Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 120

"મિસ્ટર તમે આ ક્લાસના જ વિદ્યાર્થી છો ને..?" ક્લાસરૂમમાં હાજર તમામ વિદ્યાર્થીઓ પ્રોફેસર સાહેબની આ વાત ઉપર હસી રહ્યા હતા..દેવાંશને આ ટીખળ નહોતી ગમી પણ પોતાની ક્લાસરૂમમાં સતત ગેરહાજરીની સજા તે ભોગવી રહ્યો હતો..તે સફાળો ઉભો થઇ ગયો અને, "જી સર" બોલી ઉઠ્યો.."ઓકે ઓકે સીટ ડાઉન.." પ્રોફેસર સાહેબ બોલ્યા અને દેવાંશ બેસી ગયો પરંતુ પ્રોફેસર સાહેબની એ ટીખળની દેવાંશના દિલો દિમાગ ઉપર બહુ ઘેરી અસર પડી..તેણે મનોમન નક્કી કર્યું કે આ વખતે ક્લાસમાં ફર્સ્ટ આવીને બતાવી દેવું છે....હવે આગળ...એક પછી એક ત્રણ લેક્ચર પૂરા થઈ ગયા.વીસ મિનિટની બ્રેકમાં કેન્ટીન ઉભરાઈ જતી હતી.બધાની સાથે સાથે દેવાંશ પણ ક્લાસરૂમની બહાર નીકળી ગયો.કોલેજની સામે રહેલા પાર્લર ઉપર પહોંચી ગયો અને સીગાર ખરીદીને બે ત્રણ ફૂંકો લગાવી દીધી.. હજીયે તેનાં મનમાં પ્રોફેસર સાહેબની ટીખળ રમતી હતી..સીગારના ધૂમાડાની સાથે સાથે તે પ્રોફેસર સાહેબે કરેલી ટીખળને પણ જાણે ધૂમાડો બનાવીને પોતાના દિલોદિમાગમાંથી ઉડાડી દેવા માંગતો હતો પરંતુ તે એટલું સહેલું નહોતું..!!આજે તેનાથી સીગાર પણ આખી પૂરી ન થઈ શકી એક જ મિનિટમાં તેણે તેને જમીન ઉપર ફેંકી દીધી અને પોતાના ગુસ્સાને કચડતો હોય તેમ પગ નીચે તેને કચડીને કોલેજ કેમ્પસમાં પાછો વળ્યો.તેની સાથે રોજ તેને આ બધામાં કંપની આપતાં જે તેના પૈસે જ લહેર કરતાં હતાં તે મિત્રો ત્યાં જ ઉભા હતા તેમણે દેવાંશને બૂમ પાડી, "એય દેવુ, શું થયું કેમ ક્યાં  ભાગ્યો?"પણ આજે તેમનો અવાજ દેવાંશના કાનના પડદા સુધી પહોંચીને પાછો વળી રહ્યો હતો.તેમને જવાબ આપવાની વાત તો બાજુએ રહી તેણે પાછું વળીને તેમની સામે જોયું શુધ્ધાં નહોતું અને તે સીધો પહોંચી ગયો કોલેજ કેન્ટીનમાં...કવિશા પોતાના માટે ગરમાગરમ કોફી લઈ રહી હતી તેની બાજુમાં આવીને ઉભો રહી ગયો.."તું બેસ હું લઈ આવું છું." દેવાંશે કહ્યું."નો, થેન્ક્સ" કવિશાએ મોં ફુલાવીને તેની ઉપર નારાજગી બતાવતો જવાબ આપ્યો.દેવાંશ ત્યાં જ ઉભો રહી ગયો.કવિશા પોતાની કોફી લઈને પોતાની કાયમી જગ્યાએ કોર્નરવાળા ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ.દેવાંશ તેની બાજુમાં જઈને બેસી ગયો."એય એકદમ શું થયું, કેમ નારાજ છે મારાથી? જે હોય તે કહી દે ને યાર આમ રીસાઈ કેમ જાય છે મારાથી.."