Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 99

ક્રીશાના હાથના બનાવેલા ગરમાગરમ રસમ રાઈસ જમતાં જમતાં ગરમાગરમ ચર્ચા પણ આજે ઘરમાં ચાલી રહી હતી અને તે સાંભળતાં સાંભળતાં પરી અને છુટકી બંનેના શ્વાસ પણ અધ્ધર થઈ ચૂક્યા હતા.


ક્રીશા નિખાલસ પણે ખુલ્લા મોં એ ભરોભાર સમીરના વખાણ કરી રહી હતી અને શિવાંગ પણ ક્રીશાની વાતમાં ટાપસી પૂરી રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે, "સાચી વાત છે તારી કીશુ. ખરેખર ડાહ્યો અને સંસ્કારી છોકરો છે. પણ તમારો બંનેનો એકસાથે ફ્રેન્ડ કઈરીતે બન્યો તેની કંઈ ખબર ન પડી..??"
શિવાંગનો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ જમતા જમતા પરી અને છુટકી બંનેના હાથ અટકી ગયા અને બંનેનો કોળિયો ગળામાં અધવચ્ચે જ અટકી ગયો બંને પ્રશ્નાર્થ નજરે એકબીજાની સામે તાકી રહ્યા હતા અને મનમાં શું જવાબ આપવો તે મનમાં ને મનમાં ગોઠવી રહ્યા હતા.

