કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - નવલકથા
Jasmina Shah
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
અજાણ્યા માહોલમાં અજાણ્યા માણસનું આમ અચાનક મળી જવું તેની સાથે પ્રેમ થવો, તેને પોતાના જીવથી પણ વધારે ચાહવું અને છૂટા પડવું...પણ તકદીર પાછા ફરીને ફરી બંનેને એ જ પરિસ્થિતિમાં લાવીને ઉભા રાખે છે...બે પ્રેમીઓના મિલનની એક દિલચસ્પ કહાની....
ઈશિતા ...વધુ વાંચોફ્રેન્ડસ વેદાંશ અને અર્જુન સાથે કૉલેજ કેમ્પસમાં ઉભી હતી આજે કૉલેજનો પહેલો દિવસ હતો એટલે નવા સ્ટુડન્ટ્સની એન્ટ્રી પણ થઈ રહી હતી અને સીનીયર સ્ટુડન્ટ્સ તેમનું રેગિંગ કરવાનું વિચારી રહ્યાં હતાં. બસ આવીજ કંઈક ચર્ચા વેદાંશ અને અર્જુન વચ્ચે પણ ચાલી રહી હતી અને ઈશિતાની નજર ફરી ફરીને વારંવાર કૉલેજના ગેટ ઉપર અટકી જતી હતી એટલે વેદાંશ તરત જ બોલ્યો કે, " કોઈ આવવાનું છે ઈશુ, તો તું આમ વારંવાર ગેટ સામે જોયા કરે છે ?
કૉલેજ કેમ્પસ ભાગ-1 (એક દિલચસ્પ પ્રેમકથા) નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો 1. પ્રિયાંશી 2. વરસાદી સાંજ 3. જીવન એક સંઘર્ષ 4. સમર્પણ 5. પારિજાતના પુષ્પ 6. ધૂપ-છાઁવ (હાલમાં ચાલુ છે.) 7. જીવન સાથી (હાલમાં ચાલુ છે.) આ બધીજ મારી ...વધુ વાંચોઆપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી છું. આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે."કૉલેજ કેમ્પસ " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે જ અને આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. "
સાન્વી, અર્જુન અને વેદાંશ સાથે શેકહેન્ડ કરે છે એટલે વેદાંશ સાન્વીનો હાથ જરા પકડેલો રાખે છે અને એકીટસે તેની સામે જ જોયા કરે છે જાણે તેનામાં ખોવાઈ ગયો હોય અને તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હોય તેમ. ...વધુ વાંચોઈશિતા વેદાંશને સ્હેજ ધક્કો લગાવીને ભાનમાં લાવે છે અને સાન્વીનો હાથ છોડવા ઈશારો કરે છે. વેદાંશ ચોંકી ઉઠે છે અને સાન્વીનો હાથ એકદમ છોડી દે છે અને બોલી પડે છે કે, "ઑહ, આઈ એમ સોરી" ઈશિતા, અર્જુન અને વેદાંશ એન્જિનિયરીંગના થર્ડ ઇયરમાં છે. સાન્વીએ ફર્સ્ટ ઈયરમાં ઍડમિશન લીધું છે. સાન્વીએ પોતાની સ્કૂલમાં 82% સાથે 12 સાયન્સમાં ટોપ કર્યું હતું. એટલે તેને
ઈશીતા, વેદાંશ અને અર્જુન ત્રણેય વાતો કરતાં કરતાં પોતાના ક્લાસરૂમમાં જાય છે જ્યાં રોહિત સરનું લેક્ચર ચાલુ થઈ ગયું હોય છે. ત્રણેયને મસ્તીના મૂડમાં જોઈને રોહિત સર તેમની ઉપર ભડકે છે અને તેમને ક્લાસની બહાર નીકળી જવા કહે છે. ...વધુ વાંચોજણ એકબીજાની સામે જૂએ છે અને સરને "સોરી સર" કહીને ક્લાસરૂમમાં બેસવા દેવા રિક્વેસ્ટ કરે છે. "આજે કોલેજનો પહેલો દિવસ છે એટલે બેસવા દઉં છું કાલથી ફરી આવું રીપીટેશન ન થવું જોઈએ." તેમ કહી રોહિત સર ત્રણેયને ક્લાસરૂમમાં બેસવા દે છે. બીજે દિવસે વેદાંશ કૉલેજમાં બધા કરતાં થોડો વહેલો જ આવી જાય છે અને સાન્વીની રાહ જોતો પોતાના આર એસ
કોલેજની પા પાછળના ગ્રાઉન્ડમાં, કોલેજના નવાં અને જૂનાં સ્ટુડન્ટ્સ બધાજ હાજર થઈ ગયાં હતાં અને એક સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું. સીનીયર્સ માટે એકદમ મજાનો અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને જુનિયર્સ બીચારા ફફડી રહ્યાં હતાં અને ...વધુ વાંચોશું થશે તેમ વિચારી રહ્યાં હતાં અને સહેલી પનીશમેન્ટ આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં. એક પછી એક નવા સ્ટુડન્ટને બધાની વચ્ચે આવીને જૂના સ્ટુડન્ટ જે કહે તે પ્રમાણે કરવાનું રહેતુ હતું. જે બરાબર ન કરે અથવા તો ભૂલ કરે તેની બધાંજ હાંસી ઉડાવતા અને તેણે પચ્ચીસ ઉઠક બેઠક કરવી પડતી હતી. હવે લાઈન પ્રમાણે સાન્વીનો વારો આવ્યો હતો. સાન્વીની
