ધૂપ-છાઁવ - 117 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 117

પરોઢિયે ચાર વાગ્યે એક ઓલા કેબ ધીમંત શેઠ અને અપેક્ષાના બંગલા પાસે તેમને પીકઅપ કરવા માટે આવી ગઈ. બંને સમયસર ઘરેથી નીકળી ગયા અને ફ્લાઈટમાં ✈️ બેસી ગયા.
ધીમંત શેઠના હાથમાં અપેક્ષાનો ઉષ્માભર્યો હાથ હતો જેને તે પ્રેમથી પંપાળી રહ્યા હતા અને ✈️ વિમાને ઉંચી ઉડાન ભરી અને સાથે સાથે ધીમંત શેઠ અને અપેક્ષાના સપનાઓએ પણ ઉંચી ઉડાન ભરી લીધી...
ધીમંત શેઠ અને અપેક્ષાની આ પ્રેમી યુગલની હનીમુન ટ્રીપની સુખરૂપ શરૂઆત થઈ ગઈ હતી.
હવે આગળ...
હેમખેમ બંને જણાંએ યુ એસ એ ની ધરતી ઉપર પગ મૂક્યો અને ત્યાંની ઠંડક, ત્યાંની માટીની સોડમ અને ત્યાંની નીરવ શાંતિનો મીઠો અહેસાસ અનુભવ્યો.
નક્કી કર્યા મુજબ તેમને લેવા માટે ટેક્સી ડ્રાઈવર પોતાના હાથમાં તેમના નામનું બોર્ડ લઈને તેમની રાહ જોતો ન્યૂયોર્કના એરપોર્ટ ઉપર ઉભો હતો.

હનીમુન પેકેજ પ્રમાણે તેમનું બુકિંગ ન્યૂયોર્કની ફાઈવ સ્ટાર હોટેલમાં થઈ ગયું હતું. બંને હોટેલમાં પોતાની રૂમમાં પહોંચી ગયા અને નાહી ધોઈને ફ્રેશ થયા.

ઘરેથી નીકળીને વીસ કલાકના ટ્રાવેલિંગ બાદ જાણે બંને જણાં ખૂબજ થાકી ગયા હતા એટલે બંનેએ થોડું લાઈટ જમવાનું ઓર્ડર કર્યું અને પછીથી આરામ કરવાનું જ પસંદ કર્યું.

રૂટીન લાઈફથી થોડા દૂર હટકે બંનેને અહીં આ સુંદર સિટીમાં આવીને મનની ખૂબજ શાંતિ અનુભવાતી હતી અને આ એકાંત બંનેને કદાચ એકબીજાને સમજવાની, ઓળખવાની એક સુંદર તક પૂરી પાડશે અને એકબીજાને વધારે નજીક ખેંચી લાવશે તેવો મીઠો અહેસાસ બંનેના હ્રદયને સ્પર્શી રહ્યો હતો.
ધીમંત શેઠે થોડી વાર માટે ટીવી ઓન કર્યું અને અપેક્ષાએ પોતાના મખમલી લાઈટ પીંક કલરના નાઈટ ગાઉનમાં જેવી બેડમાં લંબાવી તેવી તેને પોતાની નજીક ખેંચી લીધી.
અપેક્ષા પણ જાણે આ રોમેન્ટિક ક્ષણની રાહ જોઈ રહી હોય તેમ તે પણ ધીમંત શેઠની નજીક ખેંચાઈ આવી અને તેમને વળગીને લપાઈને સૂઈ જવાનો પ્રયત્ન કરવા લાગી. ધીમંત શેઠે પોતાના હાથમાં રહેલા રિમોટ કંટ્રોલ વડે ટીવી બંધ કર્યું અને બંને ફાઈવસ્ટાર હોટેલના સ્ટુડિયો રૂમમાં એકબીજાની ઉપર ઓળઘોળ થઈ ગયા અને નાઈટલેમ્પના આછેરા જાંબલી કલરના પ્રકાશમાં એકબીજાને પોતાની બાહોમાં કેદ કરીને આરામ ફરમાવવા લાગ્યા.

