Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 62

" કૉલેજ કેમ્પસ "ભાગ-62
પરી અને કવીશા બંને બહેનો ઘણાં બધાં દિવસે મળી હતી અને પરી પોતાના નાનીમા પાસે રહીને આવી હતી એટલે કવિશા તેને પૂછી રહી હતી કે, "દી આટલા બધા દિવસ તે ત્યાં શું કર્યું તને ત્યાં એકલી એકલી ને ગમતું હતું ?"
કવિશાએ આ પ્રશ્ન પૂછ્યો કે તરત જ પરીની નજર સમક્ષ નાનીમા અને નાનીમાનું ઘર બંને તરવરી રહ્યાં અને તે કંઈક વિચારી રહી હોય તેમ અમદાવાદ પોતાના નાનીમા પાસે પહોંચી ગઈ અને કવિશાને કહેવા લાગી કે, " હા, નાનીમા આપણને એટલો બધો પ્રેમ કરે છે ને કે તું બીલીવ જ નહીં કરે તે તને જ્યારે એક્સપીરીયન્સ થશે ને ત્યારે જ તને ખબર પડશે. તેમને એકલા મૂકીને મને અહીંયા આવવાનું મન જ નહોતું થતું"
કવિશા: તો તેમને તમારે સાથે જ લઈ આવવા જોઈએને?
પરી: હા, મેં એમને ખૂબ કહ્યું પણ તે માધુરી મોમને મૂકીને અહીં બેંગ્લોર આવવા તૈયાર નથી.
કવિશા: ઓહ, એ વાત પણ સાચી
અને બંને બહેનોની વચ્ચે આ મીઠી ચર્ચા ચાલી રહી હતી ને ત્યાં જ પરીના સેલફોનમાં રીંગ વાગી પરીએ જોયું કે કોનો ફોન છે અને તે ફોન લઈને.."એક મિનિટ હું આવું" એટલું બોલીને બાલ્કનીમાં ચાલી ગઈ. આકાશનો ફોન હતો, આકાશને પણ જાણે પરી તેને છોડીને અહીં બેંગ્લોર આવી ગઈ હતી ગમતું ન હતું અને તે જાણે સૂનો પડી ગયો હતો એટલે પરીને પૂછી રહ્યો હતો કે, " બોલ તું પહોંચી ગઈ શાંતિથી શું કરે છે ? "

પરી: હા, પહોંચી ગઈ પણ મેં તને ના નહોતી પાડી કે, મને ફોન ન કરીશ..
આકાશ: તે ફોન કરવાની ક્યાં ના પાડી હતી તે તો મળવા આવવાની ના પાડી હતી.
પરી: પ્લીઝ આકાશ, મને હવે ડિસ્ટર્બ ન કરીશ. આવતીકાલથી મારી કોલેજ શરૂ થાય છે અને કોલેજ શરૂ થાય પછી તો મને બિલકુલ સમય જ મળતો નથી કારણ કે મારે ખૂબ સ્ટડી કરવાની હોય છે.
આકાશ: પણ બે મિનિટ વાત કરવામાં તારું શું જાય છે ?
પરી: બે મિનિટ પણ નહીં અને એક મિનિટ પણ નહીં. એકવાર મેં તને ના પાડીને પ્લીઝ તું મને ફોન ન કરીશ.
આકાશ: એક મિનિટ પણ મારી વાત તો સાંભળ મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે.
પરી: હા, બોલ
આકાશ: તું અહીંયાથી બેંગ્લોરથી ગઈ પછી મારું તો કશાજ કામમાં કે કોઈ વાતમાં દિલ લાગતું નથી જાણે મને એકલું એકલું જ લાગ્યા કરે છે અને પલકે પલકે તું યાદ આવ્યા કરે છે બસ, વારંવાર એમ જ થયા કરે છે કે તું શું કરતી હોઈશ મને યાદ કરતી હોઈશ કે નહીં યાદ કરતી હોઉં અને મનમાં એમ જ થયા કરે છે કે, હું બેંગ્લોર આવી જવું તો દરરોજ તને જોઈ તો શકુંને ?? ખબર નહીં યાર આ મને શું થઈ ગયું છે તે જ ખબર નથી પડતી !! કદાચ હું તને ચાહવા લાગ્યો છું કારણ કે, મેં તને પહેલી વાર જોઈને ત્યારે જ તું મને ખૂબ ગમી ગઈ હતી અને ત્યારે જ મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. પહેલી નજરનો પ્રેમ, લવ એટ ફર્સ્ટ સાઈટ..‌. તું મને પ્રેમ કરે છે કે નહિ પરંતુ હું તને ખૂબ પ્રેમ કરું છું.
પરી: આકાશ પ્લીઝ, આવી બધી વાતો ન કરીશ. કોઈને પ્રેમ કરવો, સતત તેની સાથે રહેવું તેના વિચારો કર્યા કરવા અને પછીથી તેની સાથે લગ્ન કરવા આ બધું કામ આપણું નહીં. મારે તો હજુ મારી લાઈનમાં ખૂબ આગળ વધવાનું છે મારા મોમ ડેડની ખૂબ ઈચ્છા છે કે હું એક બેસ્ટ ડૉક્ટર બનું અને મારે મારી માધુરી મોમને પણ ઉભી કરવાની છે હું આગળ એવું સ્ટડી કરવા માંગુ છું કે, મારી માધુરી મોમને શું તકલીફ છે તે હું જાણી શકું અને તેની દવા કરીને તેને હું બેભાન અવસ્થામાંથી ભાનમાં લાવી શકું. માટે પ્લીઝ તું મને ડિસ્ટર્બ ન કરું તો સારું.
ઓકે હું તને ફોન નહીં કર્યા કરું બસ પરંતુ હું બેંગ્લોર આવવાનો છું તો તારે મને મળવા માટે તો આવવું જ પડશે‌.
પરી: હું ચોક્કસ નથી કહેતી હું ટ્રાય કરીશ બસ. પણ અહીંયા મારું રુટીન એટલું બધું ફાસ્ટ હોય છે ને કે તું નહીં માને પણ મને સમય જ મળતો નથી.
આકાશ: થોડો સમય મારા માટે કાઢજેને યાર પ્લીઝ...
પરી: આઈ વીલ ટ્રાય માય બેસ્ટ... ચાલ હવે હું મૂકું મારે સૂઈ જવું છે. ચલ બાય.
આકાશ: ઓકે બાય પણ ફોન કરું તો ઉપાડજે...
પરી: હા બાબા હા ઉપાડીશ... ઓકે ?
આકાશ: ઓકે ચલ બાય સી યુ ઇન બેંગ્લોર...

