Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-24

"કૉલેજ કેમ્પસ"ભાગ-24
પરોઢિયે ચાર વાગ્યે સાન્વીને ડીલીવરી માટે હોસ્પિટલમાં લઈ જવી પડે છે, હોસ્પિટલ લઈ જતાં સુધીમાં સાન્વીની તબિયત વધારે બગડતી જાય છે. આ વાતની જાણ ડૉ.સીમા પંડ્યાને પહેલેથી જ કરી દેવામાં આવે છે જેથી હોસ્પિટલમાં એન્ટર થતાં તરત જ ખૂબજ હોંશિયાર અને કાબેલ ગાયનેકોલોજીસ્ટ ડૉ.સીમા પંડ્યા સાન્વીને તરત જ ઑપરેશન થિયેટરમાં લઈ જાય છે.

સાન્વીનું બી.પી.કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. તેની હાલત વધારે ને વધારે બગડતી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે સાન્વી સીરીયસ થઈ જાય છે. ડૉ.સીમાબેન નર્સ ધ્વારા આ વાત બહાર તેના મમ્મી-પપ્પાને જણાવે છે કે સાન્વીની હાલત ખૂબજ ગંભીર છે અને તેને સિઝરિયન ઑપરેશન કરવું પડશે અને કદાચ એવું પણ બને કે બેમાંથી એક જ જીવને તે બચાવી શકે, જો કે તે સાથે એમ પણ કહે છે કે, બંને જીવને બચાવવાની તે પૂરેપૂરી કોશિશ કરશે. બાકી પછી તો બધું જ ઉપરવાળાના હાથમાં છે...?? અને એટલેથી આ વાતને ઈશ્વર ઉપર છોડી દેવામાં આવે છે.

સાન્વીના મમ્મી પપ્પા ખૂબજ ભાંગી પડે છે. ક્રીશા અને વેદાંશ સતત તેમની પડખે ઉભા રહે છે અને તેમને ખૂબજ હિંમત આપે છે. તેમજ ભગવાન ઉપર ભરોસો રાખવા સમજાવે છે.

સાન્વીના મમ્મી-પપ્પા, ક્રીશા તેમજ વેદાંશ સતત ઈશ્વરને પ્રાર્થના કર્યા કરે છે કે શાંતિથી બધું પતી જાય અને સાન્વી તેમજ તેનું બાળક બંને બચી જાય.

સાન્વીનું સિઝરિયન ઑપરેશન થઈ જાય છે સાન્વી તેના જેવી જ રૂપાળી એક સુંદર બાળકીને જન્મ આપે છે. જાણે આબેહૂબ તેની છબી જ જોઈ લો.

નર્સ પોતાના હાથમાં એક સુંદર રૂપાળી બાળકીને લઈને ઓપરેશન થિયેટરની બહાર આવે છે. નર્સના હાથમાં નાનું બાળક જોઈને ત્યાં ગુમસુમ બેઠેલા સાન્વીના મમ્મી પપ્પા તેમજ વેદાંશ અને ક્રીશા બધા જ ઉભા થઈ જાય છે જાણે તેમનાં જીવમાં જીવ આવ્યો હોય તેમ.. સાન્વીના મમ્મી પ્રતિમા બેન નર્સને, બાળકીને ક્રીશાના હાથમાં સોંપવા કહે છે.

સાન્વીની નાની માસુમ બાળકીને જોઈને સાન્વીના મમ્મી-પપ્પા, વેદાંશ તેમજ ક્રીશા ખૂબજ ખુશ થઈ જાય છે પણ એટલામાં તો ડૉ.સીમાબેન ઑપરેશન થિયેટરમાંથી બહાર આવે છે અને વેદાંશને પોતાના કેબિનમાં બોલાવે છે અને સાન્વીની હાલની પરિસ્થિતિની જાણ કરતાં કહે છે કે, " સાન્વીની ડીલીવરી તો શાંતિથી થઈ ગઈ છે. નાનું બેબી એકદમ ઓકે છે પણ સાન્વીની હાલત હજીપણ થોડી ગંભીર જ છે તેને ભાનમાં આવતાં થોડો સમય લાગશે એટલે આપણે તે ભાનમાં આવે ત્યાં સુધી થોડી રાહ જોવી પડશે."

