Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-15

ક્રીશા અને વેદાંશની મજેદાર ઓફિસ ટ્રીપ ચાલી રહી છે... ક્રીશા સતત તેના મનમાં જે આવે તે બોલી રહી છે અને વેદાંશ સાંભળી રહ્યો છે... હવે આગળ....


બંને જમવા માટે 'ઉડીપી હોટલ શ્રી લક્ષ્મી વૈભવ' માં રોકાય છે. ક્રીશા તેનો ફેવરીટ સેટ ઢોંસા મંગાવે છે અને વેદાંશ પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરે છે. અને જમીને બંને તરત રીટર્ન થવા નીકળે છે.


વેદાંશ મનમાં ને મનમાં વિચારી રહ્યો છે કે આ ક્રીશાને પણ કેટલું બોલવા જોઈએ છે...!! જે તેની સાથે મેરેજ કરશે તેનું તો મગજ જ ફરી જશે... અને તેના ચહેરા ઉપર સ્હેજ સ્માઈલ આવી ગયું... ક્રીશા આ જોઇ ગઇ એટલે તેણે તરત જ પૂછ્યું, " કેમ સર શું થયું એકલા એકલા હસો છો..?? "


વેદાંશ: ના ના એતો કંઇ નઇ બસ એમજ...


ક્રીશા: ના તમારે મને કહેવું જ પડશે સર.. નહિ તો..


વેદાંશ : ઓકે, ઓકે કહું છું. એતો હું એમ વિચારતો હતો કે, આ પાગલ છોકરીને કોઈ બોયફ્રેન્ડ., હશે કે નહિ હોય...?? એટલે જરા હસી પડ્યો.


ક્રીશા: ના ના, આપણે કોઈ બોયફ્રેન્ડ નથી. કોલેજમાં ગૃપ હતું. પણ બોયફ્રેન્ડ કોઈ નહીં. અત્યાર સુધી એવો કોઈ છોકરો મળ્યો જ નથી જે મારો બોયફ્રેન્ડ થવાને લાયક હોય અને મારી હસબન્ડની ડેફીનેશનમાં ફિટ બેસતો હોય અને જેણે મારા દિલને જીતી લીધું હોય...!!

વેદાંશ: એટલે તારી હસબન્ડની ડેફીનેશન શું છે એ તો કહે...


ક્રીશા: ( થોડી સીરીયસ થઇ જાય છે અને બોલે છે. )


મને એવો હસબન્ડ જોઈએ છે જે મને બેસુમાર મુહોબ્બત કરતો હોય, મારાથી વધારે પૈસા કમાતો હોય, જેથી તે મારી ઉપર ડીપેન્ડ ન હોય, તેનામાં એવા વરચ્યુઝ ( ગુણો ) હોય જેના માટે મને તેની ઉપર પ્રાઉડ ફિલ થાય, મને તે તેની પોતાની લાઇફમાં ખૂબ મહત્વ આપતો હોય, પોતાના કામમાં એકદમ પરફેક્ટ હોય. એકદમ હેન્ડસમ અને પર્સનાલિટીવાળો હોય. અને હું ઓફિસથી ઘરે જવું એટલે મને ઘરકામમાં પણ હેલ્પ કરે.


વેદાંશ: હસતાં હસતાં બોલે છે. આટલું બધું તો તને કોઈ એક છોકરામાં નહીં મળે તેને માટે તો તારે બે-ત્રણ છોકરાઓ સાથે લગ્ન કરવા પડે...!! અને પછી મુક્ત મને હસી પડે છે... ( ઘણાં લાંબા સમય પછી વેદાંશ આવું મુક્ત મને ખડખડાટ હસ્યો હતો. )


ક્રીશાને પણ હસવું આવે છે અને વેદાંશ ઉપર ગુસ્સો પણ આવે છે. અને તે બોલી ઉઠે છે, " સર, મારી મજાક નહીં કરો, નહિ તો આ કુશન છુટ્ટુ ઘા કરીશ તમારી ઉપર.

અને વેદાંશને ક્રીશાના હાથમાં કુશન જોઇ તેની નાદાનીયત અને ભોળપણ ઉપર વધારે હસવું આવે છે. ( આજે જાણે તેનું હસવું બંધ જ નથી થતું. તે ઘરેથી નીકળ્યો ત્યારે તેને ખબર ન હતી કે તેનો આજનો દિવસ આટલો બધો સુંદર અને મજેદાર જશે અને ઓફિસની ટ્રીપ આટલી બધી ફેન્ટાસ્ટીક રહેશે...!! તેણે તો બસ જસ્ટ કંપની માટે ક્રીશાને સાથે લીધી હતી કે ગુજરાતી છે તો થોડી વાતો કરવાનો ચાન્સ રહેશે, ટાઇમ પાસ થઇ જશે અને બોર નહિ થવાય. ક્રીશા આટલી બધી ફ્રેન્ક હશે, તેની સાથે આવી હસી-મજાકની દોસ્તી થઈ જશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું..!! વેદાંશ થોડા સમય માટે જાણે પોતાનું બધું જ દુઃખ ભૂલી ક્રીશામય થઇ ગયો હતો...!! )


બંનેની દિલચશ્પ વાતોમાં ને વાતોમાં રસ્તો ઘણો કપાઈ ગયો હતો. એટલે વેદાંશે ક્રીશાને પૂછ્યું કે, " આપણે બરાબર તો જઇ રહ્યા છીએ ને...?? "


ક્રીશા: હા હા સર, આપણે બરાબર જ જઇ રહ્યા છીએ. મેં જીપીએસ ઓન કરી દીધું છે, જે સીધું આપણને મારા ઘરે જ લઇ જશે.


વેદાંશ: અરે યાર બહુ ટ્રાફિક છે આ રોડમાં તો, બીજો કોઈ રસ્તો ન હતો...?? કેટલો ટાઇમ બતાવે છે...?? જરા જોને...?


ક્રીશા: બસ, હાફ એન અવર બતાવે છે સર. સર, આર યુ ટાયર્ડ...?? હું કાર ડ્રાઇવ કરી લઉં...??


વેદાંશ: ( આશ્ચર્ય સાથે ) તને આવડે છે ડ્રાઇવિંગ..??


ક્રીશા: યસ, અફકોર્સ સર.


વેદાંશ: ( મજાક કરીને થોડું હસતાં હસતાં બોલે છે.)


મને એમ કે તને ખાલી બક બક કરતાં જ આવડે છે.


ક્રીશા: શું સર તમે પણ...!!


વેદાંશ: એય, કુશન ન ફેંકતી મારી ઉપર...અને પછી ખડખડાટ હસી પડે છે...


ક્રીશા: નહિ ફેંકુ સર, હવે મને ખબર પડી ગઇ કે તમને મજાક કરવાની આવી આદત છે...!


ક્રમશ:


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


1/12/2021