ઈશીતા અર્જુનની રાહ જોતી બહાર ગેટ પાસે જ ઉભી રહી ગઈ. અર્જુન અને ઈશીતા બંને બાજુ બાજુમાં જ રહેતાં હતાં, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતાં એટલે બંને રોજ સાથે એકજ એક્ટિવા ઉપર કોલેજ આવતાં અને ઘરે જતાં. સાન્વી ...વધુ વાંચોકોલેજ આવતી એટલે વેદાંશ તેની બાજુમાં આવીને ઉભો રહ્યો અને તેને પૂછવા લાગ્યો કે," તને ડ્રોપ કરી જવું ઘરે ? " અને સાન્વીએ પોતાનું માથું નકારમાં જ ધુણાવ્યું અને વેદાંશના ગયા પછી ઈશીતાને પૂછવા લાગી કે, "આ કોલેજમાં રોજ આવું જ હોય છે કે પછી ભણવાનું પણ ચાલે છે ? નહિતર હું તો વિચારું છું કે કોલેજ ચેન્જ કરી દઉં." ઈશીતા: ના
વેદાંશ મનોમન ખુશ થાય છે તે જે ક્ષણની રાહ જોઇ રહ્યો હતો કે, સાન્વી તેની બાઇકની સીટ પાછળ બેસે તે ક્ષણ આવી રહી છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે સાન્વી "હા" પાડે અને ભગવાન તેની પ્રાર્થના સાંભળે ...વધુ વાંચોસાન્વી "હા" પાડે છે. બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. વેદાંશ એટલે ટોલ એન્ડ હેન્ડસમ બોય, ગમે તે છોકરી તેની પર ફીદા થઇ જાય. રસ્તામાં વેદાંશ સાન્વીને તેના ફેમીલી બેગ્રાઉન્ડ વિશે પૂછે છે. સાન્વી પોતાની અને પોતાના ફેમિલીની વાત પૂરી કરે છે અને વેદાંશ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ પહેલા સાન્વીનું ઘર આવી જાય છે. એટલે વેદાંશ
કોલેજમાં પણ નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ કોલેજમાં ગરબાની રમઝટ જામવાની હતી.જેને માટે જુનીયરોએ સીનીયરોના બતાવ્યા પ્રમાણે આખી કોલેજ ડેકોરેટ કરી, માતાજીનું મંદિર બનાવવાનું હોય છે અને રાત્રે ગરબાના ...વધુ વાંચોકોલેજ એન્ટ્રન્સમાં દિવાની રંગોળી કરવાની હોય છે. જેનાથી કોલેજનું એ દ્રશ્ય આહલાદક લાગે છે. આ એક કોલેજની જૂની પ્રણાલિકા છે. સાન્વીને પણ ગરબાનો ખૂબજ શોખ એટલે નવે નવ દિવસના તેની પાસે નવ ચણિયાચોળી પણ અલગ જ હોય. આજે કોલેજમાં ગરબા હતા એટલે વિચારી રહી હતી કે આજે કયા ચણિયાચોળી પહેરવા? રેડ અને બ્લેક કલરના આખાય આભલાથી ભરેલા ચણીયાચોળી પહેરીને સાન્વી સજી
ભણતાં, ભણતાં અને મસ્તી કરતાં કરતાં દિવસો ક્યાં પસાર થઇ ગયા તેની ચારેયમાંથી કોઈને ખબર જ ન પડી અને એક્ઝામ પણ આવી ગઇ. સાન્વીને રિઝલ્ટનું ખૂબ ટેન્શન હતું પણ રિઝલ્ટ આવ્યું તો તેના ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન માર્ક્સ હતા. અને ...વધુ વાંચોપણ દર વખતની જેમ આખા ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હતો. આજે નોટિસ બોર્ડ ઉપર રિઝલ્ટ લગાવેલું હતું. ઈશીતા અને અર્જુનનો સેકન્ડ ક્લાસ આવ્યો હતો. ચારેય જણાં રિઝલ્ટની ચર્ચા કરતાં ઉભા હતા અને સાન્વી આજે પોતાના રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટીન્કશન માર્ક્સ આવવા બદલ વેદાંશને થેંન્કયૂ કહેતા ખુશીથી તેને ભેટી પડી અને ઈશીતા બોલી પડી, "બંને એમ જ રહેજો, નાઇસ લુકીંગ બોથ
