ધૂપ-છાઁવ - 81 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 81

અપેક્ષા પોતાની ફર્સ્ટ નાઈટ બદલ પોતાના ઈશાન પાસે એક ગીફ્ટ માંગી રહી હતી.."ઈશુ, તારે મને ફર્સ્ટ નાઈટની ગીફ્ટ આપવાની બાકી છે તે તને ખબર છે ને?"
પરંતુ ઈશાન તેને એ ગીફ્ટ યુ એસ એ જઈને આપવાનો હતો એટલે તે તરત જ કહે છે કે, "હા, એ હું તને યુએસએ જઈને આપીશ.."
પરંતુ અપેક્ષા પોતાની ગીફ્ટ પોતાના હક માટે જીદ કરે છે કે, "તારે એ ગીફ્ટ યુએસએ જઈને નહીં મને અત્યારે ને અત્યારે જ આપવી પડશે અને હું જે કહું તે તારે કોઈને કહેવાનું પણ નથી.."
ઈશાન એક સેકન્ડ માટે વિચારમાં પડી જાય છે કે એવી શું સીરીયસ વાત છે જે મારે કોઈને કહેવાની પણ નથી અને ઈશાન જરા મજાક કરતાં બોલે છે કે, "કેમ કંઈ સીરીયસ વાત છે."
અપેક્ષા ઈશાનની આગળ જાણે નાની બાળકી બની ગઈ હોય તેમ જીદ કરે છે ઈશાનનો હાથ પોતાના હાથમાં લઈ લે છે અને ખૂબજ પ્રેમથી તેની ઉપર પોતાનો હાથ ફેરવે છે અને બોલે છે કે, "પહેલા પ્રોમિસ આપ કે હું જે કહું છું તે તું કોઈને નહીં કહે.."
ઈશાનની સમજમાં હજી નથી આવતું કે એવી શું વાત છે? અને તે અપેક્ષાને પૂછે છે કે, "આટલા બધા દિવસથી હું અહીં તારી સાથે જ હતો તો તે મને કંઈ ન કહ્યું અને આજે અચાનક આમ શું બની ગયું છે કે તું આટલી બધી સીરીયસ બની ગઈ છે? અને એય સાંભળ મારી પાગલ મહારાણી આપણાં બંનેની વચ્ચે જે પણ વાત થઈ હોય તે હું કદી કોઈને કહેવાનો નથી એટલે તે બાબતે તું બેફિકર રહેજે"
"ઓકે તો સાંભળ મારી વાત આપણાં મોમ આપણને બંનેને અહીં ઈન્ડિયામાં સેટલ કરવા માંગે છે તેમને શેમનો ખૂબ ડર લાગે છે પણ મને ખબર છે કે તું શેમ કે તેના માણસોથી જરાપણ ડરતો નથી અને મારે પણ કોઈપણ સંજોગોમાં અહીં ઈન્ડિયામાં સેટલ થવું નથી માટે આપણાં મોમ ગમે તેટલી જીદ કરે તો પણ તું તેમને ના જ પાડી દેજે."
"જો અપુ, શેમ કે તેના માણસોથી હું જરાપણ ડરતો નથી કે ગભરાતો નથી અને હું તેની ઉપર કરેલો કેસ પણ પાછો ખેંચવાનો નથી માટે તું તે બાબતે બેફિકર રહેજે અને રહી વાત ઈન્ડિયામાં સેટલ થવાની તો આપણી મોમની ઈચ્છા ખૂબ હતી એટલે મેં પણ એવું જ વિચારી લીધું હતું કે હું અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જવું પણ તું હવે બિલકુલ ના જ પાડે છે એટલે તું કહે છે તેમ જ આપણે કરીશું."
અપેક્ષાના બેચેન મનને હવે બિલકુલ હાંશ થઈ હતી. તે મનોમન ઈશ્વરને થેંક્સ કહી રહી હતી.

થોડીવારમાં બંને હોટેલમાંથી તૈયાર થઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યા. ઘરે લક્ષ્મી, અક્ષત અને ઈશાનના મોમ અને ડેડ બધાજ તેમની રાહ જોઈ રહ્યા હતા. ઘરે જઈને ઈશાને પોતાની મોમને પોતાના રૂમમાં બોલાવીને કહી દીધું કે, હું અહીંયા ઈન્ડિયામાં સેટલ થવાનો નથી એટલે એ વાતને હવે તું ભૂલી જજે અને તમારી સાથે સાથે મારી અને અપેક્ષાની ટિકિટ પણ હું કરાવી દઉં છું મારે હવે અહીંયા વધારે રહેવું પણ નથી.

