Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-30

" કૉલેજ કેમ્પસ "ભાગ-30


ક્રીશા પરીને લઈને માધુરીના રૂમની બહાર નીકળી ગઈ પાછળ પાછળ વેદાંશ પણ બહાર નીકળી ગયો.


વેદાંશ અને ક્રીશા બંને પંદર દિવસ પ્રતિમા બેનની સાથે રોકાયા અને પછી બેંગ્લોર જવા માટે રવાના થયા.

વેદાંશે પ્રતિમાબેનને પોતાની સાથે બેંગ્લોર આવવા માટે ખૂબ કહ્યું પણ પ્રતિમાબેનનું મન માધુરીને અહીં અમદાવાદમાં એકલી છોડીને બેંગ્લોર જવા માટે તૈયાર ન હતું તેથી તેમણે "ના" જ પાડી.

ક્રીશા અને વેદાંશ બંને બેંગ્લોર તો સુખરૂપ પહોંચી ગયા હતા પણ અહીં આવ્યા પછી ક્રીશાની તબિયત થોડી બગડી ગઈ હતી અને તેને વોમિટીંગ ચાલુ થઈ ગયું હતું એટલે વેદાંશ તેને કહી રહ્યો હતો કે, "વેધર ચેઈન્જ થયું છે અને ફ્લાઇટના એ.સી.ના વધારે પડતા કુલિંગને કારણે તારી તબિયત થોડી બગડી છે. થોડો આરામ કરી લે એટલે બરાબર થઈ જશે."

બે-ત્રણ દિવસ પસાર થઈ ગયા પણ ક્રીશાની તબિયતમાં કોઈ ફરક પડ્યો નહીં એટલે વેદાંશ તેને પોતાના ફેમિલી ડોક્ટર પાસે લઇ ગયો ફેમિલી ડોક્ટરે ક્રીશાને કોઈ સારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવા માટે કહ્યું.

શિવાંગ તરતજ ક્રીશાને લઈને ગાયનેક ડૉક્ટર સુધાબેનના ત્યાં પહોંચી ગયો. સુધા બેન ગુજરાતી જ હતા અને ક્રીશાની ફ્રેન્ડ પૂર્વીના રિલેટિવ હતા તેથી ક્રીશાને બહુ સારી રીતે ઓળખતા હતા.

ડૉક્ટર સુધા બેને ક્રીશાનું ચેકઅપ કર્યું અને વેદાંશને ખુશ ખબર આપતાં કહ્યું કે, " કોન્ગ્રેચ્યુલેસન્સ મિ.વેદાંશ તમે પિતા બનવાના છો. ક્રીશા ઈઝ પ્રેગ્નન્ટ તેને દોઢ મહિના જેવું થયું છે અને હવે તમારે ક્રીશાની બરાબર સાર સંભાળ રાખવી પડશે. હું કેલ્શિયમની, શક્તિની અને વોમિટ બંધ થવાની બધીજ દવા લખી આપું છું. વોમિટ બંધ થવાની દવા તકલીફ થાય તો જ લેવાની અને બીજી બંને રેગ્યુલર ચાલુ રાખવાની છે અને પંદર દિવસ પછી ક્રીશાને ફરી ચેકઅપ માટે અહીં લઈ આવવાની રહેશે."

ક્રીશા અને વેદાંશ બંને આજે ખૂબજ ખુશ હતાં. વેદાંશે ડૉક્ટર પાસેથી નીકળીને તરત જ દવા ખરીદી લીધી અને ક્રીશાને પહેલા જ વોમિટ બંધ થવાની ગોળી આપી દીધી. હવે ક્રીશાને થોડી માનસિક રાહત લાગી.

વેદાંશ અને ક્રીશા પરીને લેવા માટે ક્રીશાની મમ્મીને ઘરે ગયા અને આ ખુશીના સમાચાર તેમને પણ આપ્યા ક્રીશાના મમ્મી-પપ્પા પણ આ સમાચાર સાંભળીને ખૂબજ ખુશ થયા. અને પછી વેદાંશ અને ક્રીશા ત્યાંથી પરીને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યા.