વેદાંશ અને સાન્વીના મમ્મી-પપ્પા શાંતિથી ડીલીવરી થઈ ગઈ તેમજ સાન્વી અને તેનું બાળક બંને હેમખેમ છે તે સમાચાર સાંભળીને રાહત અનુભવે છે.

પરંતુ સાન્વીના પપ્પાને હવે એ ચિંતા થાય છે કે, સાન્વીની આટલી બધી દવા કરવા છતાં તેની તબિયતમાં કોઈ સુધારો થયો નથી તેને સાચવવી જ મુશ્કેલ છે અને હવે આ માસુમ બાળકીને પણ સાચવવાની ? અને તે બોલી પડે છે કે, "મારી પાસે બધું જ છે પ્રભુ પણ આ બાળકીની માતાને તે સાજી ન કરી હું તેને તેની "માં" ક્યાંથી લાવી આપીશ અને માં નો પ્રેમ તેને કોણ આપશે...?? તેના કરતાં તો તે બંનેને લઈ લીધાં હોત તો સારું હતું...?? અને એક બાપ થઈને એક પિતા પોતાની દીકરીના અને પૌત્રીના મૃત્યુ માટે ભગવાનને અપીલ કરે છે અને આક્રંદ કરી બેસે છે. આ આક્રંદ સાંભળીને ત્યારે જ ક્રીશા મનોમન નક્કી કરે છે કે આ બાળકીને હું સાચવીશ અને મારી દીકરી સમજીને મોટી કરીશ.

ક્રીશા ખૂબજ પ્રેમથી પોતાના હાથમાં રહેલી માસુમ બાળકીને નીરખ્યા કરે છે અને વિચારે છે કે, હે ભગવાન જેના ઘરે ઓલાદ નથી તે ઓલાદ માટે ઝંખે છે અને તું જેને ઓલાદ આપે છે તેની પાસેથી તેના માતા-પિતાને છીનવી લે છે.

વેદાંશ હોસ્પિટલની બધી વિધિ પતાવે છે અને પછી સાન્વીના ભાનમાં આવવાની રાહ જોતાં બધા હોસ્પિટલમાં વેઇટીંગ રૂમમાં બેસી રહે છે.

ઑપરેશન બાદ થોડા કલાકો પછી સાન્વી ભાનમાં આવી જવી જોઈએ પરંતુ આખો દિવસ પસાર થઈ જાય છે અને રાત્રિના આઠ વાગી જાય છે છતાં સાન્વીને ભાન આવતું નથી. ડૉ.સીમાબેન પણ થોડા ચિંતામાં પડી જાય છે અને સાન્વીના સાઈક્રાઈટીસ્ટ ડૉ.અપૂર્વ પટેલનો કન્સલ્ટ કરે છે અને તેમને પોતાના ક્લિનિક ઉપર બોલાવે છે.

ડૉ.અપૂર્વ પટેલ પોતાની રીતે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ સાન્વી ભાનમાં આવતી નથી તેથી ડૉ.સીમાબેન અને ડૉ.અપૂર્વ પટેલ બંને હવે શું કરવું તેમ વિચારમાં પડી જાય છે અને વેદાંશને પોતાની કેબિનમાં બોલાવે છે અને જણાવે છે કે, "સાન્વીની હાલત થોડી ગંભીર છે અને તે કોમામાં ચાલી ગઈ છે હવે તે ક્યારે ભાનમાં આવશે તે કહી શકાય તેમ નથી અને તેને હોસ્પિટલાઈઝ્ડ જ રાખવી પડશે જેથી તે અંડર ટ્રીટમેન્ટ રહે."

સાન્વીની મમ્મી સાન્વી પાસે રોકાય છે અને વેદાંશ, સાન્વીના પપ્પા અને ક્રીશા બધા સાન્વીના ઘરે જાય છે. સાન્વીના મમ્મી-પપ્પા સાન્વીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો તેથી ખુશ છે પરંતુ સાન્વીની આ હાલતથી તેમજ તેની દીકરીની પરવરિશ કઈ રીતે કરવી તે બાબતથી ખૂબજ ચિંતિત છે.

શું ક્રીશા સાન્વીની દીકરીની પરવરિશ કરવા માટે તૈયાર થશે? સાન્વીના મમ્મી-પપ્પા સાન્વીની માસુમ દીકરી ક્રીશાના હાથમાં સોંપવા તૈયાર થશે? વેદાંશ સાન્વીની દીકરીની જવાબદારી લેવા માટે તૈયાર થશે?

જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/4/2022