સાન્વી: મને આ સમાજ અને મારા પપ્પાનો ખૂબ ડર લાગે છે... વેદાંશ: હું છું તારી સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે. વેદાંશ અને સાન્વીએ બંનેએ પ્રેમનો ...વધુ વાંચોએકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું. હવે તો બસ, સાન્વીને વેદાંશ જ દેખાય અને વેદાંશને સાન્વી...બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા. આમ કરતાં કરતાં વેદાંશના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે જોબ માટે એપ્લાય પણ કરી
સાન્વી વેદાંશને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ.... અમદાવાદની 'ડાઉન-ટાઉન' હોટલમાં વેદાંશે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ સાન્વી મૂડમાં ન હતી. પણ હવે ...વધુ વાંચોસ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો, તેમ વિચારી રહી હતી. બીજે દિવસે વેદાંશ સાન્વીને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. સાન્વી બિલકુલ ઉદાસ દેખાઇ રહી છે. વેદાંશ પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો છે. પણ સાન્વીની સામે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે. સાન્વી વેદાંશને ભેટીને ખૂબજ રડે છે. તેને રીક્વેસ્ટ કરે છે કે, " વેદ, હું તારા વગર નહિ રહી શકું, તું
સાન્વી અને વેદાંશ બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે.... સાન્વી એકદમ ધ્યાનથી ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહી છે. વેદાંશના કહેવા પ્રમાણે તે, સાન્વીને એક્ઝામ છે એટલે દશ દિવસની રજા લઇ અમદાવાદ આવ્યો છે. દુનિયાનો છેડો એટલે ઘર...પોતાના ...વધુ વાંચોઆવીને તે મનની શાંતિ અને હાંશ અનુભવે છે. મમ્મી-પપ્પા, ભાઈને મળીને ખૂબજ ખુશ થઇ જાય છે. આફ્ટર લોન્ગ ટાઇમ ઈશીતાને ઘરે બધા ભેગા થાય છે. ચાતક વરસાદની રાહ જુએ તેમ સાન્વી વેદાંશની રાહ જોઇ રહી છે. આટલા બધા સમય પછી વેદાંશને મળવાનું એક્સાઇટમેન્ટ...કંઈક અલગ જ અહેસાસ હતો એ...!! જેને પ્રેમ કરતા હોઈએ તેના આવવાની રાહ જોવી...!! આટલું અઘરું હશે...?? તે
સાન્વીના પોતાના જીવનમાંથી ચાલ્યા ગયા બાદ વેદાંશ ખૂબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને તે ડીપ્રેશનમાં આવી જાય છે. જીવન જીવવા પ્રત્યેની પોતાની આશા ખોઇ બેસે છે. જાણે તેનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવો અહેસાસ તેને થાય છે. સાન્વીને ...વધુ વાંચોજિંદગી માની બેઠેલો વેદાંશ પોતાની જાતને સંભાળવા પણ કાબેલ નથી રહેતો. એનો કીશન- કાનુડો જેને એ પોતાનો ભગવાન જ નહિ પણ બધુંજ માનતો હતો તે તેની સાથે આવું કંઇક પણ કરશે તેવું તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું, હવે શું કરવું...?? ક્યાં જવું...?? કોને કહેવું...?? કંઇજ સૂઝતું ન હતું. અર્જુન અને ઈશીતા તેને ખૂબ સપોર્ટ કરે છે અને સમજાવે છે કે,
વાંરવાર યાદ આવતી સાન્વીને વેદાંશ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ સાન્વી તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ રહ્યો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો ...વધુ વાંચોપરંતુ તેનું મન તેને પાછો ભૂતકાળમાં લાવીને મૂકી દેતું હતું. યાદો પણ કેટલી ખતરનાક હોય છે. માણસનો પીછો નથી છોડતી...!! આપણે ક્રીશાની વાત કરીએ તો... ક્રીશા ખૂબજ બોલકણી છોકરી છે. કોઈને ન બોલવું હોય તેની સાથે તો પણ બોલવું પડે, તેવું તેનું વર્તન હતું. શિસ્તબદ્ધ રીતે એક ગુજરાતી પટેલ ફેમીલીમાં તેનો ઉછેર થયો હતો એટલે તે સંસ્કારી પણ એટલી જ હતી.