કવિશાનું આ રીતે રીસાઈ જવું દેવાંશના દિલને રડાવી રહ્યું હતું... "તું દૂર બેસ મારાથી..""પણ એકદમ તને શું થયું? પ્રોફેસર સાહેબ ક્લાસમાં બોલ્યા તે ન ગમ્યું?""ના ના એવું કંઈ નથી, એ તો બોલે તારા લક્ષણ એવા હોય તો..""તો પછી શું થયું યાર, તું મને કહે તો કંઈક ખબર પડે.." દેવાંશે એક ઉંડો નિસાસો નાંખ્યો."પહેલા તું મારાથી દૂર બેસ, તારા મોંમાંથી સ્મેલ આવે છે, તું સ્મોકિંગ કરીને આવ્યો ને?""એ તો જરા એક બે ફૂંક.. પ્રોફેસર સાહેબ બોલ્યા એટલે જરા લાગી આવ્યું..""હા તો હજી પણ ક્લાસરૂમમાં ન આવીશ અને આમ ફૂંકો જ માર્યા કર ને..""સોરી યાર, બસ હવે નહીં કરું સ્મોકિંગ..""તારો શું ભરોસો? પેલા તારા લોફર ફ્રેન્ડ્સ આવે એટલે તેમની જોડે કેવો ગાયબ થઈ જાય છે..""પ્રોમિસ બસ...દેવાંશે કવિશાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને તેને ખાતરી આપતો હોય તેમ બોલી ઉઠ્યો, "પ્રોમિસ બસ, આજથી બધું જ બંધ, નો સ્મોકિંગ, નો ડ્રીંકીંગ, નો ફ્રેન્ડ્સ ઓન્લી સ્ટડી..""તને ફ્રેન્ડ્સ રાખવાની કોણ ના પાડે છે, પણ આવા લોફર જેવા ફ્રેન્ડ્સ ન રખાય..""હા તારા જેવા રખાય, આઈ અન્ડરસ્ટએન્ડ.. ઓન્લી યુ માય બેસ્ટ ફ્રેન્ડ.. હવે તો મારી સામે જો અને સ્માઈલ કર.."કવિશા હસી પડી.. ખૂબજ ખુશ થઈ ગઈ..પોતાનું મિશન કામયાબ થયું હતું..દેવાંશમાં આટલો જલ્દીથી ચેન્જ થઈ જશે તેવી તેણે કલ્પના શુધ્ધાં કરી નહોતી..હવે તેને વિશ્વાસ બેસી ગયો હતો કે દેવાંશની બધી જ ખરાબ આદતો હું છોડાવી શકીશ....***************આ બાજુ પરી પણ ઓફ વ્હાઈટ કલરની ટી શર્ટ અને બ્લેક ફોર્મલ પેન્ટ પહેરીને ક્લિનિક ઉપર પોતાની ડ્યુટી બજાવવા માટે પહોંચી ગઈ હતી..ક્લિનિક ઉપર પહોંચીને તરત જ તે પોતાની મોમને મળવા માટે તેના રૂમમાં પ્રવેશી...તેણે માધુરીને એક મીઠું આલિંગન આપ્યું અને પછી તેનો હાથ પોતાના હાથમાં રાખીને તેને પંપાળતાં પંપાળતાં પોતાની મોમ સાથે વાતો કરવા લાગી કે, "શું કરે છે તું પણ મોમ, મારી સાથે બોલતી નથી ચાલતી નથી, મારી સાથે રિસાઈ ગઈ છે, મારે તારી સાથે કેટલી બધી વાતો કરવી છે પણ તું કંઈ બોલે તો મને ખબર પડે ને..??અને પોતાની મોમ કંઈ પ્રત્યુતર આપે છે કે નહીં તેમ તેની સામે એકીટશે જોઈ રહી...એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી...કોનો ફોન હશે??જોઈએ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ   9/11/24