અને પરીએ ફોન કટ કર્યો અને તે બાલ્કનીમાંથી અંદર પોતાના બેડરૂમમાં ગઈ અને જોયું તો કવિશા તો ઘસઘસાટ સૂઈ ગઈ હતી એટલે તેણે પણ કવિશાની બાજુમાં લંબી તાણી...

આજે તે સૂઈ ગઈ હતી પણ તેને જાણે ઉંઘ આવતી નહોતી તેનાં દિલોદિમાગમાં ઝંઝાવાતની જેમ અનેક વિચારો અને પ્રશ્નોની વણથંભી વણઝાર જાણે ચાલી રહી હતી તેનું મન અને હ્રદય બંને હચમચી રહ્યા હતા તેની નજર સામેથી પથારીમાં સૂતેલી તેની મોમ માધુરી જાણે ખસતા નહોતા તે ભગવાનને એક પ્રશ્ન પૂછી રહી હતી કે, " મારી મોમને પ્રભુ કેમ આવી સજા તેણે તો કદી કોઈનું બગાડ્યું નથી તો પછી તે જીવીત હોવા છતાં જાણે મૃત્યુની પથારી ઉપર સૂતી છે અને મારા નાનીમા... મારા નાનીમા... કદાચ તેને જીવતીજાગતી જોવા માટે જ પોતાનો શ્વાસ અટકાવીને બેઠા છે. તેમણે પણ કોઈનું શું બગાડ્યું છે એક તો દીકરી હતી તેમને અને તેને પણ તે આવી સજા આપી પ્રભુ તે કઇરીતે જોઈ શકે ? મારા નાનાજી પણ મોમનું દુઃખ ન જોઈ શક્યા એટલે તો તેમણે દેહ છોડી દીધો...હે ભગવાન મારાથી મારી મોમની આ દશા નથી જોવાતી ! પ્રભુ તું મને મદદ કરજે હું મારી મોમને પથારીમાંથી ઉભી કરી શકું...!!
અને પરીની આંખ ભરાઈ આવી... ઘણું મોડુ થઈ ગયું હતું તે કવિશાને વળગીને સૂઈ ગઈ....

પરી આકાશને મળવા માટે જશે ? આકાશ પોતાના પરીને પ્રપોઝ કરશે ? પરી પોતાની મહત્વાકાંક્ષાને પામી શકશે ? પરી કવિશાની સાથે આકાશની કોઈ વાત શેર કરશે ?? પ્રશ્નો ઘણાં બધાં છે જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..??

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/2/23