ક્રીશા વેદાંશને પૂછી રહી છે કે, "સર, તમે ક્યાંના છો ?" અને વેદાંશ એક નિ:સાસા સાથે પોતાની વાતની શરૂઆત કરે છે જાણે તે પોતાના વિશે કંઇજ કહેવા નથી માંગતો પણ હવે ક્રીશાએ પૂછી જ લીધું છે તો કહ્યા વગર ...વધુ વાંચોપણ નથી. વેદાંશ: અમે અમદાવાદના જ છીએ અને વર્ષોથી અમદાવાદમાં જ સેટલ છીએ. મારે એક નાનો ભાઈ પણ છે તેણે હમણાં જ ટ્વેલ્થ પાસ કર્યું અને તેણે પણ એન્જીનીયરીંગમાં જ એડમિશન લીધું છે. ક્રીશા વચ્ચે જ બોલી ઉઠે છે, " અને સર તમારા મેરેજ...?? " વેદાંશને ન ગમતો પ્રશ્ન ક્રીશાએ પૂછી લીધો હતો. તે પોતાના ભૂતકાળથી વિખૂટો પડવા માંગતો હતો
ક્રીશા અને વેદાંશની મજેદાર ઓફિસ ટ્રીપ ચાલી રહી છે... ક્રીશા સતત તેના મનમાં જે આવે તે બોલી રહી છે અને વેદાંશ સાંભળી રહ્યો છે... હવે આગળ.... બંને જમવા માટે 'ઉડીપી હોટલ શ્રી લક્ષ્મી વૈભવ' માં રોકાય છે. ક્રીશા તેનો ...વધુ વાંચોસેટ ઢોંસા મંગાવે છે અને વેદાંશ પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરે છે. અને જમીને બંને તરત રીટર્ન થવા નીકળે છે. વેદાંશ મનમાં ને મનમાં વિચારી રહ્યો છે કે આ ક્રીશાને પણ કેટલું બોલવા જોઈએ છે...!! જે તેની સાથે મેરેજ કરશે તેનું તો મગજ જ ફરી જશે... અને તેના ચહેરા ઉપર સ્હેજ સ્માઈલ આવી ગયું... ક્રીશા આ જોઇ ગઇ એટલે
વેદાંશ ક્રીશા સાથે મજાક કરે છે.અને બોલે છે કે, " એય કુશન ન ફેંકતી મારી ઉપર..." અને પછી ખડખડાટ હસી પડે છે. ક્રીશા: નહિ ફેંકુ સર હવે, મને ખબર પડી ગઇ કે તમને મજાક કરવાની આવી આદત છે...હવે આગળ... ...વધુ વાંચોક્રીશાને તેના બિલ્ડીંગની નીચે ડ્રોપ કરીને ચાલ્યો જાય છે... વેદાંશ પોતાના રૂમમાં બેડ પર આડો પડ્યો અને છત સામે તાકી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે ઘણાં બધાં દિવસ પછી, જિંદગી જાણે જીવવા જેવી લાગી છે...!! બાકી અત્યાર સુધી તો સાન્વીને છોડીને આવ્યા પછી...જાણે તેને જીવનમાંથી રસ જ ઉડી ગયો હતો. પણ આજે તેને લાગ્યું કે, કોઈના છોડીને
અને બસ તે રાત્રે જ ક્રીશાને અહેસાસ થાય છે કે, " આઈ લવ હીમ..." અને પછી તો તે સવાર ક્યારે પડશે તેની રાહ જૂએ છે..!! ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...?? કાલે જ હું વેદાંશને મારી વાત કરીશ...!! અને ચહેરા ...વધુ વાંચોએક સુખના સુકૂન સાથે શાંતિથી સૂઇ જાય છે. હવે આગળ.... આજે ક્રીશા રોજ કરતાં થોડી વહેલી જ ઉઠી ગઇ હતી. પ્રેમ થાય એટલે જાણે ઊંઘ પણ ઉડી જાય છે...!! ક્રીશા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી અને મનમાં કોઈ રોમેન્ટિક લવ સોંગની પંક્તિઓ ગણગણી રહી હતી. આજે તેણે પેન્ટ, ટી-શર્ટને અલવિદા આપી મરુન અને બ્લેક કોમ્બીનેશનનો બાંધણીનો સુંદર ડ્રેસ