ક્રીશાની મમ્મી ચિંતા કરી રહ્યા હતા કે પરી હજુ થોડીક નાની છે અને બીજુ બાળક ક્રીશાથી કઈરીતે સચવાશે ? પરંતુ પરીની બધીજ જવાબદારી વેદાંશે ઉપાડી લેવાની તૈયારી બતાવી અને ક્રીશાને કોઈ જ તકલીફ નહીં પડવા દઉં તેમ જણાવ્યું અને આમ બંને ખુશી ખુશી પોતાના ઘરે પહોંચ્યા.

ઘરમાં પ્રવેશ કરતાં જ વેદાંશે ક્રીશાને ઉંચકી લીધી અને તેની ઉપર ચુંબનનો વરસાદ વરસાવી દીધો.

ક્રીશા બૂમો પાડતી રહી હતી કે, " શું કરે છે આ? મને નીચે તો ઉતાર "

પરંતુ વેદાંશ આજે જે ખુશી અનુભવી રહ્યો હતો તે તેના માટે અનમોલ હતી અને આવી અને આટલી બધી ખુશી તેણે જીવનમાં ક્યારેય નહોતી અનુભવી તેથી તે બોલતો રહ્યો કે, " માય ડિયર, આજે હું ખૂબજ ખુશ છું. દુનિયાની તમામ ખુશી તે મને આપી દીધી છે. મને તો કલ્પના જ ન હતી કે આટલી જલ્દી તું માં બનીશ અને મને બાપ બનવાની ખુશી મળશે. બાપ બનવામાં આટલી બધી ખુશી મળતી હોય છે તેવી જો મને પહેલેથી જ ખબર હોત તો લગ્નના પહેલા જ વર્ષે મેં આ કામ પતાવી દીધું હોત. "

ક્રીશા: અરે પણ મને નીચે તો ઉતાર બાબા

વેદાંશ તેને પોતાના બેડરૂમમાં લઈ ગયો અને તેને બેડ ઉપર સુવડાવી દીધી અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને બોલવા લાગ્યો કે, " હવે મને ખબર પડી કે, " હમણાંની તું આટલી બધી સુંદર કેમ લાગે છે ? કારણ કે, તું માં બનવાની છે અને મારા બાળકને જન્મ આપવાની છે. અને પછી મજાક કરતાં બોલ્યો કે, બાકી તું ક્યાં આટલી બધી રૂપાળી દેખાય છે? "

એટલે ક્રીશાએ પણ પોતાની જૂની આદત પ્રમાણે બાજુમાં રહેલું પીલોવ પોતાના હાથમાં લીધું અને વેદાંશના મોં ઉપર માર્યું અને બોલી, " ચલ જુઠ્ઠા, રૂપાળી ન હોત તો તે ગમાડી પણ ન હોત અને મારી સાથે લગ્ન પણ ન કર્યાં હોત. "

અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા. એ બંનેને હસતાં જોઈને પરી પણ હસી રહી હતી.

વેદાંશ ક્રીશાને કહી રહ્યો હતો કે, " આજે તારે આરામ જ કરવાનો છે, આ બેડમાંથી ઉભું થવાનું નથી. "

ક્રીશા: પણ, જમવાનું તો બનાવવું પડશે ને ?
વેદાંશ: આજે જમવાનું હું બનાવીશ અને તે પણ તારી ફેવરિટ ડિશ.

ક્રીશા: મને શું વધારે ભાવે છે તે તને ખબર છે ?

શિવાંગ: યસ, મેડમ

ક્રીશા: ઓકે, તો આજે તારી પરિક્ષા ચાલ હું પણ આજે જોઈ લઉં કે ખરેખર મને શું ભાવે છે તેની તને ખબર છે કે નહીં ?

હવે વેદાંશ ક્રીશા માટે તેની ફેવરિટ ડિશ શું બનાવે છે અને ક્રીશાની પરિક્ષામાં પાસ થાય છે કે નહીં ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/6/2022