ધૂપ-છાઁવ - 84 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 84

અપેક્ષાના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો અને તે બોલી રહી હતી કે, "આપણાં મોમની ઈચ્છા આપણને ઈન્ડિયામાં સેટલ કરવાની હતી પરંતુ મિથિલને કારણે જ મેં "ના" પાડી હતી, મને મિથિલનો ખૂબજ ડર લાગે છે તે આપણો ઘરસંસાર બગાડી ન દે."
"અરે, એવા ગુંડાઓને તો જેલમાં પુરાવી દેવાના હોય પગલી તેમનાથી ડરવાનું ન હોય. અને સારું થયું તે મને આ બધું કહી દીધું હવે આપણી બંને વચ્ચે કદી કોઈ વાત ખાનગી ન હોવી જોઈએ.. ઓકે?"
અપેક્ષાએ હકારમાં માથું ધુણાવ્યું અને પછી બોલી કે, "અમે તેને લોકઅપમાં પણ પુરાવી દીધો છે."
ઈશાને અપેક્ષાની વાત શાંતિથી સાંભળી અને તેને હિંમત આપી અપેક્ષાની હિંમત હવે ડબલ થઈ ગઈ તેના દિલમાં ઈશાન માટેનો પ્રેમ પણ બમણો થઈ ગયો અને રાત ઘણી વીતી ગઈ હતી... બંને એકબીજાનામાં ખોવાઈ ગયા....
આજે અપેક્ષાના મનનો જાણે બધોજ ભાર ઠલવાઈ ગયો હતો એટલે તેને ઉંઘ પણ સારી આવી ગઈ.
લગ્ન પછીનું એકાંત બંનેએ અનુભવ્યું એ ખુશીની પળોને યાદગાર બનાવવા માટે ઈશાને પોતાના કેમેરામાં અને દિલમાં જાણે કેદ કરી લીધી હતી બંનેએ ખૂબજ એન્જોય કર્યું અને પછીથી પોતાના ઘર તરફ રવાના થયા.

સમય પસાર થયે જતો હતો અપેક્ષા અને ઈશાન એકબીજાના વગર જાણે અધૂરા હતા શેમ ઉપર કેસ યથાવત રીતે જારી હતો તે અને તેના માણસો શેમને કઈરીતે જેલમાંથી બહાર લાવવો તેનાં પેંતરા ઘડી રહ્યા હતા પરંતુ નાકામિયાબ રહેતા હતા.

એકદિવસ અચાનક ઈશાનના મોબાઈલમાં રીંગ વાગી ઈશાને ફોન ઉપાડ્યો અને તે ધમકીભર્યો ફોન હતો સામેના માણસનો અવાજ જ બીક લાગે તેવો ખૂંખાર હતો. તેને ધમકી આપવામાં આવી રહી હતી કે, તારું મોત હવે નજીક જ છે, હું તેને મુઠ્ઠીમાં લઈને જ ફરું છું સીધી રીતે કેસ પાછો ખેંચી લે નહીં તો, "ન‌ રહેગા બાંસ ન બજેગી બાંસુરી" કહેવાનો મતલબ સમજી જજે.. જીવવું હોય તો કેસ પાછો ખેંચી લે..
અને ઈશાન "હલ્લો હલ્લો.." કરતો રહ્યો પરંતુ ફોન કટ થઈ ગયો તેનાથી રહેવાયું નહીં તેણે આ વાત અપેક્ષાને કરી અપેક્ષા ખૂબ ગભરાઈ ગઈ હતી બંને પોલીસ સ્ટેશને ગયા અને આ રેકોર્ડિંગ સંભાળાવ્યું પોલીસે શેમની કસ્ટડી વધુ મજબૂત કરાવી દીધી અને ઈશાનને ચિંતા ન કરવા સમજાવ્યો.

શેમ અને તેના માણસો શેમની ચૂસ્ત કસ્ટડીને કારણે મળી શકતા નહોતા ઈશાન, અપેક્ષા અને તેના ફેમિલીને હવે શાંતિ લાગતી હતી.
અચાનક એક દિવસ અપેક્ષાની તબિયત ખૂબ બગડી આગલી રાત્રે તે અને ઈશાન મૂવી જોવા માટે ગયા હતા અને પછી જમવાનું બહાર જ જમીને આવ્યા હતા કદાચ તેટલે જ તબિયત બગડી હોય તેવું બની શકે તેમ બંનેએ માની લીધું ઘરમાં હતી તે દવા લઈ લીધી પણ કંઈ ફરક પડ્યો નહીં ઈશાન થોડો બીઝી હતો એટલે તેનાં મોમ અપેક્ષાને પોતાના ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા. તેમણે અપેક્ષાને ચેક કરીને એક ટેસ્ટ કરાવવા કહ્યું.

ઈશાન પોતાનું કામ પતાવીને ઘરે આવી ગયો અપેક્ષાને જરાપણ ઠીક લાગતું નહોતું એટલે તે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી ઈશાન તેની પાસે તેની ખબર પૂછવા માટે ગયો અપેક્ષાએ તેને પોતાની તબિયતના સમાચાર આપ્યા ઈશાન ખુશીનો માર્યો પાગલ થઈ ગયો તેનું સ્વપ્ન આજે પૂરું થવા જઈ રહ્યું હતું તે પિતા બનવાનો હતો તેનો હરખ તેનાં દિલમાં સમાય તેમ નહોતો તેણે અપેક્ષાને ઉંચકી લીધી અને અપેક્ષા.. "મને નીચે તો ઉતાર.." તેમ બૂમો પાડી રહી હતી. તેણે અપેક્ષાને ધીમેથી બેડ ઉપર સુવડાવી દીધી અને તેનો હાથ પોતાના હાથમાં લઈ ચૂમવા લાગ્યો તેને માથા ઉપર એક મીઠું ચુંબન કર્યું અને તેના હાથને પોતાના હાથમાં રમાડતાં રમાડતાં તે અપેક્ષાની આંખોમાં જોઈ રહ્યો અને તેને કહેવા લાગ્યો કે, "મને આ જ ક્ષણનો ઈંતજાર હતો કે તું ક્યારે મારા બાળકની "માં" બને થેન્કસ માય ડિયર મને આ ખુશીના સમાચાર આપવા બદલ તું બીલીવ નહીં કરે એટલો બધો હું આજે ખુશ છું. તારું અને મારું બાળક કેવું હશે..!! હું કલ્પના કરી રહ્યો છું. એક નાનકડું બચ્ચું આપણી વચ્ચે હશે..!! જેમાં આપણાં બંનેના અંશ હશે..ઑહ નો..આઈ ડોન્ટ બીલીવ કે ઉપરવાળાએ આટલી બધી જલ્દી મારી જોળી ખુશીઓથી ભરી દીધી..થેન્કસ માય ડિયર એન્ડ થેન્કસ માય ગોડ.." અને તેણે ફરીથી અપેક્ષાને પ્રેમથી ચૂમી લીધી....
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/12/22