વેદાંશ: સાન્વી, સાન્વીને હું હજી ભૂલી નથી શક્યો. ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો હું વર્તમાન છું. વેદાંશ: ઓકે ચલ, ગાડીમાં બેસીને વાત કરીએ તારે લેઇટ થઇ જશે...અને બંને એકબીજાનો હાથ પકડી ગાડી સુધી જાય છે અને રીટર્ન થવા નીકળે ...વધુ વાંચોહવે આગળ.. વેદાંશ: ક્રીશા, પણ તારા પેરેન્ટ્સ, તૈયાર થશે આપણા મેરેજ માટે..?? ક્રીશા: હા મારા પેરેન્ટ્સે અમને બંને બહેનોને છૂટ જ આપેલી છે કે તમને ગમતું પાત્ર હોય તો મેરેજ કરવાની છૂટ છે બસ છોકરો અને ઘર બંને વેલસેટ હોવા જોઈએ તો અમે " હા " પાડીશું નહિ તો અમે " હા " નહિ પાડીએ. અને તમારા માટે તો મમ્મી-પપ્પાને
જૈમીનીબેન અને ધર્મેન્દ્રભાઇ બંને દીકરીઓને વળાવતી વખતે ખૂબ રડી પડે છે...પણ બંને દીકરીઓને સારું ઘર અને સારા માણસો મળ્યાનો સંતોષ પણ તેમના ચહેરા ઉપર તરી આવે છે... હવે આગળ.... ઈશીતા અને અર્જુને લાઇફટાઇમ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું ...વધુ વાંચોવેદાંશના મેરેજના વન વીક પછી તરત જ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા. વેદાંશ અને ક્રીશા થોડા દિવસ અમદાવાદ જ રોકાવાના હતા તેઓ ઈશીતા અને અર્જુનના મેરેજ એટેન્ડ કરીને પછી જ બેંગ્લોર જવા નીકળવાના હતા. આજે વેદાંશના બેસ્ટ ફ્રેન્ડ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા જેમાં જવા માટે વેદાંશ તૈયાર થઈને બેઠો હતો અને ક્રીશા તૈયાર થઈ રહી હતી. વેદાંશ બેઠા બેઠા
વેદાંશને સાન્વીની દુઃખદાયક પરિસ્થિતિની જાણ થતાં જ તે બિલકુલ ભાંગી પડે છે અને અત્યાર સુધીમાં કોઈ દિવસ સાન્વીને મળવા જવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે તે નક્કી કરે છે કે, હું સાન્વીને મળવા ચોક્કસ જઇશ....હવે આગળ... ઈશીતા અને અર્જુનના ...વધુ વાંચોફંક્સન પૂરું થતાં જ વેદાંશ અને ક્રીશા ઘરે જાય છે. વેદાંશને જોઇને ક્રીશાને લાગે છે કે વેદાંશ મૂડમાં નથી એટલે તે વેદાંશને પૂછે છે, " કેમ વેદાંશ, તમારી તબિયત બરાબર નથી કે શું..? તમે મૂડમાં નથી લાગતા વેદાંશ ક્રીશાને સાન્વીની સાથે કેવી દુ:ખદાયી ઘટના બની ગઇ તેની બધીજ વાત કરે છે. જે સાંભળીને ક્રીશાને પણ ખૂબજ દુ:ખ થાય છે અને
