વાત સાંભળવા તૈયાર થાય છે કે નહિ?? મિથિલ અપેક્ષાને બ્લેકમેઇલ કે હેરાન કરે છે કે નહિ?? તે આપણે આગળના ભાગમાં જોઈએ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
15/9/22


રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 1 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Jayana Tailor

Jayana Tailor 4 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા