કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 36 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 36

" કૉલેજ કેમ્પસ "ભાગ-36

દેવાંશ કવિશા સાથેની મીઠી મધુરી અને પહેલી મુલાકાત જાણે ફરી વાગોળતો હોય તેમ તેના ચહેરા ઉપર એક સુમધુર હાસ્ય છવાઈ ગયું અને હસતાં હસતાં તેણે પોતાનું બુલેટ પોતાની કોલેજ તરફ હંકારી મૂક્યું.
દેવાંશનું બુલેટ જેવું કૉલેજ કેમ્પસમાં પ્રવેશ્યું કે તરત જ બુલેટનો અવાજ સાંભળીને કવિશાએ પોતાના સિલ્કી વાળની લટ પોતાના મોં સાથે અથડાવતાં પાછળ વળીને જોયું તો તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ.... અને મોં પણ ખુલ્લું જ રહી ગયું અને તે બોલી પણ ઉઠી કે, " ઑ માય ગોડ.. આ અહીંયા.. ?? "

દેવાંશ તો પોતાની હિરો સ્ટાઈલમાં પોતાના બુલેટની ચાવી આંગળી ઉપર ભરાવીને ગોળ ગોળ ગુમાવતાં ગુમાવતાં બિંદાસ પોતાના ફ્રેન્ડસ જ્યાં બેઠા હતા તે તરફ ચાલતો ચાલતો જવા લાગ્યો અને કવિશા તીરછી નજરે દેવાંશને અને દેવાંશની હિરો સ્ટાઈલને નીરખી રહી હતી.

દેવાંશ પોતાના ફ્રેન્ડસ પાસે જઈને ઉભો રહ્યો એટલે તેના બધાજ ફ્રેન્ડસે તેને હાથ આપીને ક્લેપ કર્યું અને તેના આગમનને પ્રેમથી આવકાર્યું અને હાય બ્રો... કેમ છો બ્રો.. શું કર્યું વેકેશનમાં..? એવા પ્રશ્નોનો વરસાદ તેની ઉપર ચાલુ થઈ ગયો હતો. દેવાંશ આખીયે કોલેજમાં બધાને ગમતો અને ભાવતો સ્ટુડન્ટ હતો ઈવન બધીજ ફેકલ્ટીનો પણ તે માનીતો અને વ્હાલો સ્ટુડન્ટ હતો. આ તેનું ઈલેક્ટ્રોનિક એન્જીનિયરીગનુ બીજુ વર્ષ હતું પહેલા વર્ષે જ તે કોલેજના ઇલેક્શનમાં બિનહરીફ ચૂંટાઇને આવ્યો હતો. સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી વચ્ચેનો તે એક સેતુ હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. વિનોદ ચટ્ટોપાધ્યાય પણ તેને નામથી બોલાવતા. તેના પપ્પા ડૉ. ભાગ્યેશ પટેલ શહેરના ખ્યાતનામ સાઈક્રીક ડૉક્ટર હતા દેવાંશ તેમનો એકનો એક લાડકવાયો દિકરો હતો તેમની ઈચ્છા દેવાંશને ડૉક્ટર બનાવવાની હતી પરંતુ દેવાંશને ઈલેક્ટ્રોનિક્સમાં જ રસ હતો તેથી તેણે પોતાનું ધાર્યું જ કર્યું હતું...!!

આજે કોલેજનો પહેલો દિવસ હતો એટલે ભણવાનું તો કંઈ હતું નહીં અને જેટલા સ્ટુડન્ટ્સ આવ્યા હતા તેમણે બધાએ સાથે એકજ ક્લાસમાં બેસવાનું હતું એટલે દેવાંશ જે ક્લાસમાં બેઠો હતો તે જ ક્લાસમાં કવિશા પણ બેસવા માટે ગઈ. કવિશા પોતાની ધૂનમાં જ હતી અને પોતાની ફ્રેન્ડ પ્રાપ્તિએ પણ આ જ કોલેજમાં એડમિશન લીધું હતું એટલે તેની સાથે વાતો કરતાં કરતાં ક્લાસરૂમમાં પ્રવેશી બંને ક્લાસરૂમમાં છેલ્લા હતાં અને જે ક્લાસમાં છેલ્લું આવે તેણે પોતાનો પરિચય સૌથી પહેલો આપવાનો હતો અને એટલું જ નહીં તેણે પોતાનો સ્કુલલાઈફ દરમિયાનનો કોઈ એક અનુભવ પણ કહેવાનો હતો.

કવિશા પ્રાપ્તિને બોલવા માટે સમજાવી રહી હતી અને પ્રાપ્તિ કવિશાને... એક બે મિનિટ બસ આમજ ચાલ્યું અને છોકરાઓ તો ક્લાસમાં ચીચીયારીઓ પાડી રહ્યા હતા.

ત્યારબાદ દેવાંશ ઉભો થઈને આગળ આવ્યો અને બોલ્યો કે, " તમારા બંનેમાં પણ પાછળ તો આ મેડમ જ હતા તેથી શરૂઆત તો તેમણે જ કરવી પડશે અને તેણે કવિશા તરફ આંગળી ચીંધી. હવે કવિશા સમજી ગઈ હતી કે, આપણે આજે બરાબર ફસાઈ ગયા છીએ તેથી હવે બોલ્યા વગર આપણો છૂટકો થવાનો નથી.

અને તેણે પ્રાઉડથી પોતાના સુમધુર અવાજ સાથે બોલવાની શરૂઆત કરી કે, " મારું નામ કવિશા છે. મારે ટ્વેલ્થ સાયન્સમાં 89% આવ્યા છે.
મારી સ્કુલમાં મારો પહેલો નંબર હતો. મારા મમ્મી-પપ્પા બંને આઈ.ટી. એન્જીનિયર છે. મમ્મી-પપ્પાની ઈચ્છા મને ડૉક્ટર બનાવવાની હતી પણ મને તેમાં રસ ન હતો તેથી મેં અહીં એન્જીનિયરીગ કોલેજમાં એડમિશન લીધું છે.

સ્કુલ લાઈફ દરમિયાન ઘણાંબધાં એક્સપિરીયન્સ થયા હતા પણ એક મને ખાસ યાદ રહી ગયો છે જે હું આપની સાથે શેર કરી રહી છું. સ્કુલમાં મારી સાથે એક છોકરી ભણતી હતી તેને પગે થોડી તકલીફ હતી, એ દિવસે અમે સ્કુલના સમય કરતાં થોડા વહેલા જ છૂટી ગયા હતા તો એ છોકરીને ઘરેથી લેવા માટે કોઈ આવ્યું ન હતું તો હું તેને ઉંચકીને તેના ઘર સુધી લઈ ગઈ પછી ત્યાંથી મને મારા ઘરનો રસ્તો મળ્યો નહીં હું ભૂલી પડી ગઈ. આ બાજુ મારા પપ્પા મને સ્કુલમાં લેવા માટે ગયા તો સ્કુલમાં પણ હું ન હતી તેથી મારા ઘરેથી મને શોધવા માટે મમ્મી-પપ્પા બંને નીકળી ગયા. સ્કુલનો સમય પૂરો થતાં સ્કુલ તો લોક થઈ ગઈ હતી. અચાનક એક ભાઈને રસ્તામાં મારા પપ્પાએ મારા વિશે પૂછતાં, તેમણે મને મારી ફ્રેન્ડને લઈને જતાં જોઈ હતી તે જણાવ્યું અને તેથી હું જે દિશામાં ગઈ હતી તે દિશામાં મારા મમ્મી-પપ્પા આવ્યા ત્યારે હું રસ્તામાં જ તેમને મળી ગઈ. મારા આ પરાક્રમ માટે મને શાબાશી તો મળી જ હતી પરંતુ સાથે સાથે મેથીપાક પણ મળ્યો હતો.

કવિશાની આ વાત સાંભળીને દેવાંશને થયું કે, ઉપરથી કઠોર દેખાતી આ છોકરી અંદરથી ખૂબજ નાજુક છે અને તેણે ઉભા થઈને તાળીઓ પાડવાની શરૂ કરી પછી તો આખાય ક્લાસે કવિશાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

આમ કવિશાનો કોલેજમાં પહેલો દિવસ સારો ગયો હવે આગળ જોઈએ શું થાય છે તે...??

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/7/2022


રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 2 માસ પહેલા

vaishali Brahmbhatt

vaishali Brahmbhatt 2 માસ પહેલા

Larry Patel

Larry Patel 5 માસ પહેલા

Janvi Virani

Janvi Virani 5 માસ પહેલા

Asha Prajapati

Asha Prajapati 5 માસ પહેલા

શેયર કરો