સાન્વીના સમાચાર સાંભળીને ઈશીતા અને અર્જુન પણ ખૂબ દુઃખી થાય છે અને વિચારે છે કે, સાન્વીના લગ્ન વેદાંશ સાથે થયા હોત તો સાન્વીની અત્યારે આ પરિસ્થિતિ થઇ ન હોત પણ હવે શું કરી શકાય..?? ઈશ્વરને જે ગમ્યું તે ખરું....!! ...વધુ વાંચોબંને જણાં એક ઉંડો નિ:સાસો નાંખે છે...!! વેદાંશ, અર્જુનને લઇને સાન્વીના ઘરે જાય છે. તે ડોરબેલ વગાડે છે એટલે સાન્વીના મમ્મી ડોર ખોલે છે. સાન્વીના મમ્મી કંઇ પણ બોલે તેની રાહ જોયા વગર વેદાંશ સાન્વીના ઘરમાં ઘૂસી જાય છે. સાન્વીના પપ્પા સોફા ઉપર બેઠા હતા તેમની સામેની ચેરમાં વેદાંશ બેસે છે અને હિંમત કરીને બોલે છે, " અંકલ, સાન્વીના સમાચાર
સાન્વી કંઈક વિચિત્ર નજરથી વેદાંશની સામે જોયા કરે છે. વેદાંશ દર્દભર્યા અવાજે પ્રેમથી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને બોલે છે, "આઈ લવ યુ, સાન્વી..." પરંતુ સાન્વી તેને પણ ઓળખતી નથી અને તેના વર્તનમાં કોઈ ફરક પડતો ...વધુ વાંચોવેદાંશ તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરે છે તો સાન્વી તેને જોઈને ચીસો પાડવા લાગે છે. વેદાંશ તેને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે પણ તે નિરર્થક રહે છે છેવટે તે રૂમની બહાર નીકળી જાય છે. બહાર આવીને તે સાન્વીના પપ્પા સાથે વાત કરતાં તેમને કહે છે કે, "અંકલ, સાન્વીની હાલત તો વધારે પડતી બગડી ગઈ છે. જો આપની ઈચ્છા
વેદાંશ ભારે હ્રદયે અને અતિશય દુઃખ સાથે અમદાવાદ છોડી ક્રીશાને લઈને બેંગ્લોર પહોંચી જાય છે. વેદાંશ અને ક્રીશા બંને ક્રીશાની મમ્મીના ઘરે જઈને જમ્યા અને પછી આરામ કર્યો. વેદાંશે પોતાની ઓફિસની બાજુમાં જ એક ફ્લેટ રેન્ટ ઉપર લઈ લીધો ...વધુ વાંચોક્રીશાએ અને વેદાંશે પોતાના લગ્નજીવનની શુભ શરૂઆત તે ઘરમાંથી જ કરી. બે બેડરૂમ, હૉલ, કીચનના આ ઘરની વેદાંશ તેમજ ક્રીશા પોતાના મીઠાં મધુરા સ્વપ્નથી ખૂબજ સુંદર સજાવટ કરે છે. ******************** સાન્વીને રેગ્યઞુલર દવા આપવામાં આવે છે પરંતુ કંઈ પણ ફરક દેખાતો નથી એટલે તેના પપ્પા ડૉ.અપૂર્વ પટેલને ફોન કરીને એ દિવસની સાંજની એપોઈન્ટમેન્ટ લઈ લે છે અને સાન્વીને બતાવવા માટે
"કૉલેજ કેમ્પસ"ભાગ-24 પરોઢિયે ચાર વાગ્યે સાન્વીને ડીલીવરી માટે હોસ્પિટલમાં લઈ જવી પડે છે, હોસ્પિટલ લઈ જતાં સુધીમાં સાન્વીની તબિયત વધારે બગડતી જાય છે. આ વાતની જાણ ડૉ.સીમા પંડ્યાને પહેલેથી જ કરી દેવામાં આવે છે જેથી હોસ્પિટલમાં એન્ટર થતાં તરત ...વધુ વાંચોખૂબજ હોંશિયાર અને કાબેલ ગાયનેકોલોજીસ્ટ ડૉ.સીમા પંડ્યા સાન્વીને તરત જ ઑપરેશન થિયેટરમાં લઈ જાય છે. સાન્વીનું બી.પી.કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. તેની હાલત વધારે ને વધારે બગડતી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે સાન્વી સીરીયસ થઈ જાય છે. ડૉ.સીમાબેન નર્સ ધ્વારા આ વાત બહાર તેના મમ્મી-પપ્પાને જણાવે છે કે સાન્વીની હાલત ખૂબજ ગંભીર છે અને તેને સિઝરિયન ઑપરેશન