આગળ બીજો પ્રશ્ન ઉદભવે તે પહેલાં બંનેએ ફટાફટ ગળામાં અધવચ્ચે અટકેલો કોળિયો નીચે ઉતાર્યો અને એકસાથે બંને ખુલાસો કરવા લાગ્યા કે, "ડેડ એ તો મારી કોલેજમાં એક છોકરો છે તેનો કઝિન બ્રધર છે અને...!!"
શિવાંગ અને ક્રીશા બંનેએ વારાફરથી છુટકી અને પરી બંનેની સામે જોયું અને શિવાંગે ઉંચુ જોયું અને પહેલા પરીની સામે નજર કરી અને પછી છુટકીની સામે નજર કરી અને તરત જ બોલ્યો કે, "તારી કોલેજમાં કે તારી કોલેજમાં...??"
છુટકી અને પરી બંને ફરીથી મુશ્કેલીમાં મુકાઇ ગયા. હવે બંનેએ વિચાર્યું કે બંને માંથી એક જણે ચૂપ રહેવું જોઈએ નહીં તો લોચો થઈ જશે એવું વિચારીને બંને કેએકસાથે ચૂપ રહ્યા.
શિવાંગે અને ક્રીશાએ ફરીથી બંનેની સામે જોયું અને શિવાંગે પરીને પૂછ્યું કે, "પરી તારી કોલેજની વાત છે કે છુટકીની કોલેજની??"
"ડેડ, છુટકીની કોલેજમાં એક દેવાંશ કરીને છોકરો ભણે છે સમીર તેનો કઝિન બ્રધર છે."
હજી શિવાંગને પરીનો જવાબ અધૂરો લાગ્યો અને ઉંમરના અનુભવને કારણે શિવાંગને લાગ્યું કે પરી અને છુટકી બંને કંઈક જાણી જોઈને મારાથી છુપાવી રહ્યા છે અને તે તેમના બંનેને માટે કદાચ જોખમ સાબિત થઈ શકે છે તેવા ડરને કારણે તેણે ફરીથી બંને દીકરીઓની સામે જોયું અને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે, "હું કંઈ સમજ્યો નહીં, ક્રીશા તને કંઈ સમજમાં આવે છે?"
અને પરી તેમજ છુટકી બંને વિચારમાં પડી ગયા કે હવે મોમ ડેડને કઈરીતે સમજાવવું?? અને જો નહીં સમજાવીએ તો પણ નહીં ચાલે સાચી કે ખોટી કોઈપણ વાત તેમના ગળે ઉતારવી તો રહી જ અને તો જ આ રસમ અને રાઈસ અમારા ગળે ઉતરશે.
પરી કંઈ બોલે તે પહેલા છુટકી બોલી કે, "ડેડ, હું તમને સમજાવું!! મારા ક્લાસમાં એક દેવાંશ કરીને છોકરો છે..
"હા એ તે પહેલા પણ કહ્યું." શિવાંગ વચ્ચે જ બોલી ઉઠ્યો.
"હા તો, હું તમને આખી વાત સમજાવું તો, દી અમદાવાદ નાનીમાને ત્યાં રહેવા માટે ગઈ ત્યારે આકાશ સાથે તેની ઓળખાણ થઈ હતી. આકાશ એટલે નાનાજીના ફ્રેન્ડના દિકરાનો દિકરો પછી દી તો અમદાવાદ આવી ગઈ પણ આકાશ અવારનવાર બેંગ્લોર આવતો રહેતો હતો અને બે ત્રણ વખત દી ને સાથે લઈને તે કોઈ પાર્સલ આપવા માટે અજાણ્યા સ્લમ એરિયામાં દી ને લઈ ગયો હતો આ જોઈને દી ને તેની ઉપર ડાઉટ ગયો અને તેણે તપાસ કરી તો ખબર પડી કે આ તો ડ્રગ્સની હેરાફેરી કરે છે અને તે વાતની ખબર પડતાં જ દી એ નક્કી કર્યું કે મારે આને પકડાવી દેવો છે તેણે આ વાત મને જણાવી અને અમે દેવાંશની મદદ લેવાનું નક્કી કર્યું દેવાંશ અમને આ સમીર પાસે લઈ ગયો જેણે આકાશ અને તેની આખીયે ગેંગને અમદાવાદ જઈને ખૂબ જહેમત ઉઠાવી પણ પકડી પાડી."
"અચ્છા તો એવું છે?"
"હા ડેડ, અને ત્યારથી સમીર અમારો ફ્રેન્ડ બની ગયો છે." છુટકીએ કહ્યું.
"એટલે આ ડ્રગ્સવાળી ગેંગને તમે બંનેએ પકડાવી છે જે ટીવી ઉપર મીડિયા દ્વારા છવાયેલું રહેતું હતું તે?"
"હા ડેડ એ જ"
"તો પછી તમે મને કે તારી મોમને કેમ કંઈ જણાવ્યું નહીં."
"ડેડ, અમારું નામ પણ મીડિયાવાળા બહાર પાડે જે મને કે દી ને બંનેમાંથી કોઈને મંજૂર નહોતું અને એટલે તો અમે સમીર અને દેવાંશ બંનેને આ વાત કોઈને પણ નથી જણાવવાની તેમ સમજાવી દીધું હતું."
"પણ અમને તો કહેવાય ને બેટા
તમારાથી.."
પરી વચ્ચે જ બોલી કે, "ડેડ જો મેં તમને અથવા મોમને જણાવી દીધું હોત તો કદાચ તમે મને આ બાબતમાં પડવા જ ન દેત અને હજુપણ આકાશ પકડાયો ન હોત અને તેણે પોતાનો ધંધો ચાલુ જ રાખ્યો હોત."
"એ વાત તારી સાચી બેટા પણ તું કે છુટકી બંનેમાંથી કોઈ મુશ્કેલીમાં મુકાઇ ગયા હોત તો..??"
"હા, એટલે જ ડેડ અમે તમને નહોતું કહ્યું. અમારી સાથે સમીર અને દેવાંશ બંને હતા એટલે અમારે કોઈ ચિંતા નહોતી." છુટકીએ પણ પરીની વાતમાં ટાપસી પુરાવી.
"ખૂબ બહાદુર છો બેટા તમે બંને ખૂબ સરસ કામ કર્યું બેટા તમે બંનેએ."
ક્રીશા, શિવાંગ અને નાનીમા ત્રણેય પરીને તેમજ છુટકીને શાબાશી આપવા લાગ્યા.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/2/24