ધીમંત શેઠે અહીં આવતાં પહેલાં જ અહીં જોવાલાયક સ્થળોનું એક લિસ્ટ બનાવીને રાખ્યું હતું તે પ્રમાણે બીજે જ દિવસથી તેમણે એક એક સ્થળની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

બંને ખૂબજ ઉમંગ અને ઉલ્લાસભેર એકે એક સ્થળની નોંધપૂર્વક મુલાકાત લઈ રહ્યા હતા અને સાથે સાથે પોતાની હનીમુન ટ્રીપ એન્જોય કરી રહ્યા હતા.

એક દિવસ બંને જણાં ન્યુ જર્સીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે નીકળી પડ્યા.

ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા ત્યાંની સ્વચ્છતા, પોઝિટિવ વાઈબ્રેશન અને નિરવ શાંતિએ તેમના બંનેનું મન જાણે મોહી લીધું હતું એ રાત્રે બંનેએ ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું.

બીજે દિવસે સવારે બંને વહેલા ઊઠીને ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન અર્થે મંદિરમાં પહોંચી ગયા અને ત્યાં રોકાયેલા મહંત શ્રી ગણેશદાસજી મહારાજ સાથે ધીમંત શેઠની મુલાકાત થઈ તેમણે ધીમંત શેઠને વધુ બે દિવસ ત્યાં રોકાઈ જવા માટે આગ્રહ કર્યો.

અપેક્ષા પણ આ શુધ્ધ શાંત વાતાવરણમાં મનની ભારે શાંતિ અનુભવી રહી હતી તે પણ મંદિરના આ શુધ્ધ સાન્નિધ્યમાં રોકાવા માટે તૈયાર હતી મહારાજ શ્રીએ તેમના માટે મંદિરના પંટાંગણમાં જ એક સ્વચ્છ અને સુંદર રૂમની વ્યવસ્થા કરી આપી બંને જણાં ત્યાં રોકાઈ ગયા.

અપેક્ષા અને ધીમંત શેઠને આ જગ્યા ખૂબજ પસંદ આવી ગઈ હતી.

અપેક્ષા અને ધીમંત શેઠ જ્યારના આ મંદિરના પંટાંગણમાં પ્રવેશ્યા હતા ત્યારથી જ એક અજાણ્યો ચહેરો, અજાણ્યો શખ્સ સતત આ તેમનો પીછો કરી રહ્યો હતો.

એ કોણ હતો અને શું કામ ધીમંત શેઠ અને અપેક્ષાનો પીછો કરી રહ્યો હતો તે કોઈને પણ ખબર નહોતી.

મહારાજ શ્રીનું પ્રવચન વિગેરે પતાવીને ધીમંત શેઠ તેમજ અપેક્ષાએ પ્રસાદમાં ખિચડી અને દહીં વાપર્યા અને પોતાના રૂમ તરફ પ્રયાણ કર્યું.

અપેક્ષાએ પોતાના ભાઈ અક્ષતને ફોન કરીને મહારાજ શ્રી ગણેશદાસજીના પ્રેમસભર આગ્રહ વિશે વાત કરી અને માટે પોતે અહીં મંદિરમાં બે દિવસ માટે રોકાઈ ગયા છે તે પણ જાણ કરી.
અપેક્ષાએ પોતાની માં લક્ષ્મીને પણ પ્રસન્નચિત્તે આ જ વાત જણાવી અને ત્યારબાદ અપેક્ષા અને ધીમંત શેઠ બંનેએ થોડીક વાર મંદિર વિશે ચર્ચા કરી અને મહારાજ વિશે ચર્ચા કરી અને આમ ચર્ચા કરતાં કરતાં બંનેની આંખ મળી ગઈ... સવાર પડજો વહેલી...
ધીમંત શેઠ તેમજ અપેક્ષાનો પીછો કોણ કરી રહ્યું છે?
શું ધીમંત શેઠનો કોઈ પુરાનો દુશ્મન હશે કે પછી બીજું જ કંઈક હશે?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
30/10/23