" કૉલેજ કેમ્પસ "ભાગ-25 સાન્વીના મમ્મી-પપ્પા સાન્વીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો તેથી ખુશ છે પરંતુ સાન્વીની આ હાલતથી તેમજ તેની દીકરીની પરવરિશ કઈ રીતે કરવી તે બાબતથી ખૂબજ ચિંતિત છે. સાન્વીના પપ્પા ઘરે તો પહોંચી ગયા પરંતુ પોતાનું ...વધુ વાંચોએક સંતાન, પોતાની લાડકી દિકરી સાન્વી જે પોતાના જીવ કરતાં પણ તેમને વધારે વ્હાલી છે તેના વગરના આ સૂના ઘરમાં પગ કઇ રીતે મૂકવો તે વિચારથી જ તેમનો પગ પાછો પડે છે અને તે ખૂબજ દુઃખના દરિયામાં ડૂબી જાય છે. થોડા દિવસ પછી સાન્વીને ડૉ.અપૂર્વ પટેલના ત્યાં ખસેડવામાં આવે છે. સાન્વીની આ હાલત જોઈને તેના મમ્મી-પપ્પા બંનેની હાલત પણ દિવસે
" કૉલેજ કેમ્પસ "ભાગ-26 મોહિતભાઈએ બે હાથ જોડીને ક્રીશાને અને વેદાંશને વિનંતી કરી કે, "હું તમારા બંનેનો ઉપકાર જિંદગીભર નહિ ભૂલી શકું બેટા, આજથી પરી તમારી દીકરી અને ક્રીશા મારી દીકરી, એ જ મારી સાન્વી. અને મારું જે કંઇપણ ...વધુ વાંચોતે બધું મારી દીકરી ક્રીશા અને પરીનું." અને પ્રતિમાબેન તેમજ મોહિતભાઇ બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. વેદાંશે બધાને છાના રાખ્યા તેમજ પરીના તેનાં નાના મોહિતભાઈ તેમજ નાની પ્રતિમાબેન સાથે ફોટા પાડ્યા અને નાનકડી માસુમ પરીને ક્રીશાએ તેમજ વેદાંશે ખૂબજ લાડથી ઉંચકી લીધી અને પોતાનું નામ આપ્યું અને પોતાની દીકરી બનાવીને બેંગ્લોર લઇ આવ્યા. ક્રીશા બેંગ્લોર આવ્યા પછી, ખૂબજ ડાહી
" કૉલેજ કેમ્પસ "ભાગ-27ક્રીશા ખૂબજ એક્સાઈટેડ થઈને પરીની સામે જોઈને બોલી રહી હતી કે, " વેદ, આપણે પરીને ડૉક્ટર બનાવીશું ? " વેદાંશ: ના ભાઈ ના. આપણે તેને એન્જીનિયર જ બનાવીશું. ક્રીશા: ના, હું ડૉક્ટર બનવા માંગતી હતી પણ ...વધુ વાંચોબની શકી એટલે હવે મારી લાડલીને હું ડૉક્ટર જ બનાવીશ. વેદાંશ: હું તેને એન્જીનિયર જ બનાવીશ અને તે પણ મારા જેવી બ્રિલિયન્ટ આઈ. ટી. એન્જીનિયર. ક્રીશા: એટલે તમે એમ કહેવા માંગો છો કે હું બ્રિલિયન્ટ નથી ? તમે એકલા જ બ્રિલિયન્ટ છો. વેદાંશ: એમાં કહેવાનું શું ? અને ક્રીશાએ ગુસ્સા સાથે વેદાંશ ઉપર છૂટ્ટુ કુશન ઘા કર્યું. એટલે વેદાંશ ખડખડાટ