"પણ બેટા તું આટલા બધા વર્ષો પછી ઈન્ડિયામાં આવ્યો છે તો થોડા દિવસ રોકાઇ જાને એવી શું તને યુએસએ આવવાની એવી શું ઉતાવળ છે?" ઈશાનની મોમના મનમાં હજીપણ ઈન્ડિયા જાણે ઘૂમી રહ્યું હતું અને ઈશાન અપેક્ષાની ઈચ્છા વિરુદ્ધ કરવા માટે બિલકુલ તૈયાર નહોતો.

ઈશાન, અપેક્ષા અને તેના મોમ અને ડેડની બરાબર ત્રણ દિવસ પછીની ટિકિટ હતી. અપેક્ષા જાણે મિથિલથી જ નહીં ઈન્ડિયાથી પણ છૂટવા માંગતી હતી યુએસએની પંચાત વગરની જિંદગી તેને વધુ આરામદાયક અને કમફર્ટેબલ લાગતી હતી.

લક્ષ્મીએ જોડે રહીને એકે એક વસ્તુ યાદ કરી કરીને પોતાની દીકરી અપેક્ષાનું પેકિંગ કર્યું હતું કપડાની સાથે સાથે તેને ભાવતો થોડો નાસ્તો પણ લક્ષ્મીએ પોતાની દીકરી અને જમાઈ માટે પેક કરી દીધો‌ હતો અને સાથે ઘણોબધો પ્રેમ પણ તેણે પોતાની દીકરીને બેગમાં ભરી આપ્યો હતો. અક્ષત અને અર્ચના એક વીક પછી યુએસએ જવા માટે નીકળવાના હતા. લક્ષ્મીને પણ અપેક્ષાએ, ઈશાને તેમજ તેના દિકરા અક્ષતે અને અર્ચના ય યુએસએ પોતાની સાથે આવવા માટે ખૂબ ફોર્સ કર્યો પરંતુ લક્ષ્મીનું મન ક્યાંય જવા માટે તૈયાર નહોતું જાણે પોતાના પતિ વિજયના છોડીને ગયા પછી જિંદગીની ખુશીઓને મનથી માણવાનું તે ભૂલી જ ગઈ હતી.

દીકરીની વિદાય એ ખૂબજ વસમી વેળા છે ‌ અપેક્ષાએ પોતાની કુળદેવી માંના દર્શન કર્યા અને પોતાની માં લક્ષ્મીને તે વળગીને ખૂબ રડી ખૂબ રડી, અક્ષત અને અર્ચના યુએસએ જવાના હતા તો પણ તે અપેક્ષાને વળગીને ખૂબ રડ્યો. વિદાયની આ વેળા દરેકને રડાવી જાય છે.‌

ઈશાન અને અપેક્ષા પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે પોતાની પ્રેમભરી પાંખોથી યુએસએ તરફ ઉડી ગયા અને લક્ષ્મી પોતાની દિકરીના ફ્લાઈટને દૂર સુધી નિહાળતી રહી અને મનમાં ને મનમાં આશિર્વાદ આપતી રહી કે, ખૂબ સુખી થજે મારી દીકરી, ખૂબ સુખી થજે અને શાંતિથી, પ્રેમથી રહેજે.

અને અપેક્ષા તેમજ ઈશાનનું ફ્લાઈટ યુએસએની ધરતી ઉપર પહોંચી ગયું. ઈશાને ટેક્ષી કરી લીધી અને ચારેય જણાં પોતાના ઘરે પહોંચી ગયા. ઈશાનના મોમે પોતાની વહુને બારણે ઉભી રાખી અને પાણીનો લોટો ભરીને તેની નજર ઉતારી.
બંને ખૂબજ ખુશ હતાં અને હાથમાં હાથ પરોવીને પોતાના ઘરમાં પ્રવેશ્યા.

લગ્ન પછીનો થોડો સમય ઈશાન અપેક્ષા સાથે એકાંતમાં વિતાવવા માંગતો હતો એટલે તેણે બાલીની કપલટૂરમાં ફરવા જવા માટેનું બુકિંગ કરાવી દીધું.
એકાંતમાં ગયા પછી અપેક્ષાના મનમાં જે મિથિલ અને તેની વાતો ઘુમરાયા કરે છે તે વાત તે પોતાના ઈશાનને કહેશે કે હજુપણ ખાનગી જ રાખશે?? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/11/22