" કૉલેજ કેમ્પસ "ભાગ-28 મોહિત ભાઈ પોતાની પત્ની પ્રતિમા બેન અને વેદાંશને કહે છે કે, " મને હવે સારું થાય તેમ લાગતું નથી. આ વખતે મારી તબિયત થોડી વધારે જ ગંભીર છે. હું મારા માથા ઉપર આ બધો ભાર ...વધુ વાંચોમરવા માંગતો નથી. " અને પોતાના વકીલ મિત્ર હસમુખ ભાઈને વસિયતનામું લઈને હોસ્પિટલમાં બોલાવે છે. પ્રતિમા બેન સાડલાના છેડામાં પોતાનું મોં છુપાવીને ચોંધાર આંસુડે રડી રહ્યા હતા અને વેદાંશ પણ થોડો ગંભીર બની ગયો હતો અને મોહિત ભાઈને તેણે બોલતા અટકાવ્યા અનેતે બોલ્યો કે, " પપ્પા તમને બિલકુલ સારું થઈ જશે તમે ચિંતા ના કરશો અને આ બધી વીલની વાતો
" કૉલેજ કેમ્પસ "ભાગ-29 મોહિત ભાઈ કહી રહ્યા હતા કે, "ક્રીશાએ અને વેદાંશે જે મારી પરીને સ્વિકારીને મારી ઉપર ઉપકાર કર્યો છે તેનો બદલો હું કોઈ ભવમાં ચૂકવી શકું તેમ નથી પણ મારી પાસે જે છે તેમાંથી હું થોડું ...વધુ વાંચોતેમને નામે કરી જ શકું અને મેં તે જ કર્યું છે. હવે હું ચેનથી મૃત્યુ પામી શકીશ." અને તેમણે પ્રતિમા બેન પાસે પીવાનું પાણી માંગ્યું. થોડું પાણી પીધા બાદ વેદાંશને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને ફરીથી બોલવા લાગ્યા કે, " મને વચન આપ બેટા કે તું મારી પરીને સાચવીશ અને મારી માધુરીને પણ... અને આટલું બોલતાં બોલતાં તો તેમનો
" કૉલેજ કેમ્પસ "ભાગ-30ક્રીશા પરીને લઈને માધુરીના રૂમની બહાર નીકળી ગઈ પાછળ પાછળ વેદાંશ પણ બહાર નીકળી ગયો. વેદાંશ અને ક્રીશા બંને પંદર દિવસ પ્રતિમા બેનની સાથે રોકાયા અને પછી બેંગ્લોર જવા માટે રવાના થયા. વેદાંશે પ્રતિમાબેનને પોતાની સાથે ...વધુ વાંચોઆવવા માટે ખૂબ કહ્યું પણ પ્રતિમાબેનનું મન માધુરીને અહીં અમદાવાદમાં એકલી છોડીને બેંગ્લોર જવા માટે તૈયાર ન હતું તેથી તેમણે "ના" જ પાડી. ક્રીશા અને વેદાંશ બંને બેંગ્લોર તો સુખરૂપ પહોંચી ગયા હતા પણ અહીં આવ્યા પછી ક્રીશાની તબિયત થોડી બગડી ગઈ હતી અને તેને વોમિટીંગ ચાલુ થઈ ગયું હતું એટલે વેદાંશ તેને કહી રહ્યો હતો કે, "વેધર ચેઈન્જ થયું
" કૉલેજ કેમ્પસ "ભાગ-3 વેદાંશ ક્રીશાને કહે છે, " એક વાત કહું કીશુ, એક સ્ત્રી પુરુષ માટે પોતાના ઘર માટે, કેટલું બધું કરે છે પોતાના આખાય જીવનનો ભોગ આપી દે છે. પોતાના પરિવારને, એક વારસદાર આપે છે અને તેનો ...વધુ વાંચોઆગળ વધારે છે અને બદલામાં તે કોઈજ આશા નથી રાખતી તો પછી તે જ્યારે માતૃત્વ મેળવવાની નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તેની પૂરેપૂરી કાળજી લેવી જ જોઈએ તો તે એક તંદુરસ્ત, સ્વસ્થ અને સુંદર બાળકને જન્મ આપી શકે. ક્રીશા વેદાંશની સમજણભરી વાતો સાંભળીને તેની ઉપર પ્રભાવિત થઈ ગઈ અને પોતાને આવો સમજણભર્યો પતિ મળ્યો છે તેથી ખૂબજ ખુશ